Joshi 2

GSEB Sanskrit std 9 chapter 10 - Dauvarikasya Sevanishtha - bhashantar with swadhyay

   ધોરણ 9 પાઠ 10 -  दौवारिकस्य सेवानिष्ठा

Sanskrit std 9 chapter 10 - Dauvarikasya Sevanishtha ( दौवारिकस्य सेवानिष्ठा )

        (એક દિવસ દ્વારપાળે એક ભવ્ય દેખાવવાળા સંન્યાસીને જોયો. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો.)

સંન્યાસી – કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે.

દ્વારપાળ – મહારાજ ! પ્રણામ કરું છું. પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે.

  સંન્યાસી – સાચું. આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને (વિદ્યાર્થીઓને), સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે.

દ્વારપાળ – સંન્યાસી ! ઘણું બોલ્યા. થોભો. અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી.

સંન્યાસી – સારું. માર્ગ બતાવ. મહારાજની પાસે જવા માગું છું.

 દ્વારપાળ – (એ) શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા-ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો; રાત્રે નહીં જ.

સંન્યાસી – શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી?

દ્વારપાળ – આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં. ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે.

સંન્યાસી – (મનમાં) આ દ્વા૨૨ક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. ફરીથી આને પરખવા (હું) પ્રયત્ન કરીશ. (મોટેથી) દ્વારપાળ ! અહીં આવ. (હું) કંઈક કહેવા ઇચ્છું છું.

સંન્યાસી – તું તો દ્વારપાળ છે. ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. અમે સમસ્ત રસાયનતત્ત્વ જાણીએ છીએ.

દ્વારપાળ – હોઈ શકે; આગળ આગળ.

 સંન્યાસી – જો મારા પ્રવેશને તું નહિ રોકે, તો તને (હું) ઇચ્છા મુજબનું રસાયન આપીશ. તેનાથી પચાસ તોલા જેટલું તાંબું સોનું થશે. 

 દ્વારપાળ – અરે કપટી! (મને) વિશ્વાસઘાત કરવાનું શીખવે છે? અમે તેવા નથી. કહે, તું કોણ છે? ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. તે તને ઓળખીને યોગ્ય કરશે.

સંન્યાસી –છોડી દે, છોડી દે. હું પાછો નહીં આવું, હું એવું ફરી વાર નહીં કહું.
(દ્વારપાળ તો તેને અવગણીને હાથથી પકડીને લઈ જાય છે.) 

સંન્યાસી – (પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે) દ્વારપાળ, શું તું મને ઓળખે છે?,

દ્વારપાળ – (ચીવટથી જોઈને) અરે, ખરેખર આપ તો સ્વામી છો. શ્રીમાન, મને આપ માફ કરવાને યોગ્ય છો.

સંન્યાસી – (તેની પીઠ પર હાથ મૂકીને) દ્વારપાળ, મેં તારી પરીક્ષા લીધી. તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચરુશવત માટે લાલચુ ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ. તે શ્રીમાન ક્યાં છે? અત્યારે તેઓશ્રી શું કરે છે?

• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ - coming soon

संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r

Insta - hiteshjoshi_2026

                       સ્વાધ્યાય

प्र. 1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

 ( 1 ) दौवारिकाः कस्य आज्ञाम् अपि न प्रतीक्षन्ते ?

A. संन्यासिन: 

B. ब्रह्मण: 

C. सेनापते: 

D. नृपतेः 


( 2 ) दौवारिकः कम् अपश्यत् ?

A. संन्यासिनम् 

B. गुप्तचरम् 

C. नृपम् 

 D. मन्यते


( 3 ) अहं त्वां गुप्तचरं.........।

A. मन्ये 

B. मन्यन्ते 

C. मन्यसे 

D. दुर्गाध्यक्षम्


( 4 ) त्वं कदापि धनिकः न..........।

A. भविष्यसि 

B. भविष्यथ

C. भविष्यति

 D. भविष्यन्ति


( 5 ) 'क्षन्तुम् अर्हति माम्' इति कः वदति ?

