ધોરણ 10 પાઠ - 8 साक्षीभूत: मनुष्यः
( માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે અને તેઓ શું શું કરે છે એ વિષયના સંબંધમાં પુનિત અને સુનિત વાર્તાલાપ કરે છે. )
પુનીત : - ભાઈ ! માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. તેમાં ઘણું કરીને પથ્થર વગેરે જડ પદાર્થો , ગાયો વગેરે પશુઓ અને માણસો એમ ત્રણ સાક્ષીઓ બને છે. શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધ માં આ ત્રણ જુદો જુદો વ્યવહાર કરે છે.
સુનીત :- હું નથી જાણતો. પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે ?
પુનીત :- પથ્થર વગેરે તો જડ છે , તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા. એથી તેઓ તેમ જ રહે છે.
સુનીત : – ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે ?
પુનીત :- આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે. આથી તેઓ ઘટના સ્થળથી દૂર ભાગે છે.
સુનીત :- તમે સાચું કહો છો . ગાય વગેરે પશુઓ તો બુદ્ધિરહિત છે,પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટનાસ્થળથી દૂર ભાગી જાય છે તો તે પશુ જ છે.
પુનીત :- હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે તો , તે દૂર ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્ય કરે છે.
સુનીત :- તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે ?
પુનીત :- પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. મનુષ્ય જ દુઃખે દુઃખી અને સુખે સુખી થવાને યોગ્ય છે . આથી દુર્ઘટનાને લીધે પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ખરેખર જે એવા જીવને જોતા હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી , તે માણસ નથી, પરંતુ તે તો પથ્થર જ છે. કારણ કે પથ્થર ક્યારે બીજાનું દુઃખ અનુભવતો નથી.
સુનીત :- તમે બરાબર કહો છો. મેં પણ મોટેભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે. બીજું કાર્ય શું છે ?
પુનીત :- બીજું કાર્ય તો છે કર્તવ્યનું પાલન . દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનું હોય છે જેથી તેની યોગ્ય સારવાર થાય. ત્યાં જઈને ક્યારેક તેને જો લોહીની જરૂર હોય તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તેના પરિવારને સૂચના આપવાની હોય છે જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેના ખાસ સહાયક બની શકે . દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આ કર્તવ્ય છે. બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું જ હોય .
સુનીત :- ત્રીજું કાર્ય શું છે , જે ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ ?
પુનીત :- ત્રીજું કાર્ય છે બોધની પ્રાપ્તિ . માણસે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે. જ્યારે આપણે કોઈ દુર્ઘટનાનાં સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્ય બજાવતા, દુઃખ અનુભવતા આપણે તે દુર્ઘટના માટે કાંઈક બોધ પણ મેળવવાને લાયક છીએ. કારણ વિના દુર્ઘટના થતી નથી. તેમાં કોઈક માણસની ભૂલ કારણ હોય છે. તે ભૂલ જાણવી જોઈએ. ત્યાર પછી તેવી ભૂલો હું ક્યારેય નહીં કરું એવો બોધ પણ મેળવવાનો હોય જ.
સુનીત :- તમે યોગ્ય કહ્યું. ઘટનાના સાક્ષી બનવા છતાં કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં દુઃખને અનુભવતા હોય છતાં પણ જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્ય નથી.
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
Subscribe my YouTube channel - omkar Education Education
સ્વાધ્યાય video on યુટ્યુબ - coming soon
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
સ્વાધ્યાય
प्र. 1. अधोदत्तेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
( 1 ) के स्वयं क्रियां कर्तुं समर्थाः न सन्ति ?
A. पशव:
B. मनुष्या:
C. प्रस्तरा:
D. पक्षिण:
(2) गवादयः पशवः कीदृशाः भवन्ति ।
A. अचेतना:
B. सबुद्धयः
C. असमर्था:
D. निर्बुद्धयः
( 3 ) दुर्घटनाग्रस्तः जनः कुत्र नेतव्यः ?
A. गृहम्
B. ओषधालयम्
C. कुत्रापि न
D. पुलिसस्थानकम्
( 4 ) घटनाया उत्थितेन .........भयमनुभवन्ति ।
A. दुःखेन
B. ध्वनेः
C. सुखेन
D. ध्वनिना
( 5 ) साक्षिभूतेन मनुष्येण सदैव किमर्थं प्रयत्नः करणीयः ?
A. बोधप्राप्तये
B. धनप्राप्तये
C. सुखप्राप्तये
D. शान्तिप्राप्तये
( 6 ) कः परस्य दुःखेन दुःखितः भवितुमर्हति ?
A. पशु:
B. वृक्ष:
C. मनुष्यः
D. प्रस्तर:
( 7 ) साक्षिभूतस्य मनुष्यस्य द्वितीयं कार्यं किम् अस्ति ?
A. बोधप्राप्तिः
B. दुःखानुभूति:
C. भयानुभूति:
D. कर्तव्यस्य निर्वाहः
प्र. 2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत ।
( 1 ) दुर्घटनाया: साक्षिणः के भवन्ति ?
