Joshi 2

GSEB Sanskrit std 10 chapter 7 - Shubhashit kusumani bhashantar with swadhyay

   ધોરણ 10  પાઠ - 7  शुभाषितकुसुमानि 

         सुष्ठु भाषितम् इति शुभाषितम् અર્થાત્ જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સંસ્કૃતમાં આવાં સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે - જળ, અન્ન અને સુભાષિત. માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે.

         સંસ્કૃતનાં આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતાં નથી પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળનાં બંધન વગર માનવમાત્રના જીવનને માર્ગદર્શન આપે છે. અહીં માનવજીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. વ્યક્તિના ચારિત્ર્યઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે, તેનાં સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરાં પાડતાં હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં છે જ.

પ્રસ્તુત પાઠમાં સાત સુભાષિતોનો સંગ્રહ છે જેમાં સજ્જનોનાં વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારુ વર્ણન કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનનાં મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવનકૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિતકુસુમો પ્રસ્તુત છે.
Sanskrit std 10 chapter 7 - Shubhashit kusumani bhashantar with swadhyay

सद्भिस्तु लीलया प्रोक्तं शिलालिखितमक्षरम् ।

असद्भिः शपथेनापि जले लिखितमक्षरम् ॥ 1 ॥

સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું ( વચન ) શીલા પર લખેલા અક્ષર જેવું છે દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું ( વચન ) પાણી માં લખેલા અક્ષર જેવું છે.


सेवितव्यो महावृक्षः फल-च्छाया-समन्वितः ।

 यदि दैवात्फलं नास्ति च्छाया केन निवार्यते ॥ 2 ॥

ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ . જો ભાગ્યવશાત્ ( તેના પર ) ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે ?


आरोप्यते शिला शैले यत्नेन महता यथा । 

निपात्यते क्षणेनाधः तथात्मा गुणदोषयोः ॥ 3 ॥

-- જેમ ભારે પ્રયત્નથી શીલાને પર્વત પર ચડાવવામાં આવે છે પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે તે પ્રમાણે આત્મા ના ગુણ અને દોષ ની બાબતમાં છે ( ગુણ જીવનમાં આવતા વાર લાગે છે જ્યારે દોષ થોડીવારમાં આવી જાય છે.)


क्षणे रुष्ट: क्षणे तुष्ट: रुष्ट: तुष्टः क्षणे क्षणे । 

अव्यवस्थितचित्तस्य प्रसादोऽपि भयङ्करः ॥4॥

-- એક ક્ષણમાં રોષે ભરાતા એક ક્ષણમાં સંતુષ્ટ થનાર – આમ ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે.


यथा चतुर्भिः कनकं परीक्ष्यते

निघर्षण - च्छेदन - ताप-ताडनैः ।

तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते

श्रुतेन शीलेन गुणेन कर्मणा ॥ 5 ॥

જેમ કે ઘસવાથી , કાપવાથી , તપાવાથી , અને ટીપવાથી ; આ ચાર ક્રિયાઓ વડે સોનાની પરીક્ષા થાય છે ; તેમ જ્ઞાનથી , ચારિત્ર્યથી , ગુણથી અને કર્મથી ; એમ ચાર વડે પુરુષ ની પરીક્ષા કરાય છે.


आपत्सु रामः समरेषु भीमः

दानेषु कर्णश्च नयेषु कृष्णः ।

भीष्मः प्रतिज्ञापरिपालनेषु

विक्रान्तकार्येषु भवाञ्जनेयः ॥ 6 ॥

-- ( તું ) આપત્તિના સમયમાં રામ , યુદ્ધમાં ભીમ , દાન કાર્યોમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ , પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજનીપુત્ર હનુમાન થજે.


प्रारम्भते न खलु विघ्नभयेन नीचैः

प्रारभ्य विघ्नविहताः विरमन्ति मध्याः ।

विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः

प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥7॥

-   વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર કાર્યનો આરંભ કરાતો નથી , કાર્ય શરૂ કરીને વિઘ્નો થી હેરાન પરેશાન થતાં મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે અને વિઘ્નો થી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી.


વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ - 

संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r

Insta - hiteshjoshi_2026

                          સ્વાધ્યાય

प्र. 1. अधोदत्तेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चित्वा लिखत - 

( 1 ) सद्भिः लीलया प्रोक्तं कीदृशम् ? 

A. अचलम् 

B. चलम् 

C. नश्वरम् 

D. असत्यम्


(2) महता यत्नेन शिला कुत्र आरोप्यते?

A. भूमौ. 

B. नदीतटे

C. शैले 

 D. गृहे


( 3 ) अव्यवस्थितचित्तस्य प्रसादः कीदृशः ?

A. भयङ्करः 

 B. दयनीय: 

C. अनुकरणीयः 

 D. तुष्टिकर:


( 4 ) पुरुष: केन परीक्ष्यते ?

A. शीलेन 

B. धनेन

C. पदेन 

 D. कनकेन


( 5 ).........कर्णः भव ।

A. नयेषु 

B. दानेषु

C. समरेषु 

 D. आपत्सु


( 6 ) विक्रान्तकार्येषु..........भव।

A. भीम: 

 B. भीष्मः

C. आञ्जनेय: 

 D. कृष्ण:


( 7 ) कैः कार्यं न प्रारभ्यते ?

A. उत्तमजनै: 

B. नीचै: 

C. मध्यमै: 

 D. जनैः


8 ) के कार्यं प्रारभ्य न परित्यजन्ति ?

A. मध्यमजनाः 

B. नीचजना:

C. सामान्यजना: 

 D. उत्तमजनाः


प्र. 2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत ।


( 1 ) कैः प्रोक्तं जले लिखितमक्षरं भवति? 

उत्तरम् - असद्भिः प्रोक्तं जले लिखितमक्षरं भवति । 


( 2 ) शिला कथं शैले आरोप्यते?

उत्तरम् - शिला महता यत्नेन शैले आरोप्यते ।


( 3 ) गुणेन कः परीक्ष्यते ? 

उत्तरम् -  गुणेन पुरुषः परीक्ष्यते ।


( 4 ) कार्यं प्रारभ्य के परित्यजन्ति ? 

उत्तरम् - कार्यं प्रारभ्य मध्यमजनाः परित्यजन्ति ।


प्र. 3. उदाहरणानुसारं शब्दरूपाणां परिचयं कारयत ।


   शब्दरूपम्    मूलशब्दः   अन्तः   लिङ्गम्    विभक्तिः   वचनम् 


उदा., जले - जल अ-कारान्त नपुंसकलिङ्ग सप्तमी एकवचनम्

( 1 ) लीलया - लीला आ-कारान्त स्त्रीलिङ्ग तृतीया एकवचनम्

( 2 ) समरेषु - समर अ-कारान्त पुंल्लिङ्ग सप्तमी बहुवचनम् 

( 3 ) गुणदोषयोः - गुणदोष अ-कारान्त पुंल्लिङ्ग षष्ठी / सप्तमी द्विवचनम् 

( 4 ) ताडनै: - ताडन अ-कारान्त नपुंसकलिङ्ग तृतीया बहुवचनम् 


प्र. 4. अधोदत्तानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत ।


( 1 ) સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે?

ઉત્તરઃ સુવર્ણની પરીક્ષા ચાર ક્રિયાઓ વડે થાય છે : (1) ઘસવાની ક્રિયાથી; સોની સુવર્ણને કસોટી પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે. (2) કાપકૂપ કરવાથી; સોની સુવર્ણને કાપીને તેની પરીક્ષા કરે છે. (૩) તપાવવાથી; સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે. (4) ટીપવાથી; સોની સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે. 


( 2 ) આપત્તિમાં અને પ્રતિજ્ઞાપાલનમાં કોને આદર્શ માનવા

જોઈએ ? શા માટે ?

ઉત્તર : આપત્તિઓમાં શ્રીરામને અને પ્રતિજ્ઞાપાલન કરવામાં ભીષ્મપિતામહને આદર્શ માનવા જોઈએ.

