Joshi 2

GSEB Sanskrit std 9 chapter 4 - Valabhi vidyasthanam - bhashantar with swadhyay

 ધોરણ 9 પાઠ - 4  वलभी विद्यास्थानम्

Sanskrit std 9 chapter 4 - Valabhi vidyasthanam ( वलभी विद्यास्थानम् )

      અત્યારના સમયે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. તેમાં કેટલાંક એવાં છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારતદેશમાં એવાં ઘણાં વિશ્વવિદ્યાલયો હતાં. ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને, પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. એ બધાંમાં એક વલભી વિશ્વવિદ્યાલય હતું. મગધ રાજ્યમાં જેમ નાલંદા હતું તે જ રીતે ગુજરાતમાં વલભી  હતું. અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર શહેરમાં ‘વલભી’ નામનું જે એક ઉપનગર છે ત્યાં જ પ્રાચીન સમયમાં વલભી વિશ્વવિદ્યાલય હતું.

                ખરેખર તો આ ઉપનગર પ્રાચીન સમયથી જ અધ્યયન-અધ્યાપનનું કેંદ્ર હતું. અગાઉ અહીં અઢાર વિદ્યાઓનાં પઠન-પાઠન થતાં હતાં. આ વિદ્યાઓમાં ચાર વેદો, છ વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર – અર્થવેદ અને ચાર ઉપવેદોનો સમાવેશ થાય છે.  પછી બૌદ્ધ તત્ત્વજ્ઞાનનું તેમજ જૈન તત્ત્વદર્શનનું આ કેન્દ્ર થયું. ઈ. સ.ની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી થયા. એ અહીં જ રહેતા હતા. એ સૂચવે છે કે ગુપ્તવંશના સમયમાં અહીં વેદાધ્યયન પણ ચાલતું હતું. ઈ. સ.ની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ બે બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિ તથા જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સૂરિ અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. એ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અહીં રસ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશ માટે અહીં પ્રવેશપરીક્ષા પણ થતી હતી. તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો.

           ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં આ ઉપનગર મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચાસભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત-મતાંતરોનું ખંડન-મંડનપૂર્વક ચિંતન થતું હતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. ક્યારેક વિજયી વ્યક્તિઓનાં નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતાં.

                          ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે ‘આગમ’ નામે જાણીતો છે. આ આગમ પાંચ સો વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તની ત્રીજી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી. એમાં આગમગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો.  અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી ‘વલભીવાચના' નામે વિખ્યાત થઈ.

           ખ્રિસ્તની નવમી સદીમાં વલભીનગરનો વિનાશ થયો. પરંતુ તેના અવશેષો આજે પણ તેની સમૃદ્ધિ સૂચવે છે . આ રીતે ભારતનાં પ્રાચીન વિદ્યાકેંદ્રોમાં વલભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે.



• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું  share , Subscribe અને  like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....


 Subscribe - omkar Online Education


સ્વાધ્યાય યુટ્યુબ - https://youtu.be/iVAlTjJEln4

संस्कृत व्याकरण  - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r

                         સ્વાધ્યાય

1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।


(1) प्राचीनसमये गुर्जरराज्ये कः विश्वविद्यालयः आसीत् ?

(क) नालन्दाविश्वविद्यालयः 

(ग) गुजरातविश्वविद्यालयः

(ख) तक्षशिलाविश्वविद्यालयः

 (घ) वलभीविश्वविद्यालयः  ✓

(2) उपवेदाः कति सन्ति ?

(क) अष्टादश

(ख) चत्वारः

(ग) सप्त

(घ) पञ्च

(3) भाष्यकार: स्कन्दस्वामी कस्यां शताब्द्यां सञ्जातः ?

क) नवम्याम् 

(ख) चतुर्थ्याम्  ✓ 

(ग) सप्तम्याम्

(घ) पञ्चम्याम्

(4) वलभी केषां राजधानी ....... आसीत् ?

(क) क्षत्रपाणाम्

 (ख) मैत्रकाणाम्  ✓ 

(ग) द्राविडानाम्

(घ) गुप्तानाम्

(5) महावीरस्य उपदेश: केन नाम्ना प्रसिद्धः वर्तते ?

(क) आगम  ✓

(ख) निगम

(ग) स्मृति

(घ) मीमांसा

(6)वलभीनगरे मिलितायाः जैनसाधूनां समितेः अध्यक्षः कः आसीत् ?

(क) नागार्जुन:  ✓

(ख) स्थिरमति:

(ग) मैत्रक:

(घ) गुणमतिः

2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तराणि प्रदत्त ।


(1) प्राचीनकालात् वलभी कस्य केन्द्रमासीत् ?

 - प्राचीनकालात् वलभी अध्ययन-अध्यापनस्य केन्द्रमासीत् ।

(2) वेदाङ्गानि कति सन्ति ?

 - वेदाङ्गानि षट् सन्ति ।

(3) श्रीमल्लवादी सूरिः कः आसीत् ?

