Joshi 2

GSEB Sanskrit std 9 chapter 11 veditavyani mitrani ( वेदितव्यानि मित्राणि ) swadhyay

    ધોરણ 9 પાઠ 11  वेदितव्यानि मित्राणि



સંસારના સાહિત્યિક જગતમાં સૌથી મહાકાય કૃતિ તરીકે જેની પ્રસિદ્ધિ છે, તે મહાભારત નામે જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચેલી છે. હાલમાં આ મહાભારત ગ્રંથ લગભગ એક લાખ શ્લોક પ્રમાણવાળો છે.

મહાભારતમાં 18 પર્વ આવેલાં છે. પ્રથમ પર્વનું નામ આદિપર્વ છે, જ્યારે સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણપર્વ છે. બારમા શાન્તિપર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓનાં સમાધાન નિરૂપવામાં આવ્યાં છે.

શાન્તિપર્વમાં કુલ મળીને 365 અધ્યાય આવેલા છે. આ બધા અધ્યાયોને રાજધર્માનુશાસન પર્વ (1થી 130), આપદ્ધર્મ પર્વ (131થી 173) અને મોક્ષધર્મ પર્વ (174થી 365) એવાં આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે. આમાંના આપદ્ધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આવેલો છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે. આવા જ એક પ્રસંગે, માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ, એવો બોધ યુધિષ્ઠિરને આપ્યો છે. આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે.]
    
                     ભાષાંતર 



वेदितव्यानि मित्राणि विज्ञेयाश्चापि शत्रवः |
एतत् सुसूक्ष्मं लोकेऽस्मिन् दृश्यते प्राज्ञसम्मतम् ॥1॥

 – ‘મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ.’ આ દુનિયામાં આ બાબત ડાહ્યા-સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે.

 शत्रुरूपा हि सुहृदो मित्ररूपाश्च शत्रवः ।
सन्धितास्ते न बुध्यन्ते कामक्रोधवशं गताः ।। 2।।

- દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને (આપણી સાથે) જોડાયેલા તે બધા જાણી શકાતા નથી.



नास्ति रिपुर्नाम मित्रं नाम न विद्यते । 
व्यवहाराच्च जायन्ते मित्राणि रिपवस्तथा || 3 ||

 – ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે.


 यो यस्मिन् जीवति स्वार्थं पश्येत् पीडां न जीवति । 
स तस्य मित्रं तावत् स्याद् यावन्न स्याद् विपर्ययः ॥4॥

– જે જીવતો હોય ત્યારે સ્વાર્થ (ગરજ) જુએ, દુઃખને ન જુએ તે જીવે છે. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય.


मित्रं च शत्रुतामेति कस्मिंश्चित् कालपर्यये । 
शत्रुश्च मित्रतामेति स्वार्थो हि बलवत्तरः ॥ 5 ॥

– જ્યારે કોઈ સમયપલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે.

 तन्मित्रं कारणं सर्वं विस्तरेणापि मे शृणु । 
कारणात् प्रियतामेति द्वेष्यो भवति कारणात् ॥6॥

 – હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી - પાસે તું સાંભળ. તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે.

प्रियो भवति दानेन प्रियवादेन चापरः |
मन्त्रहोमजपैरन्यः कार्यार्थं प्रीयते जनः || 7 ||

- એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે.

उत्पन्ना कारणे प्रीतिरासीन्नो कारणान्तरे ।
प्रध्वस्ते कारणस्थाने सा प्रीतिर्विनिवर्तते ॥ 8 ॥

– આપણા બે વચ્ચેની પ્રીતિ (એક) કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે.

आत्मरक्षणतन्त्राणां सुपरीक्षितकारिणाम् ।
आपदो नोपपद्यन्ते पुरुषाणां स्वदोषजाः ॥ 9॥

–પોતાના રક્ષણ માટે સ્વાધીન (અને) સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી. "

शत्रून् सम्यग् विजानाति दुर्बला ये बलीयसः । 
न तेषां चाल्यते बुद्धिः शास्त्रार्थकृतनिश्चया ॥10॥

– જેઓ દુર્બળ હોઈ વધારે બળવાન શત્રુઓને સારી ● રીતે જાણે છે તેમની શાસ્ત્રના અર્થ – પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તોપણ ચલિત થતી નથી.

• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારાં મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

       

                    स्वाध्याय 


प्र. 1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।


( 1 ) कस्मात् मित्राणि रिपवः च जायन्ते ?


A. शास्त्रज्ञानात्

B. व्यवहारात्  ✓

C. दैवात् 

D. बुद्धिबलात्


( 2 ) प्रध्वस्ते कारणस्थाने सा प्रीतिः .......।- रिक्तस्थाने उचितं पदं किम् ? 


A. विनिवर्तते ✓

 B. जायते 

C. वर्धते 

 D. दृश्यते


( 3 ) आत्मरक्षणतन्त्राणां पुरुषाणां किं न उपपद्यते?


