Joshi 2

GSEB Sanskrit std 9 chapter 9 - Upakarhatastu Kartavyah bhashantar with swadhyay

    ધોરણ 9 પાઠ - 9  उपकारहतस्तु कर्तव्यः

Sanskrit std 9 ch 9

                                ભાષાંતર

(પડદા પાછળ – અરે રે રાજાના સાળા ! આવ, આવ. પોતાના અવિનયનું ફળ ભોગવ.)

(પછી રાજાના માણસોથી પકડાયેલો, પાછળ બંધાયેલા હાથવાળો શકાર પ્રવેશ કરે છે.)

શકાર – (દિશાઓ જોઈને) આ રાજાના સાળા તો ચારે બાજુથી જકડાયા છે તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં? (વિચારીને) ભલે, તે જ શરણાગત પ્રત્યે સ્નેહાળની શરણે હું જાઉં છું. (એમ કહી પાસે જઈને) હે શ્રીમાન ચારુદત્ત ! બચાવો, બચાવો. (એમ કહી ચરણોમાં પડે છે.)

- (પડદા પાછળ – હે શ્રીમાન ચારુદત્ત ! છોડો, છોડો. અમે આને મારી નાખીએ છીએ.)

શકાર – (ચારુદત્ત તરફ) જેનું કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ ! રક્ષા કરો.

ચારુદત્ત – (દયા સાથે) અરે રે! શરણે આવેલનું અભય થાઓ, - અભય થાઓ !

શર્વિલક – (ક્રોધ સાથે) અરે, આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. (ચારુદત્ત તરફ) ખરેખર બોલો, આ પાપીનું શું કરવામાં આવે?

આને મજબૂત રીતે બાંધીને ખેંચો; પછી કૂતરાઓથી (એને) ફાડી ખવડાવવામાં આવે; એને શૂળી ઉપર ઊભો રાખવામાં આવે અથવા કરવત વડે વહેવરાવી (કાપી) દેવામાં આવે.

ચારુદત્ત – શું હું જે બોલું છે તે કરાય છે? -

શર્વિલક – એમાં શો સંશય છે ?

 - શકાર – માલિક ચારુદત્ત ! હું શરણે આવેલો છું. તો બચાવો. જે તમને યોગ્ય લાગે તે કરો. ફરી વાર હું એવું નહીં કરું. 

(પડદા પાછળ – નગરજનો, મારી નાખો. શા કારણે પાપીને જિવાડી રાખ્યો છે?)

શર્વિલક – અરે રે દૂર લઈ જાઓ. હે આર્ય ચારુદત્ત ! આજ્ઞા આપો, આ પાપીનું શું કરવામાં આવે. 

 ચારુદત્ત – શું હું જે બોલું છું તે કરાય છે? 

શર્વિલક – એમાં શી શંકા છે? —

ચારુદત્ત – સાચું?

શર્વિલક – સાચું. -

ચારુદત્ત – જો એમ હોય, તો જલદીથી આને...

શર્વિલક – શું મારી નાખવામાં આવે? -

ચારુદત્ત – ના, ના. મુક્ત કરો.

શર્વિલક – શા માટે. -

ચારુદત્ત – ગુનો કરનાર શત્રુ શરણે આવીને ચરણોમાં પડ્યો હોય એને શસ્ત્રથી ન હણવો.

શર્વિલક – એમ. તો (એને) કૂતરાઓ વડે ખવડાવી દેવાય. 

ચારુદત્ત – ના.... એને ઉપકારથી હણવો જોઈએ.

શર્વિલક – વાહ ! આશ્ચર્ય! હું શું કરું. આપશ્રી કહો.

ચારુદત્ત – તો (એને) મુક્ત કરી દો.

શર્વિલક – મુક્ત થઈ જા.

શકાર – આશ્ચર્ય ! મને જિવાડી દેવામાં (ઉગારી લેવામાં) આવ્યો. એમ બોલી માણસો સાથે જાય છે.


વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/rO9Iuujnq3Y

संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r

                                 સ્વાધ્યાય 

प्र. 1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत-

( 1 ) पुरुषैरधिष्ठितः शकारः कीदृशः आसीत् ?

A. पाशबद्ध:. 

B. पश्चाद्बाहुबद्ध:

C. प्रसन्न: 

 D. दुःखितः


( 2 ) 'किमहं यद् ब्रवीमि तत् क्रियते।' इति वचनं कस्य ?

