ધોરણ 9 પાઠ - 3 - परं निधानम्
ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આથી તેની સભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ (વિદ્વાન ) પંડિતો આવતા.
એક વાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. તે માર્ગમાં એ નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા તે તેને ( પંડિતને ) મહેલમાં બોલાવે છે. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો.
ભોજ – તમે કોણ છો? -
યુવક – હું ઘટપંડિત છું.
ભોજ – ઘટપંડિત ? ઘટપંડિત એટલે ?
યુવક – જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામ પુરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું.
ભોજ – (યુવકનું ગર્વથી પરિપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે) જો તું ઘડો છે તો હું મુદ્ગર (હથોડા) છું. (તરીકે વર્તુ છું.) મુદ્ગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે. હું પણ ઘડારૂપ તમારો નાશ કરી નાખીશ.
યુવક – જો આપ હથોડા તરીકે વર્તશો, તો હું અગ્નિ બનું છું. બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ.
ભોજ – જો તું અગ્નિ તરીકે વર્તીશ, તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ટકી રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ટકી રહી શકીશ નહિ.
યુવક – વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં લઈ જઈ શકે છે. વરસાદરૂપે રહેલા આપને હું પવન થઈને આમતેમ લઈ જઈશ.
ભોજ – જો તમે પવન તરીકે વર્તશો, તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. સર્પ થઇને હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ.
યુવક – આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ.
ભોજ – (વાણીની રમત વધારતાં) તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. -
યુવક – (મનથી વિષ્ણુને પ્રણામ કરીને વિદ્વતા બતાવતો તે આગળ બોલે છે.) જો આપ ચક્રધારી વિષ્ણુ હો, તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુગટ સદા મસ્તકની ઉપર જ રહે છે.
ભોજ – (યુવકની વિદ્વતા અનુભવીને) તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું. એમ હું અત્યારે તારી ઉપર રહીશ.
યુવક – આપ જો ફૂલ થશો તો હું પણ ભમરો થઈને તમારા ઉપર – ફૂલની ઉપર રહીશ.
ભોજ – એમ તમે ભમરો છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતાં ફૂલમાં કેદ થાય છે; હું પણ તમને કેદી બનાવીશ.
યુવક – વાહ ! તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તો સૂર્યને ગળી જાય છે.
ભોજ – (જરા ઊંચા અવાજે ) જો તમે રાહુ હો, તો હું રાહુરૂપે રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિતરૂપે શાંત થશે.
યુવક – (હસીને ચતુરાઈથી) જો તમે દાતા હો, તો હું સંતુષ્ટ છું. તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વ રીતે લોભ વગરનો હું તમારું દાન નહીં લઉં.
આમ, આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે ‘સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે' એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ શાંત થઈ ગયો.
છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણથી યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજે કહ્યું, ‘‘અહો ઘટપંડિત ! ગુણોના પુજારી એવા ધારાદેશમાં આપનું સ્વાગત છે. આપ વિજેતા થયા. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે, કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે.’’
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
ભાષાંતર નો video - https://youtu.be/wGpQeJC4n4Q
સ્વાધ્યાયનો video યુટ્યુબ - https://youtu.be/REPcIWud5Lc
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
Subscribe my YouTube channel -
omkar Education Education
like & share
સ્વાધ્યાય
1. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि लिखत ।(4) भूपाल: मार्गे सुवर्णखण्डम् .........।
(ग) अक्षिपत्
(5) संसारे कीदृशं जनं पराजेतुं कोऽपि न अर्हति ?
(ख) सन्तुष्टम्
(6) अहं दानं........।
(ख) करिष्यामि
(7) कस्य शिखरे मुकुटं सदा तिष्ठति ?
(ख) मस्तकस्य
Subscribe :- Omkar Online Education
2. संस्कृत भाषया उत्तरं लिखत ।
(1) अग्निः कं भस्म करोति ?
• अग्निः मुद्गरं भस्म करोति ।
(2) राहु: केन शान्तः भवति ?
