ધોરણ 11 પાઠ - 2. विना वृक्षं गृहं शून्यम्
વેદવ્યાસજી રચિત મહાભારતમાં અઢાર પર્વ છે. તેમાંના શાન્તિપર્વના અધ્યાય 184માં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે. આ સંવાદમાંથી કેટલાંક પઘોને પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યાં છે. એ પદ્યોમાં પ્રસ્તુત વિષયવસ્તુનો ઉપસંહાર કરવા માટે છેલ્લે સંપાદિત પદ્યો પણ મૂક્યાં છે અને અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક મૂક્યો છે.
મહાભારત એક પ્રકારે તો જ્ઞાનકોષ છે. તેમાં જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાન્તિપર્વમાં આવતા ભારદ્વાજ અને ભૃગુના આ સંવાદમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહિ, એવો પ્રશ્ન ભારદ્વાજ ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે, તે બહુ જ મહત્ત્વનું છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક આપ્યા છે, તેમનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સહુ કોઈ કરી શકે એમ છે.
ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારનાં જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કરે છે. આ વાત કહીને ભૃગુએ વૃક્ષમાં ચૈતન્ય-જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે. અહીં જે પદ્ય છે, તે બધાં અનુષ્ટુપ્ છંદમાં છે.
वल्ली वेष्टयते वृक्षं सर्वतश्चैव गच्छति ।
न ह्यदृष्टेश्च मार्गोऽस्ति तस्मात् पश्यन्ति पादपाः ॥ १॥
- : વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે. તેમજ આંખો ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે. તેથી (સમજી શકાય કે) વૃક્ષો જુએ છે.
पुण्यापुण्यैस्तथा गन्धैर्धूपैश्च विविधैरपि ।
अरोगाः पुष्पिताः सन्ति तस्माज्जिघ्रन्ति पादपाः ॥ २ ॥
- : વૃક્ષો પવિત્ર-અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગ વગરનાં અને પુષ્પોવાળાં બને છે, તેથી કહી શકાય કે તેઓ સૂંઘે છે.
पादैः सलिलपानाच्च व्याधीनां चापि दर्शनात् ।
व्याधिप्रतिक्रियत्वाच्च विद्यते रसनं द्रुमे ॥ ३ ॥
- : પગ વડે પાણી પીવાને કારણે, રોગોના દેખાવાથી અને રોગોનો સામનો કરવાની ક્રિયાને કારણે વૃક્ષમાં રસનેન્દ્રિય – જીભ છે.
वक्त्रेणोत्पल-नालेन यथोर्ध्वं जलमाददेत् ।
तथा पवनसंयुक्तः पादैः पिबति पादपः ॥ ४॥
- : જેમ કમળ દાંડીરૂપી મુખથી ઊંચેથી પાણી લે છે– તેમ વૃક્ષ પવન-પ્રાણથી યુક્ત એવું પોતાના પગો વડે પીએ છે. (પોતાના મૂળો દ્વારા પાણી પી શકે છે.)
सुखदुःखयोश्च ग्रहणाच्छिन्नस्य च विरोहणात्।
जीवं पश्यामि वृक्षाणामचैतन्यं न विद्यते ॥ ५ ॥
- : સુખ અને દુ:ખ ગ્રહણ કરવાને કારણે અને કપાયેલા(વૃક્ષ)ના (ફરી) પાંગરવાને કારણે વૃક્ષોમાં હું (જીવ)ચૈતન્ય જોઉં છું; ચેતનતાનો અભાવ નથી.
तेन तज्जलमादत्तं जरयत्यग्नि-मारुतौ ।
आहारपरिणामाच्च स्नेहो वृद्धिश्च जायते ॥ ६ ॥
- : તેનાથી તે વૃક્ષોથી ખેંચેલું પાણી અગ્નિ અને પવન પચાવે છે અને આહારનું પરિણામ મળતું હોવાને કારણે સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે.
एतेषां सर्ववृक्षाणामुच्छेदं न तु कारयेत् ।
संवर्धने विशेषेण प्रयतेत ह्यतन्द्रितः ॥ ७॥
- : આ બધાં વૃક્ષોનો ઉચ્છેદ (વિનાશ) ન કરાવવો; ખાસ કરીને જાગ્રત રહીને (વૃક્ષોને) ઉછેરવામાં પ્રયત્ન કરવો જોઈએ.
यथा वृक्षः तथा पुत्रः सदा श्रेयस्करावुभौ ।
विना वृक्षं गृहं शून्यं पुत्रहीनं कुलं तथा ॥ ८ ॥
- : જેમ વૃક્ષ તેમ પુત્ર બંને હંમેશાં કલ્યાણકારી હોય છે. જેમ વૃક્ષ વિના ઘર શૂન્ય – ખાલીખમ છે તેમ પુત્ર વગરનું કુળ શૂન્ય – ફોગટ છે.
