ધોરણ 10 પાઠ 2 - यद्भविष्यो विनश्यति
પહેલાના સમયમાં એક સરોવરમાં અનાગતવિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય નામના ત્રણ માછલાંઓ રહેતા હતા. હવે એક વાર તે સરોવર જોઈને માછીમારો બોલ્યા, “વાહ, આ સરોવર ઘણાં માછલાંવાળું છે. ક્યારેય પણ આપણે જોયું ન હતું. તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. આવતી કાલે અહીં આવીને માછલાં, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું એ નક્કી છે.’
હવે તેમનું તેમની વજ્ર જેવી ઉપમા આપી શકાય તેવા વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું, ‘‘માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો ? હવે આપણે શું કરવું જોઈએ ?’’ ત્યાં અનાગતવિધાતા નામનો મત્સ્ય બોલ્યો, ‘‘ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાંઓનો વિનાશ કરશે એમ મને લાગે છે. તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું તો બીજા સરોવરમાં જાઉં છું.’
બીજો પ્રત્યુત્પન્નમતિ બોલ્યો, ‘‘ભવિષ્યને માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું ? તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. વળી કહેવાયું છે – ‘‘ આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે બુદ્ધિશાળી છે.’’
પછી યદ્ભવિષ્યે કહ્યું, ‘‘માછીમારોના ફક્ત કહેવા માત્રથી બાપદાદાઓના વખતના સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હોય, તો બીજે સ્થાને ગયેલાઓનું મૃત્યુ થવાનું જ છે.'' અને કહેવાયું છે, -
જે ન થનાર હોય તે નહીં થાય અને જે થવાનું હશે તે બદલાવાનું નથી એમ ચિંતારૂપી વિષને હણનારું આ ઔષધ તમે કેમ પીતા નથી?’
તે બંનેનો નિશ્ચય જાણીને અનાગતવિધાતા પરિવાર સાથે હવે ત્યાંથી નીકળી ગયો. આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા. બીજે દિવસે માછીમારોએ આવીને સરોવરમાં જાળ ફેંકી. જાળ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો. પછી જાળમાંથી દૂર ફેંકી દેવાયેલો તે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી ગયો. યદ્ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો.
આથી જ કહેવાયું છે કે –
અનાગતવિધાતા (જે આવ્યું નથી તેનું પૂર્વ આયોજન કરનારો) અને પ્રત્યુત્પન્નમતિ (જેની બુદ્ધિ ઝડપી નિર્ણય લેનારી છે તે) આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે; યદ્ભવિષ્ય (જે ભાવિમાં થનાર છે તે ભલે થાય એવા વિચારવાળો) વિનાશ પામે છે.
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
Subscribe my YouTube channel - omkar Education Education
સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/A__Wl5TsF_k
ભાષાંતર નો video - https://youtu.be/iuyyNSPozEo
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
Insta - hiteshjoshi_2026
સ્વાધ્યાય
1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
(1) धीवराणां वचनं कीदृशम् आसीत् ?
(ग) कुलिशोपमम्
(2) अन्यं जलाशयं गन्तुं कः मत्स्यः निश्चयं करोति ?
(ख) अनागतविधाता
(3) धीवरैः उक्तम्, अद्य अस्माकं वृत्तिः ........... ।
(क) सज्जाता
(4) अनागतविधाता ........ सह निष्क्रान्तः।
(घ) परिजनेन
(5) प्रत्युत्पन्नमतिः प्राह, भविष्यदर्थे प्रमाणाभावात् कुत्र मया ..... ।
(ग) गन्तव्यम्
(6) अनागतविधाता प्राह, अत्र क्षणमपि ....... न युक्तम् ।
(क) अवस्थातुम्
2. एकवाक्येन संस्कृतभाषया उत्तरत ।
(1) जलाशये के त्रयः मत्स्याः वसन्ति स्म ?
- जलाशये अनागतविधाता, प्रत्युत्पन्नमतिः यद्भविष्येति त्रयो मत्स्याः वसन्ति स्म ।
(2) अपरेधु: धीवरैः जलाशये किं क्षिप्तम् ?
- अपरेद्युः धीवरैः जलाशये जालं क्षिप्तम् ।
(3) कौ द्वौ मत्स्यौ जलाशये एव स्थितौ ?
- प्रत्युत्पन्नमतिः यद्भविष्यः चेति द्वौ मत्स्यौ जलाशये एव स्थितौ ।
(4) जालात् अपसारित: प्रत्युत्पन्नमतिः कीदृशं नीरं प्रविष्ट: ?
- जालात् अपसारित: प्रत्युत्पन्नमतिः गम्भीरं निरं प्रविष्टः |
(5) कः मत्स्य: धीवरैः व्यापादितः ?
- यद्भविष्यः मत्स्यः धीवरैः व्यापादितः
3. अधोलिखितानां कृदन्तानां प्रकारं लिखत ।
(1) सञ्जाता - कर्मणि भूतकृदन्त
(2) अनुष्ठेयम् - विध्यर्थ कृदन्त
(3) समाकर्ण्य - सम्बन्धक भूतकृदन्त
(4) बद्धः - कर्मणि भूतकृदन्त
(5) अवस्थातुम् - हेत्वर्थ कृदन्त
(6) गन्तव्यम् - विध्यर्थ कृदन्त
- શું તમે હંમેશા માટે કૃદંત યાદ રાખવા માંગો છો ? ..તો આ કૃદંતનો વિડિયો તમને ખૂબ ઉપયોગી થશે.
