ધોરણ 9 પાઠ 2 - कुलस्य आचारः
ભાષાંતર
ચાતકનું એક (શિશુ) બચ્ચું હતું. એક વાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે અને કહે છે, “મા ! મને ખૂબ તરસ લાગી છે. હું પાણી પીવા ઇચ્છું છું. હમણાં વાદળનું પાણી મળતું નથી, એટલે તળાવનું પાણી જ પીવા ઇચ્છું છું.' માતા કહે છે, “બેટા ! આપણે તો વરસાદનું પાણી જ પીએ છીએ; તળાવનું પાણી પીતાં નથી. આપણા કુળની પરંપરા છે. એટલે તું તળાવનું પાણી પી શકે નહિ.
ચાતકનું બચ્ચું કહે છે, “મા! મને બહુ તરસ લાગી છે. અત્યારે આકાશમાં વાદળાં મને દેખાતાં નથી. ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વરસાદનું પાણી પી શકીશ, એ હું જાણતું નથી. એટલે , તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા જાઉં છું.''
માતા ફરી વાર બચ્ચાને સમજાવે છે, ‘‘બેટા ! આ આપણા કુળની રીતિ નથી. કુળની રીતિ તો હંમેશાં જાળવવી જ જોઈએ. આથી તું તળાવનું પાણી પી શકે નહિ. તરસને સહન કરીને તારે વાદળની રાહ જોવી જોઈએ.’’
માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકબચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે બાપદીકરાની વાતચીત સાંભળે છે.
ખેડૂત ઘરડો અને મરણપથારીએ પડેલો હતો. તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, “પિતાજી ! આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી. તેને જોતાં મને આનંદ થયો. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે હાથ લંબાવ્યો, પણ ત્યારે જ મને આપનો ઉપદેશ સાંભર્યો : ‘બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો.''
ચાતકનું બચ્ચું બધું સાંભળે છે. તે વિચારે છે, ‘‘વાહ ! મરણપથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા! હું તો કુળની પરંપરા જાળવતું નથી. અમે વાદળાનું પાણી જ પીએ છીએ એ અમારી કુળની રીતિ છે. તે હું ત્યજવા તૈયાર થયો છું. આ અયોગ્ય છે.’’
તે વિચારે છે : ‘‘સારા આશયવાળાં પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે; હું પણ પોતાનું કુળ રક્ષીશ.’’
એમ વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે અને બધી હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીર્વાદ આપે છે. થોડા જ સમયમાં વરસાદ થાય છે. વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શાંત થાય છે.
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
ભાષાંતર નો video - https://youtu.be/DRr6OYux46s
સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/wqfhuKvgmWU
Subscribe my YouTube channel -
omkar Education Education
like & share
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
સ્વાધ્યાય
1. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि लिखत ।
(1) तृषापीडित: शिशुः कस्य समीपं गच्छति ?
(क) जनन्या:
(2) 'मेघ' शब्दस्य पर्यायः कः ?
(ग) जलद:
(3) सर्वैः किं रक्षितव्यम् ?
(ख) कुलाचार:
(4) वृद्धः कीदृशः आसीत् ?
(ग) मरणासन्नः
(5) शिशु: कस्य प्रतीक्षां करोति ?
(क) मेघस्य
(6) 'पुनरपि ' शब्दस्य उचितं सन्धिविच्छेदं दर्शयत ।
(ग) पुनः + अपि
(7) अहं तडागजलं पातुम् .…...।
(ग) इच्छामि
Subscribe :- Omkar Online Education
like & share
2. संस्कृतभाषया उत्तरं लिखत ।
(1) तृषया पीडितः कः आसीत् ?
- तृषया पीडित: चातकशिशुः आसीत् ।
(2) चातकशिशु: किं पातुं न अर्हति ?
- चातकशिशु: मेघजलं पातुं न अर्हति |
(3) कृषकपुत्रस्य दारिद्र्यं केन नष्टं भविष्यति ?
- कृषकपुत्रस्य दारिद्र्यं मार्गे प्राप्तेन धनस्यूतेन नष्टं भविष्यति ।
(4) कृषकपुत्रेण मार्गे किं प्राप्तम् ?
