Joshi 2

GSEB Sanskrit std 9 chapter 5 : Shubhashit-vaibhav - bhashantar with swadhyay

 

ધોરણ 9  પાઠ 5 - सुभाषितवैभव:


       [સંસ્કૃતસાહિત્યમાં મોટા કાવ્યને ‘મહાકાવ્ય’ તરીકે અને નાના કાવ્યને ‘મુક્તક' તરીકે ઓળખવામાં આવે છે. જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, તેમ આવાં નાનકડાં મુક્તકો પણ બહુમૂલ્ય છે. આવાં મુક્તકો સુભાષિત હોય છે. સંસ્કૃતસાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્યપ્રકાર પોતાનાં ચાર ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથેયને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે. આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડહાપણનો બોધ પ્રાપ્ત થાય છે. આવાં જ કેટલાંક બહુમૂલ્ય મુક્તકોનો-સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે.

     પ્રસ્તુત પાઠમાં ચયન કરેલાં સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે. આવા વિભક્તિપ્રયોગો એક બાજુ સંસ્કૃતભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે, તો બીજી બાજુ તે સુભાષિતમાં ઉપદેશેલા પાઠકના ગુણ, ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા, સર્વ પાપોનું મૂળ લોભ, સ્વજન અને સાચા મિત્રની પરખ તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આપીને આ સુભાષિતો તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્ર્યવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે.]

माधुर्यमक्षरव्यक्तिः पदच्छेदस्तु सुस्वरः ।

धैर्य लयसमर्थं च षडेते पाठका गुणाः ॥1॥

 - મધુરતા , અક્ષર ની અભિવ્યક્તિ ( સ્પષ્ટ બોલવું ) , પદોનો વિભાજન ,  સુંદર અવાજ ,  ધીરજ અને લય. -  આ છ વાચકના ગુણો છે.


चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने ।

चलाचलमिदं सर्वं कीर्तिरेव हि जीवति ॥ 2 ॥

 - ધન ચંચળ છે ,  મન ચંચળ છે , જીવન અને જુવાની ચંચળ છે આ બધું આવ-જા કરનારું છે. જેની પાસે કીર્તિ (યશ ) છે તે જ જીવે છે.


मक्षिकाः व्रणमिच्छन्ति धनमिच्छन्ति पार्थिवाः । 

नीचा: कलहमिच्छन्ति शान्तिमिच्छन्ति साधवः ॥ 3 ॥

 - માખીઓ જખમ ઈચ્છે છે ,  રાજાઓ ધન ( પૈસા ) ઈચ્છે છે , હલકા પ્રકારના લોકો ઝઘડો ઇચ્છે છે , સજ્જનો શાંતિ ઈચ્છે છે.


गावो गन्धेन पश्यन्ति वेदैः पश्यन्ति ब्राह्मणाः । 

चारैः पश्यन्ति राजानश्चक्षुर्भ्यामितरे जनाः || 4 ||

ગાયો ગંધ વડે ઓળખે છે , બ્રાહ્મણો વેદ વડે જોવે છે ,  રાજાઓ ગુપ્તચરો વડે જોવે છે અને સામાન્ય માણસો બે આંખો વડે જોવે છે.


दरिद्राय धनं देयं ज्ञानं देयं जडाय च ।

 पिपासिताय पानीयं क्षुधिताय च भोजनम् ॥5॥

 - ગરીબને ધન આપવું જોઈએ ,  અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ ,  તરસ્યાને પાણી આપવું જોઈએ અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ.


लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते । 

लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ॥6॥

લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે , લોભથી કામના જન્મે છે , લોભથી મોહ અને નાશ થાય છે. લોભ પાપનું કારણ છે.