A. दौवारिक: 

 B. संन्यासी 

C. गुप्तचर: 

 D. दुर्गाध्यक्ष:


प्र. 2. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृतभाषायां

लिखत ।

( 1 ) संन्यासी कुत्र गन्तुम् इच्छति ?

उत्तरम् - संन्यासी महाराजनिकटे गन्तुम् इच्छति ।


( 2 ) कीदृशाः जनाः प्रभूणां पुरस्कारभाजनानि भवन्ति ? 

उत्तरम् - उत्कोचाय अलोलुपाः जनाः प्रभूणां पुरस्कारभाजनानि भवन्ति ।


( 3 ) द्वारात् द्वारं के भ्रमन्ति?

उत्तरम् - तुम्बीधारकाः संन्यासिनः द्वारात् द्वारं भ्रमन्ति । 


( 4 ) दौवारिकेण कः दृष्ट: ?

उत्तरम् - दौवारिकेण आर्यः (दुर्गाध्यक्षः) दृष्टः।


(5) संन्यासी कस्य प्रामाणिकतां कीर्तयिष्यति ?

उत्तरम्- संन्यासी दौवारिकस्य प्रामाणिकतां कीर्तयिष्यति। 


प्र. 3. निम्नलिखितानां कृदन्तानां प्रत्ययनिर्देशपूर्वकं प्रकारं लिखत ।

( 1 ) क्षन्तुम् - 'तुम्' प्रत्ययः हेत्वर्थ कृदन्तम् 

( 2 ) गन्तुम् - 'तुम्' प्रत्ययः हेत्वर्थ कृदन्तम् 

( 3 ) उपसृत्य - ' ल्यप् ' प्रत्ययः सम्बन्धक भूतकृदन्तम् 

( 4 ) परित्यज्य - 'ल्यप्' प्रत्ययः सम्बन्धक भूतकृदन्तम् 


प्र. 4. अधस्तनानि वाक्यानि ह्यस्तनभूतकाले  परिवर्तयत ।

  - નીચેના વાક્યો હ્યસ્તન ભૂતકાળમાં ફેરવો :


( 1 ) त्वं धनिकः भवसि

   - त्वं धनिकः अभवः ।


 ( 2 ) वयं वनेषु वसामः।

   - वयं वनेषु अवसाम। 


( 3 ) कः अपि रात्रौ न प्रविशति ?

    - कः अपि रात्रौ न प्राविशत् ।


( 4 ) अहं त्वां गुप्तचरं मन्ये ।

    - अहं त्वां गुप्तचरम् अमन्ये ।

 

प्र. 5. रेखाङ्कितपदानां समासप्रकार लिखत ।


 ( 1 ) दौवारिकस्य सेवानिष्ठा उत्तमा आसीत्।

  उत्तरम् - सेवानिष्ठा - सप्तमी तत्पुरुष समास 


( 2 ) दुर्गाध्यक्षः निर्णयं करिष्यति ।

उत्तरम् - दुर्गाध्यक्षः – षष्ठी तत्पुरुष समास 


( 3 ) संन्यासी महाराजनिकटे गन्तुम् इच्छति ।

 उत्तरम् -महाराजनिकटे - षष्ठी तत्पुरुष समास


 ( 4 ) प्रामाणिकजना: पुरस्कारभाजनानि भवन्ति ।

  उत्तरम् - पुरस्कारभाजनानि - षष्ठी तत्पुरुष समास


प्र. 6. उदाहरणानुसारं शब्दरूपाणां परिचयं कारयत ।

     शब्दरूपम्     मूलशब्दः  अन्तः   लिङ्गम्     विभक्ति  वचनम्

 उदा.,पण्डिताः - पण्डित अ-कारान्तः पुंल्लिङ्गम्, प्रथमा-बहुवचनम्

( 1 ) कन्दरेषु - कन्दर, अ-कारान्तः पुं. - नपुं., सप्तमी- बहुवचनम् -

( 2 ) गुप्तचरम् - गुप्तचर, अ-कारान्तः पुंल्लिङ्गम द्वितीया-एकवचनम्.    

