ધોરણ 9 પાઠ 12 - शुभाषित-सप्तकम्
[સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધવચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતાં લઘુ પદ્યો હોય છે. તેથી જન-જનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે.
આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દૃષ્ટિથી જે તે વખતે જે જીવનમૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે.
પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે.]
ભાષાંતર
शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलङ्घनम् ।
शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतानि शनैः शनैः ।। 1 ।।
– ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવું – આ પાંચ કામ ધીમે ધીમે થાય છે.
शीलं शौर्यमनालस्यं पाण्डित्यं मित्रसङ्ग्रहः ।
अचौरहरणीयानि पञ्चैतान्यक्षयो निधिः ।। 2 ।।
– સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા (આળસ વગરનું હોવું ), પંડિતાઈ અને સારા મિત્રો રાખવા –આ પાંચ બાબતો , ચોર ચોરી ન કરી શકે તેવી અવિનાશી ખજાનો છે.
संहतिः श्रेयसी पुंसां विगुणेष्वपि बन्धुषु ।
तुषैरपि परिभ्रष्टा न प्ररोहन्ति तण्डुलाः ।। 3 ।।
– વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ડાંગર ઉપરના છોતરાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઊગતા નથી.
नास्ति मेघसमं तोयं नास्ति चात्मसमं बलम् ।
नास्ति चक्षुःसमं तेजो नास्ति धान्यसमं प्रियम् ।। 4 ।।
– મેઘ સમાન જળ નથી; આત્મ (ખુદ) સમાન બળ નથી; આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી.
सत्यं तपो ज्ञानमहिंसतां च
विद्वत्प्रणामं च सुशीलतां च ।
एतानि यो विदधाति स विद्वान्
न ह्येकपक्षो विहगः प्रयाति ।। 5 ।।
– સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા – જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર, એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું (ઊડી શકતું) નથી.
काष्ठादग्निः जायते मथ्यमानात्
भूमिस्तोयं खन्यमाना ददाति ।
सोत्साहानां नास्त्यसाध्यं नराणां
मार्गारब्धाः सर्वयत्नाः फलन्ति ।। 6 ।।
- ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે.
पात्रं न तापयति नैव मलं प्रसूते
स्नेहं न संहरति नैव गुणान्क्षिणोति ।
द्रव्यावसानसमये चलतां न धत्ते
सत्पुत्र एष कुलसद्मनि कोऽपि दीपः ।। 7 ।।
- આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ (અદ્ભુત) દીપક છે. તે પાત્રને ગરમ કરતો નથી; મેશને (કાળાશ) ઉત્પન્ન કરતો નથી; સ્નેહ(તેલ)ને ખતમ કરતો નથી, દ્રવ્યનો નાશ થતા ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી.
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારાં મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
સ્વાધ્યાય વિડિયો યુટ્યુબ - coming soon...
Subscribe my YouTube channel - omkar Education Education
like & share
સ્વાધ્યાય
1.अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
(1) पुंसां श्रेयसी का ?
(ख) संहतिः
(2) न ह्येकपक्षो ......प्रयाति ।
(ग) विहग:
(3) मेघसमं किं न अस्ति ?
(क) तोयम्
(4) कुलसद्मनि कः दीपः ?
(क) सत्पुत्र:
(5) केषां नराणां कृते किमपि असाध्यम् नास्ति ?
(ग) सोत्साहानाम्
(6) 'विहग: ' शब्दस्य पर्यायशब्दः कः ?
(ग) खग:
(7) આપ પાઠમાં 'પાણી' માટે કયો શબ્દ વપરાયો છે ?
(अ) तोयम्
2. एकवाक्येन संस्कृतभाषया उत्तरं लिखत ।
(1) कानि पञ्च शनैः शनैः भवन्ति ?
- पन्थाः, कन्थाः, पर्वतलड्घनम्, विद्या, वितं च इति पञ्च शनैः शनैः भवन्ति ।
(2) कीदृशाः तण्डुलाः न प्ररोहन्ति ?
- तुषैः परिभ्रष्टाः तण्डुलाः न प्ररोहन्ति ।
(3) खन्यमान्या भूमिः किं ददाति ?
- खन्यमान्या भूमिः तोयं ददाति ।
(4)पात्रं कः नैव तापयति ?