उत्तरम् - प्रायः प्रस्तरादयः जडपदार्थाः, गवादयः पशवः, मनुष्याः च इति त्रयः दुर्घटनायाः साक्षिणः भवन्ति ।
( 2 ) घटनया उत्थितात् ध्वनेः भीताः पशवः किं कुर्वन्ति ?
उत्तरम् - घटनया उत्थितात् ध्वनेः भीताः पशवः घटनास्थलात् दूरे धावन्ति ।
( 3 ) दुर्घटनाया: कारणं किं भवति?
उत्तरम् - दुर्घटनाया: कारणं कस्यचित् जनस्य त्रुटि: भवति ।
( 4 ) कर्तव्यस्य निर्वाहः कस्य कार्यमस्ति ?
उत्तरम् - कर्तव्यस्य निर्वाहः मनुष्यस्य कार्यमस्ति ।
प्र. 3. अधोप्रदत्तानां कृदन्तानां प्रकारं लिखत ।
( 1 ) भूत्वा - सम्बन्धकं भूतकृदन्तम्
( 2 ) संगत्य - सम्बन्धकं भूतकृदन्तम्
( 3 ) करणीय: - विध्यर्थ कृदन्तम्
( 4 ) दातव्यम् - विध्यर्थ कृदन्तम्
( 5 ) भवितुम् - हेत्वर्थकं कृदन्तम्
( 6 ) प्राप्तव्यः - विध्यर्थ कृदन्तम्
प्र. 4. सन्धिविच्छेदं कुरुत ।
( 1 ) मनुष्याश्चेति = मनुष्याः + च + इति
( 2 ) प्रस्तरादयस्तु = प्रस्तरादयः + तु
( 3 ) मानवोऽपि = मानव: + अपि
( 4 ) निर्वहन्तोऽपि = निर्वहन्तः + अपि
( 5 ) पशुरेव = पशु: + एव
( 6 ) यतो हि = यतः + हि
प्र. 5. रेखाङ्कितपदानां समासप्रकारं लिखत ।
( 1 ) जडपदार्था: साक्षिणः भवन्ति ।
( 2 ) अत: घटनास्थलात् दूरे धावन्ति ।
( 3 ) दुर्घटनाग्रस्तं दुःखितं जीवं पश्यन् जनः किं कुर्यात् ।
उत्तरम् -
( 1 ) जडपदार्था: - कर्मधारय समासः
( 2 ) घटनास्थलात् - षष्ठी तत्पुरुष समासः
( 3 ) दुर्घटनाग्रस्तम् - तृतीया तत्पुरुष समासः
प्र. 6. रेखाङ्कितपदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा
प्रश्नवाक्यं रचयत ।
(का, कस्याः, कस्मात्, कम् , कैः)
( 1 ) पशवः ध्वनेः भयमनुभवन्ति ।
- पशवः कस्मात् भयमनुभवन्ति ?
( 2 ) मनुष्यैः कर्तव्यस्य निर्वाहः करणीयः ।
- कैः कर्तव्यस्य निर्वाहः करणीयः ?
( 3 ) विना कारणं दुर्घटना न भवति ।
- विनां कारणं का न भवति ?
( 4 ) दुर्घटनाया: बोधं प्राप्तुम् अर्हामः ।
- दुर्घटनाया: कं प्राप्तुम् अर्हाम: ?
प्र. 7. प्रदत्तपदानि प्रयुज्य वाक्यानि रचयत ।
( 1 ) કારણ વિના દુર્ઘટના થતી નથી . (कारण विना दुर्घटना न भू)
- कारणं (कारणेन कारणात् वा) विना दुर्घटना न भवति।
(2) આપણા ત્રણ કર્તવ્યો છે. (अस्मद् त्रि कर्तव्य अस्)
- अस्माकं त्रीणि कर्तव्यानि सन्ति ।
( 3 ) પથ્થરો અચેતન હોય છે. (प्रस्तर अचेतन भू)
- प्रस्तरा: अचेतनाः भवन्ति ।
( 4 ) માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે.
(मानव सुख च दुःख अनु + भू)
- मानवः सुखं च दुःखं च अनुभवति ।
प्र. 8.अधोदत्तानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत ।
( 1 ) દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે?
ઉત્તરઃ દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જડ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે.
( 2 ) કયા મનુષ્યની પશુમાં ગણના થાય?
ઉત્તરઃ કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય, તો તેની પશુમાં ગણના થાય.
( ૩ ) દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનાં ત્રણ કર્તવ્યો કયાં કયાં છે?
ઉત્તરઃ દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનાં આ ત્રણ કર્તવ્યો છે : (1) દુઃખની અનુભૂતિ, (2) કર્તવ્યનો નિર્વાહ કરવો અને (3) બોધની પ્રાપ્તિ.
( 4 ) કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે?
ઉત્તરઃ દુર્ઘટનાના સાક્ષીરૂપ બનેલા માણસે દુર્ઘટનાથી ઘવાયેલા દુઃખી માણસને જોઈને દુઃખનો અનુભવ કરવો જોઈએ. જે આવા માણસને જોતો હોવા છતાં દુ:ખને અનુભવતો નથી તે પથ્થર છે. કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુ:ખને અનુભવતો નથી.
धन्यवाद:
जयतु संस्कृतम् जयतु भारतम्