( 3 ) उत्कोचाय - उत्कोच, अ-कारान्तः पुंल्लिङ्गम चतुर्थी-एकवचनम्

( 4 ) दौवारिकेण - दौवारिक, अ-कारान्तः पुंल्लिङ्गम तृतीया-एकवचनम्


प्र. 7. सूचनानुसारं धातुरूपैः रिक्तस्थानानि पूरयत ।


      एकवचनम्               द्विवचनम्              बहुवचनम्


( 1 ) शिक्षयसि         शिक्षयथ:              शिक्षयथ

( 2 ) कथयिष्यामि     कथयिष्याव:        कथयिष्यामः

( 3 ) प्रतीक्षे              प्रतीक्षावहे             प्रतीक्षामहे

( 4 ) अभवत्            अभवताम्            अभवन्

( 5 ) अयच्छत्           अयच्छताम्           अयच्छन्


प्र. 8. प्रदत्तान् शब्दान् प्रयुज्य वाक्यानि रचयत -


( 1 )વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે. (छात्र, गुरु, प्र + नम्)

     - छात्रा: गुरुं प्रणमन्ति ।


( 2 માળી ફૂલોની માળા બનાવે છે. ( मालाकार, पुष्पमाला, रच्)

   - मालाकारः पुष्पमालां रचयति ।


( 3 ) ગણેશ પેનથી લખે છે. (गणेश, कलम (लेखनी), लिख्) 

  - गणेश: कलमेन (लेखन्या वा) लिखति।


( 4 ) પુષ્પો બાગમાં (સવારમાં) ખીલે છે.(कुसुम, उद्यान (प्रभात), वि + कस्) 

- कुसुमानि उद्याने (प्रभाते) विकसन्ति । 

( 5 ) દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે. (दौवारिक, राजप्रासाद, प्र + विश्)

   - दौवारिक: राजप्रासादं प्रविशति ।


प्र. 9. निम्नलिखितानां प्रश्नानाम् उत्तराणि त्रिभिः चतुर्भिः वा 

वाक्यैः गुर्जर्भाष्या लिखत ।


( 1 ) સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે?

ઉત્તર : સંન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજપ્રાસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે : સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, છાત્રોને, સ્ત્રીઓને તથા કન્યાઓને.


( 2 ) રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે ?

 ઉત્તર : રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે : જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમજ જે ઓળખીતાઓ હોય.


( ૩ ) પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે ?

 ઉત્તર : સંન્યાસી દ્વારપાળને કહે છે કે જો તું મને મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે, તો હું તને મનગમતું રસાયન આપીશ. તે રસાયન વડે તું પચાસ તોલા જેટલા તાંબાને સોનામાં ફેરવી શકીશ.


( 4 ) દ્વારપાળની પ્રામાણિકતા વિશે ટૂંક નોંધ લખો. 

ઉત્તર : સંન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરી અધિકારીએ દ્વારપાળને કિલ્લામાં પ્રવેશ કરવા દેવા માટે ખૂબ વિનંતી કરી, પણ દ્વારપાળે તેને અંદર દાખલ થવા દીધો નહીં. સંન્યાસીએ દ્વારપાળને ધનવાન બનાવી દેવા માટે ચમત્કારિક રસાયનતત્ત્વ આપવાની લાલચ આપી, જેના ઉપયોગથી પચાસ તોલા જેટલું તાંબું સોનામાં રૂપાંતરિત કરી શકાય. આવા પ્રલોભનને અવગણીને દ્વારપાળે સ્વામિનિષ્ઠા તથા ઈમાનદારીનો પરિચય આપ્યો માટે જ સંન્યાસીરૂપે આવેલા દુર્ગાધ્યક્ષે કબૂલ કર્યું કે જે પદ પર દ્વારપાળની નિયુક્તિ કરાઈ છે તે યથાર્થ જ છે.

                                धन्यवाद:

        जयतु संस्कृतम्                      जयतु भारतम्

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.