Joshi 2

GSEB Sanskrit std 10 chapter 6 kashthakhand - bhashantar with swadhyay

 ધોરણ 10 પાઠ 6  -  काष्ठखण्ड:

ગુરૂ-શિષ્ય સંવાદ

ગંગાનદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહ વડે લઇ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું , “ આ ( લાકડાનો ટુકડો ) પાણીના પ્રવાહ સાથે સમુદ્ર પહોંચશે પણ જવાના માર્ગમાં કિનારા પરનો જોડાણ , ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું , વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું - એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ . ‘’

ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે : “ આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ . આપણું જીવન જ નદી છે. ( આપણો ) પરિવાર પ્રવાહ છે ત્યાં સ્નેહરૂપી પાણી વહે છે પોતાના પરિવારમાં જીવનમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓરૂપ આપણે સૌ જો ચાર વિઘ્નો ન હોય તો સુખ થી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ .”

“ જીવનમાં કેવા વિઘ્નો હોય છે ? ” શિષ્ય પૂછ્યું .

   ગુરુ ઉપદેશ આપતા કહ્યું નદી જીવનમાં આહાર , નિદ્રા , ભય વગેરે તીરરૂપ છે. કિનારાઓ પર જોડાણ એટલે કે આહાર , નિદ્રા , ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું . હકીકતમાં આહાર વગેરે સેવવાયોગ્ય છે, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર , નિદ્રા , ભય વગેરે માં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડરૂપ આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ.”

      સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. જોકે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે. પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજીક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જ જાય છે. ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસારસાગરને પામી શકતો નથી.

મદિરાપાન , જુગારની રમત , તમાકુનું સેવન , ચોરી વગેરે ખરાબ વ્યસનો માનવજીવનમાં વમળ જેવા છે. એ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. આથી તેમાં પતન જ ન થાય તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે.  જે માણસો વ્યસનોમાં પડેલા છે તેવો તરવા છતાં એક સ્થળે ચોમેર ફરતા રહે છે તેમની પ્રગતિ અટકી જાય છે.  પછી તેઓ સુખાદિરૂપ સંસારસાગરને મેળવી શકતા નથી .

પરિવારથી વિમુખતા એ જ નદીના જળથી વિખૂટું પડવાનું છે. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસારસાગરમાં પહોંચવા સમર્થ થઈએ છીએ . પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુખ થઈ જાય છે  તો તે પણ નદી ( પરિવાર ) ના  જળ  ( સ્નેહ ) થી વિખૂટો પડેલો ક્યારે પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસારસાગરને પ્રાપ્ત કરતો નથી .

ચાર વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસારસાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે .

 

• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે...

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ - Coming soon

           સ્વાધ્યાય

प्र. 1. अधोदत्तेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

( 1 ) जलप्रवाहे गुरुः शिष्यं किं दर्शयति ?

A. पाषाणखण्डम्                         B. काष्ठखण्डम् 

C. काञ्चनम्                               D. गमनमार्गम्


( 2 ) वयं सर्वे मानवाः कीदृशाः इव स्म: ?

A. जलम् इव                              B. नदी इव

C. विघ्ना इव                              D. काष्ठखण्डा इव


(3) सामाजिको व्यवहारः कुत्र अपेक्षितो भवति? 

A. सुखे                                   B. शुभप्रसङ्गे 

C. सर्वत्र                                  D. अतिदु:खे


(4) केषां जनानां प्रगतिः बाधितां

A. भयग्रस्तानाम्                       B. व्यसनिजनानाम्

C. व्यावहारिकानाम्                   D. शिष्यजनानाम् 


(5) गुरु: .........सह उपविष्टः आसीत् ।

A. शिष्ये                                 B. शिष्येण 

C. शिष्यस्य                             D. शिष्यम्


(6)..........प्रतिमुखत्वम् एव नदीजलवियोगः।

A. परिवारात्                           B. संसारात्

C. व्यवहारात्                          D. प्रवाहात्


(7) आहारादयः .......... भवन्ति ।

A. सेवनीया:                           B. सेवनीय: 

C. सेवनीयो                             D. सेवनीयम्


(8) सामाजिको व्यवहारः शक्तिमनतिक्रम्य न .........। 

A. भवेताम्                             B. भवेयुः 

C. भवेत्                                 D. भवेयम्


( 9 ) गमनमार्गे ........... विघ्नाः भवन्ति ।

A. एक:                                B. सप्त

C. त्रयः                                 D. चत्वार:


प्र. 2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत ।

( 1 ) गुरुः कुत्र वर्तमानः आसीत् ?

उत्तरम् - गुरु: गङ्गातीरे वर्तमानः आसीत् ।


( 2 ) गुरु: कम् उपदिशति ?

 उत्तरम् - गुरु: शिष्यम् उपदिशति ।


( 3 ) प्रवाहरूपे परिवारे किं वहति ?

उत्तरम् – प्रवाहरूपे परिवारे स्नेहरूपं जलं वहति । 


( 4 ) कीदृशाः जनाः एकस्मिन् स्थाने भ्रमन्ति ? 

उत्तरम् - व्यसनेषु पतिताः जनाः एकस्मिन् स्थाने भ्रमन्ति । 


( 5 ) विघ्नरहिताः जनाः कीदृशं समुद्रं प्राप्नुवन्ति ?

