ધોરણ 9 પાઠ - 6 सर्वं चारूतरं वसन्ते ।
[ મહાકવિ કાલિદાસ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે. તેમણે કુલ સાત કૃતિઓ રચી છે જેમાં માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાનશાકુન્તલ એ ત્રણ નાટકો, રઘુવંશ અને કુમારસંભવ એ બે મહાકાવ્યો અને ઋતુસંહાર તથા મેઘદૂત એ બે ખંડકાવ્યોનો સમાવેશ થાય છે.
મહારાજા વિક્રમાદિત્યની રાજસભાનાં નવ રત્નોમાં કાલિદાસ પણ એક હતા એવી માન્યતા છે. આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની પહેલી શતાબ્દી (એટલે કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાંનો) માનવામાં આવે છે.
આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે. એક બાજુ અભિજ્ઞાનશાકુન્તલ નાટકમાં તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યાં છે, તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુસંહારમાં આબેહૂબ બેનમૂન પ્રકૃતિવર્ણન કર્યું છે.
પ્રસ્તુત પાઠમાં ઋતુસંહારમાંથી વસંતનું વર્ણન કરનારાં પાંચ પદ્યોનો અભ્યાસ કરીશું. આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે, એ વાત શીખવાની સાથે સાથે તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગોનો પણ અભ્યાસ કરવાનો છે. ]
द्रुमाः सपुष्पाः सलिलं सपद्मं
स्त्रियः सकामाः पवनः सुगन्धिः ।
सुखाः प्रदोषा दिवसाश्च रम्याः
सर्वं प्रिये चारुतरं वसन्ते ॥1॥
- વૃક્ષો ફુલોવાળા છે , પાણી કમળોવાળો છે , સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુવાસવાળો છે, પ્રદોષકાળ (રાતનો પ્રારંભિક કાળ ) સુખમય અને દિવસો રળિયામણા છે. હે પ્રિયા ! વસંતઋતુમાં બધું ખૂબ સોહામણું લાગે છે.
वापीजलानां मणिमेखलानां
शशाङ्कभासां प्रमदाजनानाम् ।
आम्रद्रुमाणां कुसुमानतानां
ददाति सौभाग्यमयं वसन्तः ॥2॥
- આ વસંત વાવોનાં જળને , મણીઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની કાંતિવાળા સ્ત્રીઓને અને મોર થી લચી પડેલા આમ્રવૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે.
कर्णेषु योग्यं नवकर्णिकारं
चलेषु नीलेष्वलकेष्वशोकम् ।
शिखासु पुष्पं नवमल्लिकायाः
प्रयान्ति कान्तिं प्रमदाजनानाम् ॥3॥
- મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજુ કરેણનું ફૂલ , ફર-ફરતા કાળા વાળમાં અશોકપુષ્પ અને શિખાઓ પર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે.
गुरूणि वासांसि विहाय तूर्णं
तनूनि लाक्षारसरञ्जितानि ।
सुगन्धिकालागुरुधूपितानि
धत्ते जनः काममदालसाड्गः ॥4॥
- પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો ભારા વસ્ત્રો જલ્દી ત્યજીને સુગંધીદાર કાળા અગરૂના ધુપવાળા , લાખના રસથી રંગાયેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે.
किं किंशुकै: शुकमुखच्छविभिर्न भिन्नं
किं कर्णिकारकुसुमैर्न हतं मनोजैः ।
यत्कोकिलः पुनरयं मधुरैर्वचोभिः
यूनां मनः सुवदनानिहितं निहन्ति ॥ 5 ॥
- પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી શું ભેદાયુ નથી ? કરેણનાં સુંદર ફૂલો વડે શું હણાયું નથી ? વળી ,આ કોયલ મધુર ટહુકાઓથી જુવાનિયાઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે.
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
Subscribe my YouTube channel - omkar Education Education
સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/igtgT80RMqE
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
Insta - hiteshjoshi_2026
સ્વાધ્યાય
1. विकल्पेभ्यः समुचितम् उत्तरं चित्वा लिखत ।
(1) वसन्ते पवनः कीदृशो भवति ?
(क) सुगन्धिः ✓
(ख) कठोर:
(ग) मृदुः
(घ) उष्ण:
(2) कः मधुरै: वचोभिः मनः निहन्ति ?
(क) मयूरः
(ख) वायसः
(ग) कोकिल: ✓
(घ) चटक:
(3) रेखाङ्कितपदस्य समासनाम लिखत । वापीजलानां सौभाग्यं ददाति ।
(क) तत्पुरुषः
(ख) षष्ठीतत्पुरुषः ✓
(ग) द्वन्द्वः
(घ) इतरेतरद्वन्द्वः
(4) 'पद्म' शब्दस्य अर्थः कः ?
(क) કમળ ✓
ख) પગ
(ग) પાદુકા
(घ) પાક
(5) 'वदनम्' शब्दस्य पर्यायशब्दं चित्वा लिखत ।
(क) वाद:
(ख) मुखम् ✓
(ग) वादनम्
(घ) वाद्यम्
Subscribe - Omkar Online Education
2. अधोलिखितानां प्रश्नानां संस्कृतभाषया उत्तराणि लिखत ।
(1) वसन्तः सौभाग्यं कस्मै ददाति ?
• वसन्तः वापिजलेभ्यः प्रमदाजनेभ्यः, आम्रद्रुमेभ्यः च सौभाग्यं ददाति ।
(2) अलकाः कीदृशाः सन्ति ?
• अलकाः चलाः नीलाः च सन्ति ।
(3) लाक्षारसरञ्जितानि वासांसि कीदृशानि सन्ति ?
• लाक्षारसरञ्जितानि वासांसि तनूनि सन्ति ।
(4) यूनां मनः कः हन्ति ?
• कोकिलः यूनां मनः हन्ति ।
Subscribe - Omkar Online Education
3. मातृभाषायाम् उत्तराणि लिखत ।
(1) વસન્તઋતુ કોને કોને શું શું આપે છે ?
- વસંતઋતુ વાવોના પાણીને, મણિઓના કંદોરાવાળી અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાનાં વૃક્ષોને સૌંદર્ય આપે છે.
(2) કાવ્યને આધારે ‘વસન્તઋતુ’ વિશે પાંચ વાક્યો લખો.
- આ પાઠમાં મહાકવિ કાલિદાસ ઋતુસંહારમાં વસંતઋતુનું વર્ણન કરતા જણાવે છે કે, વસંતઋતુમાં પાણી સુંદર કમળોવાળું હોય છે. સુગંધી પવન વાય છે. આ ઋતુમાં સમી સાંજનો સમય સુખદાયક હોય છે. વસંતઋતુમાં દિવસો રળિયામણા હોય છે અને સઘળું સોહામણું હોય છે.
4. क - विभागं ख-विभागेन सह यथार्थरीत्या संयोजयत।
उत्तराणि :
(1) सलिलम् - सपद्मम्
(2) प्रदोषाः - सुखा:
(3) प्रमदाजनानाम् - अलकेषु
(4) गुरूणि वासांसि - विहाय
(5) जनः धत्ते - तनूनि वासांसि
धन्यवाद:
जयतु संस्कृतम् जयतु भारतम्