एकेनापि सुवृक्षेण पुष्पितेन सुगन्धिना |
वासितं वै वनं सर्वं सुपुत्रेण कुलं यथा ॥ ९॥
- : જેમ સારા સદ્ગુણી પુત્ર વડે આખું કુળ શોભે છે, તેમ એકાદ ખીલેલા સુગંધીદાર સારા વૃક્ષ વડે આખું વન મહેંકી ઊઠે છે.
વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
Subscribe my YouTube channel - omkar Education Education
સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/lguJKpwah8g
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો.
( 1 ) का वृक्षं वेष्टयते ?
उत्तरम् - वल्ली वृक्षं वेष्टयते ।
( 2 ) आहारपरिणामात् किं किं जायते ?
उत्तरम् - आहारपरिणामात् स्नेहः वृद्धिः च जायते ।
( 3 ) कस्मिन कार्ये अतन्द्रितः प्रयतेत ?
उत्तरम् - वृक्षाणां संवर्धने अतन्द्रितः प्रयतेत ।
( 4 ) कौ श्रेयस्करौ स्तः ?
उत्तरम् - वृक्षः च पुत्रः च उभौ श्रेयस्करौ स्तः ।
( 5 ) कीदृशं गृहं शून्यम् अस्ति ?
उत्तरम् - पुत्रहीनं गृहं शून्यम् अस्ति ।
2. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો.
1. वल्ली वृक्षं ........ गच्छति ।
एकत:
सर्वत:
उभयत:
अन्यत:
2. सलिलपानात् इति पदस्य कः अर्थः ?
जलस्य पानात्
जलेन पानात्
जले पानात्
जलं पानात्
3. पादपः पादैः किं करोति ?
खादति
पिबति
चलति
गच्छति
4. वृक्षाणाम् .........न विद्यते।
सत्ता
रूपम्
अचैतन्यम्
चैतन्यम्
5. वृक्षाणाम् ........ न कारयेत् ।
पालनम्
छादनम्
उच्छेदम्
पोषणम्
6. यथा वृक्षः तथा ...... ।
वनम्
पुत्र:
जलम्
धनम्
3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો :
( 1 ) વૃક્ષ જુએ છે, એ કેવી રીતે કહી શકાય?
- : વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષની ચારે તરફથી તે સરકે છે. વૃક્ષને આંખો નથી તેમ છતાં તેને માર્ગ મળી રહે છે. તેથી કહી શકાય કે વૃક્ષ જુએ છે.
(2) વૃક્ષમાં રસન છે, એ શાથી સિદ્ધ થાય છે?
- : પગ વડે પાણી પીવાને કારણે, રોગોના દેખાવાથી અને રોગોનો સામનો કરવાની ક્રિયા કરવાને કારણે સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસન – રસનેન્દ્રિય અર્થાત્ જીભ છે.
(3) કયાં કયાં કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે?
- : વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે, તે કપાયેલું હોય તોપણ ફરી પાંગરે છે. આ કારણો આપીને તેમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે.
( 4 ) વૃક્ષે પીધેલા પાણીનું શું થાય છે?
- : વૃક્ષ જે પાણી પીએ છે, તેને અગ્નિ અને પવન પચાવે છે; એ આહારનું પરિણામ મળતું હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેનો વિકાસ પણ થાય છે.
( 5 ) વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ?
- : વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્ણ, આત્મીયતા સાથે, પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. વૃક્ષોનો આડેધડ વિનાશ ન કરવો જોઈએ; વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ.
પ્રશ્ન 4. સમીક્ષાત્મક નોંધ લખો :
( 1 ) વૃક્ષના ચૈતન્યની સિદ્ધિનાં કારણો
- : વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે; તેને આંખો નથી તેમ છતાં તેને માર્ગ મળી રહે છે, એટલે વૃક્ષોને આંખો છે એમ કહી શકાય.
→ વૃક્ષો જાતજાતનાં ગંધ અને ધૂપ વડે પણ નીરોગી અને પુષ્પથી યુક્ત થયેલાં હોય છે. આમ, તેઓ સૂંઘે છે. ( અર્થાત્ નાક પણ છે. )
→ વૃક્ષ પગ વડે પાણી પીએ છે અને વ્યાધિઓના દેખાવાથી અને સામનો કરવાની ક્રિયાને કારણે વૃક્ષમાં રસનેન્દ્રિય – જીભ છે.
→ વૃક્ષ સુખ અને દુઃખને ગ્રહણ કરે છે અને પોતે કપાયું હોય તોપણ ફરી પાંગરે છે. આમ, તેમાં ચૈતન્ય – જીવ છે. -
→ વૃક્ષ જે પાણી ખેંચે છે તે અગ્નિ અને પવન પચાવે છે; એ આહારનું પરિણામ મળતું હોવાને લીધે તેમાં સ્નિગ્ધતા અને વૃદ્ધિ જોવા મળે છે.