કૃદંત video - https://youtu.be/CJxSP1GgQ-E
4. समासप्रकारं लिखत ।
(1) जलाशयान्तरम् - कर्मधारय समासः
(2) बहुमत्स्य: - बहुव्रीहिसमासः
(3) धीवरालापः - षष्ठी तत्पुरुषसमासः
(4) प्रत्युत्पन्नमतिः - बहुव्रीहिसमासः
(5) प्रमाणाभावात् - षष्ठी तत्पुरुषसमासः
-- સમાસનો વિડીયો - https://youtu.be/jNe93K0D3-0
5. सन्धिविच्छेदं कुरुत ।
(1) यद्भविष्यश्चेति :- यद्भविष्यः च इति
( 2 ) श्रुतोऽयम् :- श्रुतः अयम्
(3) प्रत्युत्पन्नमतिस्तथा :- प्रत्युत्पन्नमतिः तथा
Subscribe - Omkar Online Education
6. रेखातानां पदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।
(कदा, कस्मात् कीदृशः केन, कः किम् )
(1) बहुमत्स्य: अयं हूदः ।
- कीदृशः अयं हृद: ?
(2) अस्माभिः रात्रौ एव समीपं सरः गन्तव्यम् ।
- अस्माभिः कदा समीपं सर: गन्तवयम् ?
(3) अनागतविधाता परिजनेन सह निष्क्रान्तः ।
- अनागतविधाता केन सह निष्क्रान्तः ?
(4) प्रत्युत्पन्नमति: जालातु अपसारितः ।
- प्रत्युत्पन्नमतिः कस्मात् अपसारितः ?
(5) धीवरैः यद्भविष्यः व्यापादितः ।
- धीवरैः कः व्यापादितः ?
7. कथायाः क्रमानुसारेण वाक्यानि लिखत ।
उत्तराणि-
1) श्वः अत्र आगम्य मत्स्यकूर्मादयो व्यापादयितव्याः।
2) अहं तावज्जलाशयान्तरं गच्छामि।
3) प्रमाणाभावात् कुत्र मया गन्तव्यम् ।
4) पितृपैतामहिकस्य जलाशयस्य त्यागः न युज्यते ।
5) धीवरैः जलाशये जालं क्षिप्तम् ।
6) यद्भविष्यः धीवरैः प्राप्तः व्यापादितः च ।
8. मातृभाषायाम् उत्तरत ।
(1) સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો ?
- સરોવર જોઈને માછીમારોએ વિચાર્યુ, “વાહ! આ સરોવરમાં તો ઘણાં માછલાંઓ છે! આપણે ક્યારેય આવું સરોવર જોયું ન હતું. આજે ભોજનની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતી કાલે અહીં આવીને માછલાં, કાચબા વગેરેને મારી નાખીશું.”
(2) માછીમારોનું વચન સાંભળીને માછલાંઓએ પરસ્પર શું કહ્યું ?
- માછીમારોનું વજ્ર જેવુ કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું, “માછીમારોની વાતચીત સાંભળી? હવે આપણે શું કરવું જોઈએ ?.”
(3) અનાગતવિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો ?
- અનાગતવિધાતા એ પોતાનો મત દર્શાવતા કહ્યું કે, “ખરેખર સવારના સમયે માછીમારો આવીને માછલાઓનો વિનાશ કરશે. આપણે અહીં રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા સરોવરમાં જાઉં છું.”
(4) પ્રત્યુત્પન્નમતિએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું ?
- પ્રત્યુત્પન્નમતિ કહે છે કે, “ભવિષ્યને માટે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું? તો જેવી પરિસ્થિતી ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. વળી કહેવાયું છે.કે - આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે બુદ્ધિશાળી છે."
(5) સરોવર છોડવા અંગે યુદ્ધવિષ્ય શું માને છે ?
- સરોવર છોડવા અંગે યદ્ગવિષય કહે છે કે, ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપદાદા વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હોય, તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું જ છે, કહેવાય છે કે – “જે ન થવાનું હોય તે નહીં થાય; જે થનાર હશે, તે બદલાશે નહીં. આમ, ચિંતારૂપી વિષનો નાશ કરનાર આ દવાનું સેવન તમે કેમ કરતાં નથી ? ”
(6) આ વાર્તામાંથી કયો બોધ મળે છે ?
- આ વાર્તામાંથી આ બોધ મળે છે કે - જે આવ્યું નથી તેનું અનુમાન કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે. પરંતુ જે વ્યક્તિ ‘ભવિષ્યમાં થનાર કે તે ભલે થાય’ એવી વિચારધારા વાળો અને આળસુ માણસનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ માણસની દશા ‘યદ્ભવિષ્ય’ નામના માછલા જેવી થાય છે.
धन्यवाद:
जयतु संस्कृतम् जयतु भारतम्