 A. आपत्ति: ✓

 B. सुखम् 

 C. सम्पत्ति: 

 D. स्वार्थ:

 

( 4 ) शत्रुमित्रसम्बन्धे कः बलवत्तर:?


A. स्वदोष: 

B. स्वार्थ: ✓

C. प्रियालाप: 

 D. लोक:


5) मित्रं कदा शत्रुताम् एति ?


A. भाग्यक्षये 

 B. मृत्युकाले 

C. कालविपर्यये ✓

 D. धनागमे


प्र. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृतभाषायां लिखत -


( 1 ) किंरूपाः सुहृदः शत्रवः च?

उत्तरम् - सुहृदः शत्रुरूपाः शत्रवः च मित्ररूपाः भवन्ति ।


( 2 ) मित्राणि रिपवः च कथं जायन्ते ?

उत्तरम् - मित्राणि रिपवः च व्यवहारात जायन्ते ।


( 3 ) जनः कस्मात् प्रियताम् एति?

 उत्तरम् - जनः कारणात् प्रियताम् एति ।


( 4 ) कीदृशानां पुरुषाणाम् आपदः न उपपद्यन्ते ?

 उत्तरम् - आत्मरक्षणतन्त्राणाम् सुपरीक्षितकारिणाम् पुरुषाणाम् आपदः न उपपद्यन्ते ।


(5) यः शत्रून् सम्यग् विजानाति तस्य किं भवति? 

उत्तरम् - यः शत्रून् सम्यग् विजानाति तस्य शास्त्रार्थकृतनिश्चया बुद्धिः दुर्बला अपि न चाल्यते।


प्र. 3. समासप्रकारं लिखत - 


( 1 ) प्राज्ञसम्मतम् - षष्ठी तत्पुरुष समास


( 2 ) कालपर्यये - षष्ठी तत्पुरुष समास


( 3 ) कामक्रोधौ - इतरेतर द्वन्द्व समास


( 4 ) मन्त्रहोमजपै: - इतरेतर द्वन्द्व समास


प्र. 4. उदाहरणानुसारं शब्दरूपैः रिक्तस्थानानि पूरयत-


उदा., मित्रम्     मित्रे    मित्राणि। 


( 1 ) पीडाम्   पीडे    पीडा:


( 2 ) लोके   लोकयोः   लोकेषु


( 3 ) दानेन       दानाभ्याम्          दानैः


( 4 ) कारणात्    कारणाभ्याम्     कारणेभ्यः


प्र. 5. उदाहरणानुसारं प्रदत्तान् शब्दान् आधृत्य वाक्यरचनां कुरुत -


उदाहरणम् : બાળકો ફળો ખાય છે. (बाला फल, खाद),

उत्तरम् - बालाः फलानि खादन्ति । 


( 1 ) મેઘના પાણી પીએ છે. (मेघना, जल, पा-पिब्)

उत्तरम् - मेघना जलं पिबति । 


( 2 ) અધીશ પુસ્તક વાંચે છે. (अधीश, पुस्तक, पठ्)

उत्तरम् - अधीशः पुस्तकं पठति । 


( 3 ) સાપ દરમાં જાય છે. (सर्प, बिल, गम्-गच्छ)

उत्तरम् - सर्पः बिलं गच्छति ।


( 4 ) અનિલા અમિત ને બોલાવે છે (अनिला, अमित आ + ह्वे-हृय्)

उत्तरम् - अनिला अमितम् आह्वयति ।


( 5 ) આર્ષ ગુરુને નમન કરે છે. (आर्ष, गुरु, नम्) 

उत्तरम् - आर्ष: गुरुं नमति ।


प्र. 6. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत - 


( 1 ) મહાભારતકારે શત્રુ અને મિત્ર થવાનું કારણ શું બતાવ્યું છે?

ઉત્તર : મહાભારતકાર મહર્ષિ વેદવ્યાસે વ્યવહારને શત્રુ અને મિત્ર થવાનું કારણ બતાવ્યું છે.


( 2 ) મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? 

ઉત્તરઃ ક્યારેક સમય પલટાઈ જાય ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે.


( ૩ ) આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી?

 ઉત્તરઃ જેઓ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમની શાસ્ત્રના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ વિચલિત થતી નથી.


प्र.7. श्लोकपूर्ति कुरुत - 


( 1 ) नास्ति जातु ........... रिपवस्तथा ।।

उत्तरम् - नास्ति जातु रिपुर्नाम मित्रं नाम न विद्यते । 

            व्यवहाराच्च जायन्ते मित्राणि रिपवस्तथा ।।


( 2 ) आत्मरक्षणतन्त्राणां ...........स्वदोषजाः ।।

उत्तरम् - आत्मरक्षणतन्त्राणां सुपरीक्षितकारिणाम् ।

            आपदो नोपपद्यन्ते पुरुषाणां स्वदोषजाः ।।



           जयतु संस्कृतम्       जयतु भारतम् 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.