ધોરણ 10 પાઠ - 10 - त्वमेका भवानि
[ સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્રકાવ્યની એક આગવી પરંપરા છે. સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્તોત્ર કહે છે. આવાં સ્તોત્રો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં તો ક્યારેક ચાર, પાંચ, છ, સાત, આઠ વગેરે શ્લોકોની સંખ્યામાં નિબદ્ધ હોય છે. સ્તોત્રસાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આદિશંકરાચાર્યે રચેલાં સ્તોત્રોને પ્રાપ્ત થઈ છે. એમણે કેટલાં સ્તોત્રો રચેલાં છે, તે ચોક્કસ કહી શકાતું નથી. ઘણાં સ્તોત્રો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયાં છે. તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ એક આઠ શ્લોક ધરાવતા સ્તોત્રમાંથી પાંચ શ્લોકો પસંદ કરીને અહીં પ્રસ્તુત કર્યા છે.
જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્તોત્રનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ, જેવા કે – માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી કે પતિ-પત્ની જેવા દુન્યવી સંબંધોમાં જરાય રસ નથી. તેને મન તો આ ભવાની મા જ સર્વસ્વ છે. વળી, શાસ્ત્ર, તપ અને તીર્થ, વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ રુચિ નથી. તેને તો માત્ર પોતાની આ આરાધ્યા દેવી ભવાનીના શ૨ણે રહેવાનું પસંદ છે. તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી આ ભવાની માતા જ છે.
સુંદર રીતે ગાઈ શકાતા આ સ્તોત્ર દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતાં અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્ત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા સદૈવ કરે છે. ]
न तातो न माता न बन्धुर्न दाता
न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता ।
न जाया न विद्या न वृत्तिर्ममैव
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥ 1॥
न जानामि दानं न च ध्यानयोगं
न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् |
न जानामि पूजां न च न्यासयोगं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥2॥
હું દાન ( આપવાનું )જાણતો નથી ; હું ધ્યાનયોગ જાણતો નથી ; હું તંત્ર જાણતો નથી ; હું સ્તોત્ર અને મંત્ર જાણતો નથી ; હું પૂજા (વિધિ) જાણતો નથી અને હું ન્યાસયોગ જાણતો નથી . હે ભવાની માં ! તું જ મારું છે તું એક જ મારું શરણ છે.
न जानामि पुण्यं न जानामि तीर्थं
न जानामि मुक्तिं लयं वा कदाचित् ।
न जानामि भक्तिं व्रतं वापि मातः
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥ 3॥
હું પુણ્યને જાણતો નથી ; તીર્થયાત્રાને જાણતો નથી ; મોક્ષ ને કે બ્રહ્મા લીન થવા અંગે ક્યારેય જાણતો નથી ; હે માં (હું ) ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી ; હે ભવાની મા ! તું જ મારું શરણું છે તું એક જ મારું શરણું છે.
विवादे विषादे प्रमादे प्रवासे
जले चानले पर्वते शत्रुमध्ये
अरण्ये शरण्ये सदा मां प्रपाहि
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥4॥
વિવાદમાં , દુઃખમાં , આળસમાં , મુસાફરીમાં , પાણીમાં , અગ્નિમાં , પર્વત પર , શત્રુઓની વચ્ચે અને જંગલમાં સદા મારી રક્ષા કર . હે ભવાની મા ! તું જ મારું શરણું છે , તું એક જ મારી ગતિ છે.
अनाथो दरिद्रो जरारोगयुक्तो
महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः ।
विपत्तौ प्रविष्टः प्रणष्टः सदाऽहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥ 5 ॥
હું સદા અનાથ , દરિદ્ર , ઘડપણ અને રોગથી યુક્ત , ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા મુખ પર જડતાવાળો , આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે ભવાની મા ! તું જ મારું શરણું છે ; તું એક જ મારું શરણું છે.
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
Subscribe my YouTube channel - omkar Education Education
સ્વાધ્યાય video on યુટ્યુબ - Coming soon
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
સ્વાધ્યાય
प्र. 1. अधोदत्तेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत।
( 1 ) 'वृत्तिः' इति शब्दस्य कः अर्थः ?
A. जीवनचर्या
B. वर्तनम्
C. प्रवृत्ति: ( आजीविका )
D. निर्वृतिः
( 2 ) कुत्र प्रविष्टस्य भक्तस्य भवानी एका एव गतिः वर्तते ?