- कृषकपुत्रेण मार्गे धनस्यूतं प्राप्तम् |
(5) शिशो: तृषा केन नष्टा ?
- शिशो: तृषा मेघजलस्य पानेन नष्टा |
3. रेखाङ्कितपदानां स्थाने कोष्ठकात् पदं प्रस्थाप्य प्रश्नवाक्यं रचयत ।
( कः, का, कुत्र, कीदृशः, किम्, कस्यै)
(1) जननी शिशुं बोधयति ।
- का शिशुं बोधयति ?
(2) मार्गे परिश्रान्तः सः तिष्ठति ।
- मार्गे कीदृशः सः तिष्ठति ?
(3) कृषक: वृद्धः आसीत् ।
- क: वृद्धः आसीत् ?
(4) धनस्यूतः मार्गे प्राप्तः ।
- धनस्यूतः कुत्र प्राप्त: ?
(5) सः तस्यै सर्वं वृत्तान्तं कथयति ।
- सः कस्यै सर्वं वृतान्तं कथयति ?
Subscribe :- Omkar Online Education
4. निर्देशानुसारं धातुरूपाणां परिचयं लिखत ।
धातुरूपम् धातुः काल:/लकारः पदम् पुरुषः वचनम्
(1) इच्छामि :- (इष्) इच्छ् वर्तमानकाल: लट् लकार परस्मैपदम् उत्तमपुरुष: एकवचनम्
(2) गच्छति :- ( गम् ) गच्छ् वर्तमानकाल: लट् लकार परस्मैपदम् अन्यपुरुषः एकवचनम्
(3) अर्हसि :- अर्ह वर्तमानकाल: लट् लकार परस्मैपदम् मध्यमपुरुष: एकवचनम्
(4) कथयति :- कथ् वर्तमानकाल: लट् लकार परस्मैपदम् अन्यपुरुष: एकवचनम्
(5) वदति :- वद् वर्तमानकाल: लट् लकार परस्मैपदम् अन्यपुरुषः एकवचनम्
Subscribe :- Omkar Online Education
5. मातृभाषायाम् उत्तराणि लिखत ।
(1) કુલાચાર એટલે શું ?
- કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે રીતિ. જેમ કે..રઘુકુળની પરંપરા હતી કે એકવચની રહેવું. પિતા દશરથના કૈકેયીને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો, એજ કુલાચાર કહેવાય.
(2) માતા ચાતકશિશુને શું ન કરવા કહે છે ? શા માટે ?
- માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈપણ જળાશયનું પાણી પીને પોતાની તરસ શાંત ન કરવા કહે છે. તે પોતાના બચ્ચાને કહે છે કે વરસાદ રૂપે પડેલું સીધું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે. આથી અન્ય કોઈપણ જળાશયનું પાણી ન પીવું જોઈએ.
(3)નિર્ધન હોવા છતાં કૃષકપુત્રે શા માટે ધનસ્યુતને સ્પર્શ પણ ન કર્યો ?
- ખેડૂતપુત્ર પૈસાની થેલી જોઇને ખુશ થયો. આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો. પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાએ આપેલો ઉપદેશ યાદ આવ્યો: ‘બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળનો રિવાજ નથી.’ આ કારણે ખેડૂતપુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો.
(4) ચાતશિશુએ તડાગજળ શા માટે ન પીધું ?
- ચાતક શિશુ જ્યારે તળાવનું પાણી પીવા જતું હતું ત્યારે રસ્તામાં તે ખેડૂતના ઘર પાસે રોકાઈને બાપ-દીકરાની વાતચીત સાંભળે છે, તે વિચારે છે કે, જો આ લોકો પોતાના કુળની પરંપરાનું પાલન કરે છે, તો અમારી પણ કુળની પરંપરા છે કે વરસાદનું જ પાણી પીવું, ઉત્તમ લોકો પોતાના કુળની પરંપરા નું પાલન કરતા હોય છે તેથી હું પણ પાલન કરીશ.આથી તેણે ( ચાતકશિશુએ )તડાગજળ ન પીધું.