तक्षकस्य विषं दन्ते मक्षिकायाश्च मस्तके ।

वृश्चिकस्य विषं पुच्छे सर्वाङ्गे दुर्जनस्य तत् ॥7॥

 - તક્ષકનું ( સર્પનું ) ઝેર તેના દાંતમાં હોય છે, માખી નું ઝેર તેના માથામાં હોય છે, વીંછીનું ઝેર તેની પૂંછડી હોય છે પરંતુ દુર્જનનું ઝેર તેના બધા જ અંગમાં રહેલું હોય છે.


उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविप्लवे ।

राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः ॥8॥

 - જે ઉત્સવ વખતે , સંકટમાં , દુકાળમાં , શત્રુ સાથેના યુદ્ધમાં , રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઉભો રહે તે જ આપણો ભાઈ છે.


વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું  share , Subscribe અને  like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....


 Subscribe - omkar Online Education


સ્વાધ્યાય યુટ્યુબ - https://youtu.be/jGq8Uqe1yVU


संस्कृत व्याकरण  - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r


                          સ્વાધ્યાય

1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

(1) चलाचले संसारे किं निश्चलम् ?

(ख) कीर्तिः


(2) के शान्तिम् इच्छन्ति ?

(ग) साधवः


(3) राजानः कैः पश्यन्ति ?

(ग) चारैः


(4) पापस्य कारणं किम् ?

(ग) लोभः


(5) तक्षकस्य विषं कुत्र भवति ?

(क) पुच्छे

Subscribe  -  Omkar Online Education


2. एकवाक्येन संस्कृतभाषया उत्तरत ।

(1) जडाय किं देयम् ? 

 -  जडाय ज्ञानं देयम् ।


(2) लोभात् किं प्रभवति ? 

 - लोभात् क्रोधः प्रभवति ।


(3) वृश्चिकस्य विषं कुत्र भवति ? 

- वृश्चिकस्य विषं तस्य पुच्छे भवति ।

Instagram - hiteshjoshi_2026


3. उदाहरणानुसारं शब्दरूपाणां परिचयं कारयत ।

(1) गुणा:  - गुण, अकारान्त - पुल्लिङ्गम्, प्रथमा , बहुवचनम् 

(2) मक्षिका  - मक्षिका, आकारान्त स्त्रीलिङ्गम्, प्रथमा, एकवचनम्

(3) दरिद्राय  - दरिद्र, अकारान्त पुल्लिङ्गम्, चतुर्थी, एकवचनम्

(4) लोकात्  - लोक , अकारान्त पुल्लिङ्गम्, पञ्चमी, एकवचनम् 

(5) उत्सवे - उत्सव, अकारान्त पुल्लिङ्गम्, सप्तमी, एकवचनम्

Subscribe - Online Education Education


4. मातृभाषायाम् उत्तरत ।

(1) પાઠકના કેટલા ગુણ છે ?

 - મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય.આમ, આ છ ગુણો પાઠકનાં છે.

(2) દરિદ્રને શું આપવું જોઈએ ?

 - દરિદ્રને ધન અને દાન આપવું જોઈએ.

(3) કવિ બાંધવ કોને માને છે ?

 - જે ઉત્સવ પ્રસંગમાં, સંકટના સમયમાં, દુકાળ વખતે,શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજાના દરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય તેને કવિ બાંધવ માને છે.


5.सन्धिविच्छेदं कुरुत ।

(1) चलाचलमिदम्  - चल अचलम् इदम्  ।

(2)  व्रणमिच्छन्ति - व्रणम् इच्छन्ति  ।

(3) पदच्छेदस्तु  - पदछेदः तु  ।

Subscribe - Omkar Online Education 


6. श्लोकानां पूर्ति: करणीया । 


(1) चलं चित्तं ...... स जीवति ॥ 


 - चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने । 

   चलाचलमिदं सर्वं कीर्तिरेव हि जीवति ॥ 


(2) दरिद्राय धनं .......... च भोजनम् ॥


 - दरिद्राय धनं देयं ज्ञानं देयं जडाय च ।

   पिपासिताय पानीयं क्षुधिताय च भोजनम् ॥

         

                              धन्यवाद:
         जयतु संस्कृतम्            जयतु भारतम्


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.