A. व्रते
B. वने
C. विपत्तौ
D. सर्वत्र
( 3 ) 'भवानि' इति........अस्ति ।
A. क्रियापदम्
B. संबोधनपदम्
C. कर्तृकारकम्
D. कर्मकारकम्
( 4 ) न जानामि..........लयं वा कदाचित् ।
A. पूजाम्
B. व्रतम्
C. मुक्तिम्
D. प्रलयम्
(5) गतिस्त्वं.........भवानि ।
A. प्रपाहि
B. वयम्
C. त्वमेका
D. भवान्
प्र. 2. उदाहरणानुसारं परिचयं कारयत ।
पदम् शब्दः लिङ्गम् विभक्तिः वचनम्
उदा., विपत्तौ - विपत्ति इ-कारान्त स्त्रीलिङ्ग सप्तमी एकवचनम्
( 1 ) पूजाम् - पूजा आ-कारान्त स्त्रीलिङ्ग द्वितीया एकवचनम्
( 2 ) वृत्तिः - वृत्ति इ-कारान्त स्त्रीलिङ्ग प्रथमा एकवचनम्
( 3 ) जले - जल अ-कारान्त नपुंसकलिङ्ग सप्तमी एकवचनम्
( 4 ) त्वम् - युष्मद् (सर्वनाम) प्रथमा एकवचनम्
( 5 ) व्रतम् - व्रत अ-कारान्त नपुंसकलिङ्गम् प्रथमा-द्वितीया एकवचनम्
प्र. 3. रेखाङ्कितपदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।
(कुत्र, किम्, कः, का)
( 1 ) अहं ध्यानयोगं न जानामि ।
- अहं किम् न जानामि ?
( 2 ) मम वृत्तिः नास्ति ।
- मम का नास्ति ?
( 3 ) अरण्ये सदा मां प्रपाहि ।
- कुत्र सदा मां प्रपाहि ?
प्र. 4. समासप्रकारं लिखत ।
( 1 ) अनाथ: - न विद्यते नाथः यस्य सः - नञ् बहुव्रीहि समासः
( 2 ) शत्रुमध्ये - शत्रूणाम् मध्ये - षष्ठी तत्पुरुष समासः
( 3 ) जाड्यवक्त्र: - जाड्यं वक्त्रे यस्य सः - बहुव्रीहि समासः
( 4 ) ध्यानयोगम् - ध्यानस्य योगः, तम् - षष्ठी तत्पुरुष समासः
प्र.5 गुर्जरभाषायां उत्तराणि लिखत ।
( 1 ) ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે?
ઉત્તરઃ ભક્ત પોતાનાં માતા-પિતા, બંધુ, પુત્ર-પુત્રી, સેવક, સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. નથી જાણતો?
( 2 ) ભક્ત શું શું નથી જાણતો ?
ઉત્તરઃ ભક્ત દાન કરવાનું જાણતો નથી; તે ધ્યાનયોગ, તંત્ર, સ્તોત્ર અને મંત્ર જાણતો નથી; તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસયોગને જાણતો નથી. વળી, તે પુણ્ય, તીર્થ, મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી. તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી.
( ૩ ) કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે?
ઉત્તર : ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે : વાદવિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને વનમાં હિંસક જનાવરો વચ્ચે.
( 4 ) ‘अनाथो दरिद्रो ....' શ્લોકમાં ભક્ત પોતાને માટે ક્યાં વિશેષણો વાપરે છે ?
ઉત્તર : ‘अनाथो दरिद्रो ...' શ્લોકમાં ભક્ત પોતાને માટે આ વિશેષણો વાપરે છે : અનાથ, દરિદ્ર, ઘડપણ અને રોગોથી ઘેરાયેલો, ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો, મુખ પર જડતાવાળો, આપત્તિગ્રસ્ત અને નષ્ટભ્રષ્ટ થયેલો.
प्र. 6. श्लोकपूर्ति कुरुत ।
( 1 ) विवादे विषादे.......त्वमेका भवानि ।।
उत्तरम् - विवादे विषादे प्रमादे प्रवासे
जले चानले पर्वते शत्रुमध्ये ।
अरण्ये शरण्ये सदा मां प्रपाहि
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।।
( 2 ) अनाथो दरिद्रो.......त्वमेका भवानि ।।
उत्तरम् - अनाथो दरिद्रो जरारोगयुक्तो
महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः ।
विपत्तौ प्रविष्टः प्रणष्ट: सदाऽहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।।
धन्यवाद:
जयतु संस्कृतम् जयतु भारतम्