Joshi 2

GSEB Sanskrit std 10 chapter 1 Sam vadadhvam - bhashantar with swadhyay

 ધોરણ 10 પાઠ  1- सं वदध्वम्

              વેદો ભારતીય જ્ઞાન અને ધર્મપરંપરાના આદિસ્રોત છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ ચાર વેદ પદ્યાત્મક છે. વેદનાં આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે.

              વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત-કવિઓએ પણ અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહિ, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણીમાત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે. આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે.

           પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે. જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. છેલ્લાબે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે.

Sanskrit std 10 chapter 1 Sam vadadhvam ( सं वदध्वम् )

ભાષાંતર

संग॑च्छध्वं सं व॑दध्वं॒ सं वो॒ मनांसि जानताम् । 

दे॒वा भा॒गं यथा॒ पूर्वे॒ सं जाना॒ना उ॒पास॑ते ॥ 1 ॥ ऋग्वेदे 10.191.2

– પૂર્વે જેમ સારી રીતે જાણવાવાળા  દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધાય સાથે ચાલો , સાથે બોલો  અને તમારાં બધાનાં મન એકસરખાં બની રહો.


विश्वा॑नि देव सवितर्दुरि॒तानि॒ परा॑ सुव । 

यद्भद्रं तन्न॒ऽ आ सु॑व ॥ 2 ॥ यजुर्वेदे 30.3

– હે સૂર્ય દેવતા ! તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો.


अनु॑व्रतः पि॒तुः पु॒त्रो मा॒त्रा भ॑वतु॒ संम॑नाः । 

ज॒या पत्ये॒ मधु॑मती॒ वाचं॑ वदतु शान्ति॒वाम् ॥3॥ अथर्ववेदे 3.30.2

- પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારોવાળો થાઓ; પત્ની પોતાના પતિની સાથે મધુર, શાંતિપૂર્ણ વાણીમાં બોલો.


सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । 

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत् ॥ 4 ॥

 - સર્વ લોકો (પ્રાણીઓ) સુખી થાઓ; સૌ નીરોગી થાઓ; સૌ મંગલકારી ભાવનાઓ જુઓ; કોઈ પણ માનવ દુઃખી ન થાઓ.


काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी । 

देशोऽयं क्षोभरहितो मानवाः सन्तु निर्भयाः ॥ 5 ॥

– વરસાદ યોગ્ય સમયે વરસો; ધરતી ધાન્યસંપન્ન હો; આ દેશ ઉદ્વેગ રહિત થાઓ; (સર્વ) માનવો નિર્ભય બનો.


વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું  share , Subscribe અને  like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....


Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on  યુટ્યુબ - https://youtu.be/A__Wl5TsF_k

ભાષાંતર નો video - https://youtu.be/iuyyNSPozEo

संस्कृत व्याकरण -  https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r

                         સ્વાધ્યાય

1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

(1) पूर्वे के सं जानाना: भागम् उपासते ?

(ग) देवा:


(2) कवि: किं याचते ?

(क) भद्रम्


(3) जाया कीदृशीं वाचं वदतु ?

(ख) शान्तिवाम्


(4) सर्वे कीदृशाः भवन्तु ?

(ग) सुखिनः


(5) पर्जन्य: कदा वर्षतु ? 

(घ) काले


(6) हे देव.......दुरितानि परासुव ।

 (ग) सवितर्

 

·(7) पुत्र: ........ अनुव्रतः भवतु ।

(ग) पितुः


(8) .......... निरामयाः भवन्तु ।

(ग) सर्वे


(9) सर्वे ........ पश्यन्तु ।

(घ) भद्राणि


(10) पृथिवी ......... भवतु ।

(ख) सस्यशालिनी

Subscribe - Omkar Online Education 

* સ્વાધ્યાયના વિડિયો માટે આ ચેનલ સન્સ્ક્રાઇબ કરો.

2. एकवाक्येन संस्कृतभाषया उत्तरत ।

(1) पूर्वे देवाः कथं भागम् उपासते ? 

 - पूर्वे देवाः सं जानाना भागम् उपासते ।


(2) जाया कस्मै मधुमतीं वाचं वदतु ?

 - जाया पत्ये मधुमतीं वाचं वदतु ।


(3) मानवाः कीदृशाः सन्तु ?

 - मानवाः निर्भयाः सन्तु ।

 

(4) कः क्षोभरहितः भवतु ?

 - अयं देशः (भारतम् ) क्षोभरहितः भवतु ।


3. रेखाकितानां पदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं प्रयुज्य प्रश्नवाक्यं रचयत ।

उत्तराणि :

(1) जाया मधुमतीं वाचं वदतु । 

  - का मधुमतीं वाचं वदतु ?


(2) पुत्र: मात्रा संमना: भवतु ।

  - कः मात्रा संमनाः भवतु ?


(3) काले वर्षतु पर्जन्यः ।

  - कदा वर्षतु पर्जन्यः ?


4. आज्ञार्थस्य अन्यपुरुष बहुवचनरूपाणि चिनुत ।

भवतु , भवेत् , सन्तु , पश्यन्तु , वर्षतु , भवन्तु

    उत्तराणि - सन्तु , पश्यन्तु , भवन्तु 

5. प्रश्नानाम् उत्तराणि मातृभाषायां लिखत ।

(1) ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે ?

- ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે, “હે દેવ ! અમારા બધા દુર્ગુણો દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો”.

(2) પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ ?

-  પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ .

(4) ઋષિ બધાં માટે શી આશા વ્યક્ત કરે છે ?

 - ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે – “ બધા સુખી અને નીરોગી થાઓ, બધામાં મંગલકારી ભાવનાઓ જુઓ અને કોઈપણ માણસ દુઃખી ન થાઓ”.

(4) સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે ?

  - સંગઠીત રહેવા માટે કવિ કહે છે કે, “ પહેલાં જેમ સરખું જાણનારા દેવોએ યજ્ઞમાંથી પોત પોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો . તેમ તમે બધા સાથે ચાલો, બધા સાથે બોલો, તમારા બધાના મન એક સરખા બની રહો” .

Subscribe my YouTube channel - omkar Education Education

6. मा कश्चित् दुःखभाग् भवेत् – સૂક્તિના આ ભાવને તમારા શબ્દોમાં વર્ણવો.

 -  मा कश्चित् दुःखभाग् भवेत्  આ સંસ્કૃતની પ્રચલિત સૂક્તિ છે. કોઈ પણ દુઃખી ન થાઓ - આ પ્રાર્થનામાં કવિ સમગ્ર વિશ્વનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે. વિશ્વનો કોઈપણ વ્યક્તિ ભય વિનાનું જીવન જીવે. બધાને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ પ્રાપ્ત થાય અને બધા સુખી જીવન જીવે .બધા મનુષ્ય પરસ્પર સ્નેહ ભાવથી જીવન વિતાવે અને એક બીજાના સુખની કામના કરે, જેથી કોઇ દુઃખી ન રહે.

                            धन्यवाद:

         जयतु संस्कृतम्           जयतु भारतम्

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.