• राहुः दानग्रहणेन शान्तः भवति ।
(3) सन्तोष एव कस्य परं निधानम् ?
• सन्तोष एव पुरुषस्य परं निधानम् ।
(4) भ्रमरः कुत्र बन्दी भवति ?
• भ्रमरः पुष्पस्य अन्तर्भागे बन्दी भवति ।
3. उदाहरणानुसारं शब्दरूपाणां परिचयं लिखत ।
उदाहरणम् :- जना: - जन अकारान्तः पुल्लिंगम् प्रथमा बहुवचनम्
(1) प्रासादस्य :- प्रासाद अकारान्तः पुल्लिङ्गम् षष्ठी एकवचनम्
(2) गवाक्षे :- गवाक्ष अकारान्तः पुल्लिङ्गम् सप्तमी एकवचनम्
(3) वृष्टे: :- वृष्टि इकारान्तः स्त्रीलिङ्गम् पञ्चमी - षष्ठी एकवचनम्
(4) पण्डितम् :- पण्डित अकारान्तः पुल्लिङ्गम् द्वितीया एकवचनम्
(5) विवादरतयो: :- विवादरत अकारान्तः पुल्लिङ्गम् षष्ठी - सप्तमी द्विवचनम्
Subscribe :- Omkar Online Education
4. वचनानुसारं धातुरूपैः रिक्तस्थानानि पूरयत ।
उदा. वर्तते वर्तेते वर्तन्ते ।
(1) तिष्ठति तिष्ठतः तिष्ठन्ति |
(2) अर्हति अर्हतः अर्हन्ति |
(3) ग्रहीष्यामि ग्रहीष्याव: ग्रहीष्यामः ।
(4) भविष्यति भविष्यतः भविष्यन्ति ।
5. शीर्षकानुरूपं धातुरूपाणां परिचयं लिखत ।
उत्तराणि :-
(1) अपश्यत् :- (दृश् ) पश्य् ह्यस्तन- भूतकाल लङ्लकारः परस्मैपद अन्य एकवचनम्
(2) तिष्ठति :- (स्था) तिष्ठ वर्तमानकाल लट्लकारः परस्मैपद अन्य एकवचनम्
(3) भविष्यति :- भू सामान्य - भविष्यकाल लृट्लकारः परस्मैपद अन्य एकवचनम्
(4) स्थास्यामि :- स्था सामान्य भविष्यकाल लृट्लकारः परस्मैपद उत्तम एकवचनम्
Subscribe - like & share
6. कोष्ठकेषु प्रदत्तानि पदानि प्रयुज्य संस्कृतवाक्यानि रचयत ।
(1) રાજા યુવકને જુએ છે. - नृपः युवकं पश्यति ।
(2) લોકો સભામાં જાય છે. - जनाः सभां गच्छन्ति ।
(3)ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે.- धारादेशे गुणानां पूजा भवति ।
(4) ભોજ પ્રજામાં પ્રિય હતા. - भोजः प्रजासु प्रियः आसीत् ।
(5) અગ્નિ મુદ્ગરને બાળે છે. :- वह्निः मुद्गरं दहति ।
7. मातृभाषायाम् उत्तरत ।
(1) રાજા ભોજ કેવા હતા ?
-- રાજા ભોજ વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. તેઓ વિદ્વાનો અને કલાકારોની કદર કરતા હતા.
(2) યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે ?
- યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું પોતાને ઘટપંડિત માનું છું.
(3) રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે ? શા માટે ?
- રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવતા જ વિવાદ અટકી જાય છે કારણ કે સંતોષથી બધું શાંત થઈ જાય છે.
(4) ધારાદેશની શી વિશેષતા હતી ?
-- ધારાદેશનો રાજા વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો અને કવિઓ ધારાદેશમાં ભોજરાજાના દરબારમાં આવતા અને રાજા પાસે યોગ્ય કદર પામતા. આથી ધારાદેશ બધાનાં ગુણોનું પૂજન કરનાર હતો.