 - શ્રીરામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યાં હતાં. અને પ્રતિજ્ઞાપાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે. દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવતી (મત્સ્યગંધા) સાથે પરણવું હતું. સત્યવતીના પિતાની માગણીથી, સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારુ, દેવવ્રતે આજન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ‘ભીષ્મ’ તરીકે ઓળખાય છે.


(૩) કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે? 

ઉત્તરઃ વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનારા માણસને કનિષ્ઠ (નીચ) માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે.


પ્ર. 5. ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થવિસ્તાર કરોઃ


( 1 ) यथा चतुर्भिः कनकं परीक्ष्यते 

                         निघर्षणच्छेदनतापताडनै: । 

અનુવાદઃ જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે, (તે પ્રમાણે જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ ચાર વડે માણસની પરીક્ષા થાય છે.)

    અર્થવિસ્તાર : પ્રસ્તુત સુભાષિતના પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પરખવામાં આવે છે તે દર્શાવ્યું છે. સોની સુવર્ણને ઘસીને તે કેટલા ટચનું છે એ જાણે છે પછી કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે. શ્લોકના ઉત્તરાર્ધમાં સુવર્ણની માફક જ માણસની પરીક્ષા જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ ચાર બાબતોથી કરી શકાય છે, એમ જણાવ્યું છે. કોઈ પણ મનુષ્યની કિંમત તેની ધનસંપત્તિ કે સત્તા વડે નહીં, પરંતુ તેના ગુણોથી પરખાય છે. તેનામાં રહેલા શીલ, સદ્ગુણ અને જ્ઞાનથી તે લોકોમાં પૂજનીય અને આદરપાત્ર બને છે. આમ, સાચા મનુષ્યની કસોટી આ ચાર સદ્ગુણો વડે થાય છે.

                       સુવર્ણની માફક ચાર પ્રકારે પરખાયેલો વ્યક્તિ જ જીવનમાં ઉન્નતિનાં ઉચ્ચ શિખરો સર કરી શકે છે અને જનસમુદાયમાં – સમાજમાં અત્યંત માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.


(2) सेवितव्यो महावृक्षः फलच्छाया-समन्वितः । 

      यदि दैवात्फलं नास्ति च्छाया केन निवार्यते ।।

અનુવાદ : ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યજોગે ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે?

           અર્થવિસ્તાર : ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેનાં મધુર ફળોનો અને તેની છાયાનો લાભ મળે છે. જો તે વૃક્ષમાં ફળો ન આવતાં હોય તોપણ છાયા તો હોય જ. તે છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે. આમ, મહાવૃક્ષની વાત કરીને કવિ મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાનું કહે છે. એવા મહાપુરુષનો આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે.

          પ્રસ્તુત સુભાષિતમાં અન્યોક્તિ વડે મનુષ્યને બોધ આપવામાં આવ્યો છે કે શરણ આપનાર પાસે ધનસંપત્તિ ન હોય તેથી તેનો ત્યાગ કરવો ઉચિત નથી. ધન ન હોય પરંતુ તેમની પાસે જ્ઞાન તો હોય જ છે. ભાગ્યને કારણે મહાપુરુષો કે સજ્જનો આપત્તિમાં આવી પડ્યા હોય તોપણ પોતાને શરણે આવેલા લોકોને તે સુખ, શાંતિ અને જ્ઞાન તો આપે જ છે.


प्र.6 श्लोकपूर्ति कुरुत-


आपत्सु रामः ........... भवाञ्जनेयः ।।

उत्तरम् - आपत्सु रामः समरेषु भीमः 

                       दानेषु कर्णश्च नयेषु कृष्णम्।

भीष्मः प्रतिज्ञापरिपालनेषु 

                       विक्रान्तकार्येषु भवाञ्जनेयः ॥

                     

                             धन्यवाद: 

       -: जयतु संस्कृतम्        जयतु भारतम्  :- 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.