92 ) વૃક્ષનો મહિમા
- : વૃક્ષો અને લતાઓ કેવળ મનુષ્યોનાં જ નહિ, પરંતુ અન્ય પ્રાણીઓનાં પણ મિત્રો છે. तिष्ठन्ति स्वयम् आतपे - વૃક્ષો પોતે તડકામાં ઊભાં રહે છે અને બીજાંઓનો તાપ હરે છે. કેટલાંક વૃક્ષો ઉન્નત અને કેટલાંક ઓછી ઊંચાઈવાળાં હોય છે. વિવિધ વૃક્ષો અનેક પ્રકારનાં ઘરનાં સાધન આપે છે. આજકાલ સ્વાર્થી લોકો વૃક્ષોને ધન કમાવા માટે કાપે છે. વૃક્ષોના અભાવથી એક દિવસ પર્યાવરણનો નાશ થશે અને પછી વરસાદના અભાવે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. તેના પરિણામે લોકોને ધાન્ય વગેરે મળતાં નથી. વૃક્ષો મનુષ્યોની અન્ન, વસ્ત્ર વગેરે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને ઔષધિસંબંધી ગુણો વડે જીવનની વૃદ્ધિ કરે છે. આથી સૌએ તેની રક્ષા કરવી જોઈએ. वृक्षाः सत्पुरुषा इव - વૃક્ષો માત્ર સત્પુરુષો જ નથી, પરંતુ સાક્ષાત્ કલ્પવૃક્ષો પણ છે.
પ્રશ્ન 5. નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો :
( 1 ) तस्माज्जिघ्रन्ति पादपाः ।।
- : તેથી વૃક્ષો સૂંઘે છે.
સ્પષ્ટીકરણ : यन्न भारतं तन्न भारतम्... એટલે કે જે મહાભારત માં નથી તે આખા ભારતમાં ક્યાંય નથી. તો આવા મહાભારતના 18 પર્વો છે. જેમાં એક શાંતિપર્વ આવે છે. તેમાં ભારદ્વાજ અને ભૃગુનો એક સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહિ, એવો પ્રશ્ન ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે, તે બહુ જ મહત્ત્વનું છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક આપ્યા છે, તેમનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે છે.
ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની (ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયોની) આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદાં જુદાં પ્રકારનાં જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કરે છે. પ્રસ્તુત પંક્તિ જે અને શ્લોકમાંથી લેવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે ‘‘વૃક્ષો પુણ્ય પાપ વડે, જાતજાતનાં ગંધ અને ધૂપ વડે પણ નીરોગી અને પુષ્પોથી યુક્ત રહે છે. તેથી વૃક્ષો સૂંઘે છે અર્થાત્ તેમને ઘ્રાણેન્દ્રિય છે.’’
એટલે જ કીધું છે કે ... - तस्माज्जिघ्रन्ति पादपाः ।
ભૃગુએ પોતાના તર્કો રજૂ કરતાં સિદ્ધ કર્યું છે કે વૃક્ષોને પણ માનવશરીરમાં જેમ જ્ઞાનેન્દ્રિયો હોય છે, તેમ સૂંઘવાની ઇન્દ્રિય છે.
( 2 ) पादै: पिबति पादप: ।।
- : વૃક્ષ પગો વડે પીએ છે.
સ્પષ્ટીકરણ : यन्न भारतं तन्न भारतम्... એટલે કે જે મહાભારત માં નથી તે આખા ભારતમાં ક્યાંય નથી. તો આવા મહાભારતના 18 પર્વો છે. જેમાં એક શાંતિપર્વ આવે છે. આ શાંતિપર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો રસપ્રદ અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં વિશેષતઃ તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહિ, એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુનું જે વક્તવ્ય છે તે અગત્યનું છે. ભૃગુના કથનમાં સ્પષ્ટપણે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. વૃક્ષને પાદપ એટલા માટે કહે છે કે તે પગથી પાણી પીએ છે. વૃક્ષના પગ એટલે વૃક્ષનાં મૂળ. વૃક્ષ પોતાનાં મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે, ખેંચે છે – પીએ છે.
આમ મૂળ દ્વારા પાણીને ગ્રહણ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા વૃક્ષના શરીરમાં ગોઠવાયેલી છે. આ પ્રક્રિયા તરફ ધ્યાન દોરીને આચાર્ય ભૃગુ ભારદ્વાજને વૃક્ષમાં રહેલા ચૈતન્યનો – જીવનો સ્વીકાર કરાવે છે. ચૈતન્યયુક્ત શરીરમાં પાણી ગ્રહણ કરવાનું અને સમગ્ર શરીરમાં તે પાણીને ફરતું કરવાનું કાર્ય શક્ય છે, તે સિવાય નહિ. આ ઉપરથી વૃક્ષમાં ચૈતન્ય છે એ વાત પુરવાર થાય છે.