A. नगरजनस्य 

B.शर्विलकस्य 

C. शकारस्य

D. चारुदत्तस्य


( 3 ) 'एवं तर्हि श्वभिः खाद्यताम् ।' एतद् वाक्यं कः वदति ?

A. शूद्रक : 

B. चारुदत्त:

C. शर्विलक:

D. शकार:


( 4 ) शकार: - आश्चर्यम् ..........अस्मि ।

A. जीवित: 

B.प्रत्युज्जीवित:

C. उज्जीवित: 

D. मुक्त:


(5) कः ..........सन्देहः ?

A. ततः 

 B. यतः 

C. अत्र 

 D. इत:


(6) सः ............ सह निर्गच्छति ।

A. पुरुषै: 

B. पुरुषं 

C. पुरुषाय 

 D. पुरुष:


( 7 ) शर्विलक: ............. प्रति पश्यति ।

A. चारुदत्ताय 

B. चारुदत्तं 

C. चारुदत्तेन 

 D. चारुदत्तात्


( 8 ) यदि एवं ............. श्वभिः खाद्यताम् ।

A. तथा  

B. यत्र

C. तत्र 

D. तर्हि


प्र. 2.रेखाङ्कितपदानां समासप्रकार लिखत-


 ( 1 ) अहह! अभयम् अभयं शरणागतस्य

उत्तरम् - शरणागतस्य - द्वितीया तत्पुरुष समास 


( 2 ) आ: अपनीयताम् अयं चारुदत्तपार्श्वात्

 उत्तरम् - चारुदत्तपार्श्वात् - षष्ठी तत्पुरुष समास


 (3) उपकारहत: कर्तव्यः ।

उत्तरम् - उपकारहतः - तृतीया तत्पुरुष समास


प्र. 3. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृतभाषायां लिखत - 

(1) शकार: चारुदत्तम् उपसृत्य किं कथयति ? 

उत्तरम् - शकार: चारुदत्तम् उपसृत्य कथयति, “आर्यचारुदत्त, परित्रायस्व, परित्रायस्व ।"


( 2 ) नेपथ्ये पौराः किं कथयन्ति ?

उत्तरम् – नेपथ्ये पौराः कथयन्ति, “व्यापादयत, किंनिमित्तं पातकी जीव्यते ?"


3 ) कृतापराध: शत्रुः यदि शरणमुपेत्य पादयोः पतितः तदा किं करणीयम् ?

उत्तरम् – कृतापराधः शत्रुः यदि शरणमुपेत्य पादयोः पतितः तदा - सः शस्त्रेण न हननीय: (हन्तव्यः वा) ।


(4) उपकारेण कः हतः ?

उत्तरम् - उपकारेण कृतापराधः शत्रुः शकार: हतः । 


प्र. 4. उदाहरणानुसारं शब्दरूपैः रिक्तस्थानानि पूरयत-


        उदा., पुरुषेण       पुरुषाभ्याम्           पुरुषैः  

( 1 ) पापस्य                पापयोः                  पापानाम्

( 2 ) पादस्य                 पादयोः                 पादानाम् 

        पादे                     पादयोः                 पादेषु

( 3 ) पौर:                    पौरौ                      पौराः

( 4 ) आर्यचारुदत्तम्       आर्यचारुदत्तौ       आर्यचारुदत्तान्

( 5 ) मुक्त:                   मुक्तौ                  मुक्ताः


प्र. 5. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत.


 ( 1 ) શકા૨ે શેનું ફળ ભોગવવાનું છે? 

 ઉત્તર : રાજાના સાળા શકા૨ે વસંતસેનાને ગૂંગળાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે. કુકર્મનું તેણે ફળ ભોગવવાનું છે.


 ( 2 ) શકાર હવે ચારુદત્તને કયા રૂપમાં જુએ છે? 

ઉત્તર : શકાર હવે ચારુદત્તને આર્યપુરુષ અને સર્વકલ્યાણકારી સ્વામી તેમજ પોતાના એકમાત્ર શરણસ્થાન રૂપે જુએ છે.


 ( ૩ ) શર્વિલક શકારને કેવો દંડ આપવાનું વિચારે છે?

 ઉત્તર : શર્વિલક શકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો; પછી કૂતરાઓથી આને ફાડી ખવડાવો; આને શૂળીના માંચડે ઊભો રાખો અથવા કરવત વડે આને વહેવરાવી દો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.