 उत्तरम् - विघ्नरहिताः जनाः ज्ञानेन सुखेन च पूर्णम् आनन्दमयं संसारसमुद्रं प्राप्नुवन्ति ।


प्र. 3.कृदन्तप्रकारं लिखत - 

( 1 ) आगन्तुम् - हेत्वर्थकृदन्तम्

( 2 ) अतिक्रम्य - सम्बन्धकं भूतकृदन्तम् 

( 3 ) पतिता: - कर्मणि भूतकृदन्तम् 

( 4 ) करणीयाः - विध्यर्थ कर्मणि कृदन्तम्

( 5 ) बाधिता - कर्मणि भूतकृदन्तम्


प्र. 4. सन्धिं योजयत - -

( 1 ) शिष्यः + अपृच्छत् = शिष्योऽपृच्छत् 

( 2 ) पतितः + जनः = पतितो जनः

( 3 ) अतः + तत्र = अतस्तत्र

( 4 ) प्रगति: + तेषाम् = प्रगतिस्तेषाम् 

( 5 ) गुरु: + अग्रे = गुरुरग्रे  


प्र. 5. अधोप्रदत्तानां पदानां समासप्रकारं लिखत ।

( 1 ) भाराधिक्येन - षष्ठी तत्पुरुष समास 

( 2 ) आहारनिद्राभयादय: - इतरेतर द्वन्द्व समास; बहुव्रीहि समास

( 3 ) संसारसमुद्रम् - कर्मधारय समास 

( 4 ) सुखपूर्णम् - तृतीया तत्पुरुष समास


प्र. 6. धातुरूपाणां परिचयं कारयत -

( 1 ) भ्रमन्ति :- भ्रम् परस्मैपदम्  वर्तमानकाल अन्य पुरुष बहुवचनम् 

( 2 ) अपृच्छत् - प्रच्छ (पृच्छ) परस्मैपदम् ह्यस्तनभूतकाल अन्य पुरुष एकवचनम्

( 3 ) भवेयुः - भू (भव) परस्मैपदम् विध्यर्थ अन्य पुरुष बहुवचनम् 

(4) भवामः - भू (भव) परस्मैपदम्  वर्तमानकाल उत्तम पुरुष बहुवचनम् 


प्र. 7. पुरुषवचनानुसारं शब्दरूपाणां परिचयं कारयत -

 शब्दरूपम्      मूलशब्दः     विभक्तिः   वचनम्   

उदा., देशे       देश            सप्तमी     एकवचनम्  

( 1 ) प्रवाहेण  - प्रवाह       तृतीया    एकवचनम्  

( 2 ) अस्माकम्  - अस्मद् (सर्वनाम) षष्ठी बहुवचनम् 

( 3 ) तीरेषु -   तीर  सप्तमी बहुवचनम् 

( 4 ) व्यवहारान् - व्यवहार  द्वितीया बहुवचनम् 

( 5 ) परिवारात् -   परिवार   पञ्चमी   एकवचनम् 


प्र. 8. अधोदत्तानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत-

( 1 ) સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી?

ઉત્તરઃ જે માણસો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે, તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે. ડૂબેલો માણસ સુખમય સંસારસાગરમાં પહોંચી શકતો નથી, અર્થાત્ તેવો માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી.


( 2 ) લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? 

ઉત્તર : લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડો (લાકડાના ટુકડાઓ) જેવા કહ્યા છે કારણ કે, આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો ચાર વિઘ્નો ન આવે, તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ.


(૩) સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયાં કયાં વિઘ્ન આવી શકે છે?

ઉત્તર : સમુદ્ર સુધી જવામાં ચાર વિઘ્નો આવી શકે છે - (1) કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે. (2) બીજું વિઘ્ન છે, ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. (3) ત્રીજું વિઘ્ન છે, પાણીમાંના વમળમાં ફસાવું અને (4) ચોથું વિઘ્ન, નદીના પાણીથી વિખૂટું પડવું.


( 4 ) ‘આવર્તપાત નામના વિઘ્ન’ને સમજાવો. 

ઉત્તર : ‘આવર્તપાત’ એટલે પાણીના વમળમાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતાં ચાર વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે. કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી શકે નહિ. કાષ્ઠખંડ જેવા મનુષ્યો જો સુખરૂપી સંસારસાગરમાં પહોંચવા ઇચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો હોય છે. એટલે કે તેમણે પણ વ્યસનોરૂપી વમળમાં પડતાં બચવાનું હોય છે.


प्र. 9. विभागद्वयं यथार्थरीत्या संयोजयत - 'ક' અને 'ખ' વિભાગોને યોગ્ય રીતે જોડો ઃ

'क'                                              'ख'


( 1 ) आवर्तपातता            ( 1 ) परिवारात् प्रतिमुखत्वम्

( 2 ) तीरे संलग्नता          ( 2 ) सामाजिकव्यवहाराणां               

                                            भाराधिक्यम् 

( 3 ) जलवियोग:            ( 3 ) व्यसनेषु सततं पतनम्

( 4 ) जले निमग्नता        ( 4 ) आहारादीनां सेवने सततं          

                                              प्रवृत्तिः

                                   ( 5 ) तन्न युक्तं साम्प्रतं क्षणमपि    

                                              अत्र अवस्थातुम्


उत्तरम् - 

( 1 ) आवर्तपातता - व्यसनेषु सततं पतनम्

( 2 ) तीरे संलग्नता - आहारादीनां सेवने सततं प्रवृत्तिः

( 3 ) जलवियोगः - परिवारात् प्रतिमुखत्वम् 

( 4 ) जले निमग्नता - सामाजिकव्यवहाराणां भाराधिक्यम्

                                     धन्यवाद:

                   जयतु संस्कृतम्       जयतु भारतम्

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.