આચાર્ય ભૃગુનો વૃક્ષમાં ચૈતન્ય છે એ સિદ્ધ કરવા માટેનો પ્રયાસ તર્કયુક્ત અને સચોટ છે.
( 3 ) एतेषां सर्ववृक्षाणाम् उच्छेदं न तु कारयेत् ।
- : આ બધાં વૃક્ષોનો વિનાશ ન કરાવવો.
• સ્પષ્ટીકરણ :यन्न भारतं तन्न भारतम्... એટલે કે જે મહાભારત માં નથી તે આખા ભારતમાં ક્યાંય નથી. તો આવા મહાભારતના 18 પર્વો છે. જેમાં એક શાંતિપર્વ આવે છે. આ શાંતિપર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો રસપ્રદ અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં ખાસ કરીને તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહિ, એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુ જે કહે છે તે મહત્ત્વપૂર્ણ છે. ભૃગુના વક્તવ્યમાં સ્પષ્ટપણે વૃક્ષમાં ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે. મનુષ્યજીવનમાં વૃક્ષોનું અત્યંત મહત્ત્વ છે એવું સમજાવતાં ભૃગુ કહે છે કે આ વૃક્ષોનો કદાપિ ઉચ્છેદ વિનાશ ન કરવો કે ન કરાવવો.
- આચાર્ય ભૃગુ વૃક્ષોની સુરક્ષા – સુરક્ષિતતા માનવજીવનમાં રહેવી આવશ્યક છે એમ યથાર્થ રીતે કહે છે.કારણ કે પર્યાવરણ તેમજ ગ્લોબલ વોર્મિંગ વગેરે સમસ્યાઓનો હલ કરવા વૃક્ષો ખૂબ જ જરૂરી છે.
4 ) विना वृक्षं गृहं शून्यं पुत्रहीनं कुलं तथा ।।
- : જેમ વૃક્ષ વિનાનું ઘર ખાલીખમ છે તેમ પુત્ર વગરનું કુળ વ્યર્થ છે.
સ્પષ્ટીકરણ : यन्न भारतं तन्न भारतम्... એટલે કે જે મહાભારત માં નથી તે આખા ભારતમાં ક્યાંય નથી. તો આવા મહાભારતના 18 પર્વો છે. જેમાં એક શાંતિપર્વ આવે છે. આ શાંતિપર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો રસપ્રદ અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે. આ દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહિ, એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુનું વક્તવ્ય બહુ જ મહત્ત્વપૂર્ણ છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ – ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે.
વૃક્ષમાં જીવ હોવાની વાત પ્રસ્થાપિત કરતાં આચાર્ય ભૃગુ પુત્ર અને વૃક્ષ બંનેને શ્રેયસ્કર કહે છે. પુત્ર વગરનું કુળ શોભતું નથી. કોઈ કુળ ધન-ધાન્ય, વસ્ત્ર-અલંકાર, રાચરચીલાથી ભરપૂર હોય, પણ જો એ કુળમાં સંતાન ન હોય, તો એ બધી વસ્તુઓના અસ્તિત્વનો કોઈ મતલબ રહેતો નથી. આવા ઘરને તો શૂન્ય – ખાલીખમ, વ્યર્થ માનવામાં આવે છે. એવી જ રીતે જો કોઈ ઘરમાં બધું જ હોય, પણ આંગણામાં વૃક્ષ ન હોય, તો તે ઘર રાચરચીલાથી ભરપૂર હોવા છતાં, તે ને ખાલીખમ સમજવું જોઈએ, એવો આશય અહીં વ્યક્ત થયો છે.
આચાર્ય ભૃગુએ પુત્ર વગરના કુળને શૂન્ય કહીને પોતાની વ્યવહારકુશળતા સિદ્ધ કરી છે અને વૃક્ષોની ઉપયોગિતા સાબિત કરી છે. તેથી જ તો કેવાયું છે કે - वृक्षो नारायणोऽस्ति ।।
6. श्लोकस्य पूर्ति विधेया ।
(1) सुखदु:खयोश्च .....न विद्यते ॥
सुखदुःखयोश्च ग्रहणाच्छिन्नस्य च विरोहणात्।
जीवं पश्यामि वृक्षाणामचैतन्यं न विद्यते ॥
(2) यथा वृक्षः ......कुलं तथा ॥
यथा वृक्षः तथा पुत्रः सदा श्रेयस्करावुभौ ।
विना वृक्षं गृहं शून्यं पुत्रहीनं कुलं तथा ॥