-- श्रीमल्लवादी सूरिः जैनाचार्यः आसीत् । 

(4) भगवतः महावीरस्य जन्म कदा अभवत् ?

 - भगवतः महावीरस्य जन्म ख्रिस्तात् पूर्व प्रायः पञ्चम्यां शताब्दयाम् अभवत् |

 Instagram - hiteshjoshi_2026

(5) जैनसाधूनां समितौ कस्य लेखनस्य प्रस्तावः अभवत् ?

-- जैनसाधूनां समितौ आगमग्रन्थानां लेखनस्य प्रस्ताव: अभवत् ।

3. रेखाङ्कितपदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।


उत्तराणि :- 

1) ऋग्वेदस्य भाष्यकारः कः आसीत् ?

2 ) कस्य उपदेशः आगमनाम्ना प्रसिद्धः वर्तते ?

3 ) केषां समितिः मिलिता ?

4 ) कदा वलभीनगरस्य विनाशः अभवत् ?

5) लेखबद्धः उपदेशः केन नाम्ना प्रसिद्धः जातः ?

4. वचनानुसारं शब्दरूपैः रिक्तस्थानानि पूरयत ।

     एकवचनम्     द्विवचनम्    बहुवचनम्

(1) आगमम्   आगमौ   आगमान्  ।

(2) जनपदे  जनपदयोः  जनपदेषु  ।
   
 (3) केन्द्रे   केन्द्रयोः   केन्द्रेषु  ।

Subscribe :- Omkar Online Education
 like & share


5 . 'स्म' प्रयोगं कुरुत ।


 (1) छात्राः यथारुचि अपठन् । 

 - छात्राः यथारुचि पठन्ति स्म । 

(2) स्कन्दस्वामी अत्रैव अवसत् । 

 - स्कन्दस्वामी अत्रैव वसति स्म । 

(3) राजा भूमिम् अयच्छत् ।

 -  राजा भूमिं यच्छति स्म । 

 6. रेखाङ्कितानां पदानां समासप्रकारं लिखत ।


 (1) वादसभायां शास्त्रार्थं भवति स्म । 

 - मध्यमपदलोपी कर्मधारयसमासः । 

(2) स्थिरमतिगुणमती बौद्धाचार्यो आस्ताम्  ।

 - इतरेतद्वन्द्व-समास: ( द्वंद्व ) 

(3) अत्र प्रवेशपरीक्षा भवति स्म । 

 - चतुर्थी तत्पुरुषसमासः 

 Subscribe :-  Omkar Online Education

7. प्रदत्तानि पदानि प्रयुज्य संस्कृतवाक्यानि रचयत ।


(1) વલભી મૈત્રકોની રાજધાની હતી . 

वलभी मैत्रक राजधानी अस्

 - वलभी मैत्रकाणां राजधानी आसीत् ।


(2) સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા.

 सुदूर देश जन अध्ययन आ + गम् 

 - सुदूरात् देशात् जनाः अध्ययनाय आगच्छन्ति स्म ।

(3) નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા.

  नागार्जुन प्रसिद्ध पंडित अस्

 - नागार्जुनः प्रसिद्धः पण्डितः आसीत् ।

(4) વેદો ચાર છે.

  वेद चतुर् अस्

  - वेदाः चत्वारः सन्ति ।


(5) વલભીનો વિનાશ થયો. 

  वलभी विनाश भू (भव्)

 - वलभ्या: विनाशः अभवत् ।

 like & share

8. मातृभाषया उत्तराणि  लिखत ।


(1) વલભીમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન-પાઠન થતું હતું ?

વલભીમાં ચાર વેદો, છ વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, ગન્ધર્વવેદ, અર્થવેદ જેવા ચાર ઉપવેદોનુ પઠન - પાઠન થતું હતું. to

(2) વેદો અને ઉપવેદો કેટલા છે ?

  - વેદો ચાર છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદો ચાર છે આયુર્વેદ, ધનુર્વેદ, ગન્ધર્વવેદ અને અર્થવેદ.

(3) મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી ?

 - મૈત્રક શાસન દરમિયાન જ્યારે અભ્યાસ પૂરો થાય તે પછી ચર્ચા સભાનું આયોજન કરવામાં આવતું હતું શાસ્ત્રાર્થ અને વાદ –વિવાદ થતો હતો અને આ શાસ્ત્રાર્થમાં જુદાં – જુદાં મતમતાન્તરોનું ખંડન અને મંડન પૂર્વક ચર્ચા અને ચિંતન થતું હતું અને એમાં જે વિજેતા બનતા એને રાજા ઈનામ તરીકે જમીન દાનમાં આપતા હતા.

(4) વલભીમાં કયા-કયા આચાર્યો થઈ ગયા ?

 - વલભીમાં ઈ.સ. ની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતીગુણમતિ તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સૂરી થઈ ગયા.

                                धन्यवाद:
         जयतु संस्कृतम्               जयतु भारतम्

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.