-सत्पुत्रः दीपः पात्रं नैव तापयति ।
3. रेखाड्कितपदानि आधृत्य प्रश्नवाक्यं रचयत ।
(कदा, कः, किम्, किमर्थम्)
(1) खन्यमाना भूमिः तोयं ददाति ।
- खन्यमाना भूमिः किं ददाति ?
(2) सत्पुत्रः द्रव्यावसानसमये चलतां न धत्ते ।
- सत्पुत्रः कदा चलतां न धत्ते ?
(3) एकपक्षो विहगः न प्रयाति ।
- एकपक्षो कः न प्रयाति ?
3. वर्गसहितम् अनुनासिकपदं लिखत ।
उदाहरणम् : पंडितः ट वर्ग: पण्डितः
वर्ग: अनुनासिकप्रयोगः
(1) लंघनम् - क वर्गः लड़घनम्
(2) पंच - च वर्गः पञ्च
(3) बंधु: - त वर्गः बन्धु:
(4) तंडुलः - ट वर्गः तण्डुल:
5. श्लोकपूर्तिं कुरुत ।
(1) शनैः पन्थाः ..... शनैः शनैः ॥
शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलङ्घनम् ।
शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतानि शनैः शनैः ||
(2) नास्ति मेघसमं ...... धान्यसमं प्रियम् ॥
नास्ति मेघसमं तोयं नास्ति चात्मसमं बलम् ।
नास्ति चक्षुः समं तेजो नास्ति धान्यसमं प्रियम् ।।
6. मातृभाषया उत्तरं लिखत ।
(1) પાંચ અક્ષયનિધિ કયા કયા છે ?
- ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો તે પાંચ અક્ષયનીધિ છે.
(2) એક પાંખ વડે પક્ષી ઊડી શકતું નથી એ કથન દ્વારા કવિ શું સમજાવે છે ?
- પક્ષી ફક્ત એક પાંખ વડે ઊડી ન શકે ; તેને બંને પાંખો જોઈએ એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન,અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સારું ચારિત્ર્ય જેવા ગુણો ધારણ કરવા પડે છે.
(3) સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે ?
- દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. ( અંધારુ ખાઈને બીજા ને અજવાળું આપે છે. ) સારો સદ્દગુણી પુત્ર દીવા જેવો છે તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાની કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે.
7. अनुवादं कृत्वा अर्थविस्तारं बोधं च लिखत ।
(1) शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलङ्घनम् ।
शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतानि शनैः शनैः ।।
અનુવાદ : ધીમે ધીમે માર્ગ કપાય, ધીમે ધીમે ગોદડી બને, ધીમે ધીમે પર્વત ઓળંગાય, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય. આ પાંચ ધીમે ધીમે થાય.
અર્થવિસ્તાર : આપેલ સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી સીવવાની, પર્વત ઓળંગવાની, વિદ્યા પ્રાપ્ત કરવાની - આ પાંચ ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે. માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે, ગોદડી બનાવવી હોય ત્યારે પણ ધીરજ રાખવી પડે, પર્વત ઓળંગતી વખતે ખુબ સાવચેતી રાખવાની હોય છે, વિદ્યા ધીમે ધીમે ગ્રહણ કરાય, ધન ઉતાવળે કમાઈ લેવાતું નથી માટે આ પાંચ બાબતો ધીમે ધીમે સિદ્ધ કરવી જોઈએ.
બોધ : "ઉતાવળે આંબા ન પાકે " આ કહેવત જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ, તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે.
(2) सोत्साहानां नास्त्यसाध्यं नराणां
मार्गारब्धाः सर्वयत्नाः फलन्ति ।
અનુવાદ : ઉત્સાહી માણસને માટે કંઈ અસાધ્ય નથી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે.
અર્થવિસ્તાર : આ શ્લોકમાં , ઉત્સાહ - ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધું જ કાર્ય સિદ્ધ થાય છે, એમ કહેવામાં આવ્યું છે. જો વ્યકિત ઉત્સાહી હોય અને યોગ્ય રીતે પ્રયત્નો કરીને જો કાર્યની શરૂઆત કરી હોય તો એ અવશ્ય સફળ થાય જ છે.જેમ કે , લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદવાથી જળ પ્રાપ્ત થાય છે આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસુ વ્યકિત કઈ પણ સિદ્ધ કરી શકતી નથી, માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે.
બોધ : સફળતા માટે માણસે કોઈપણ કામ ઉત્સાહથી અને યોગ્ય દિશામાં કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે શરૂ કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે.