ધોરણ 9 પાઠ 1 - समर्चनम्
વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે. વેદ ચાર છે - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદમાં આવતાં વચનોને મન્ત્ર કહે છે. વેદમન્ત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે, તો ક્યારેક પ્રાર્થના. ક્યારેક કોઈનું વર્ણન છે, તો ક્યારેક કોઈ તત્ત્વજ્ઞાનની ગૂઢ વાત. પ્રસ્તુત પાઠમાં સ્તુતિ, પ્રાર્થના અને પૂજન-નમન માટેના ત્રણ મન્ત્રોનો સમાવેશ કરાયો છે.
વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા-જુદા છંદોમાં રચવામાં આવી છે, જે લોકમાનસમાં સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે. આવાં ત્રણ સ્તુતિપદ્યો અહીં પ્રસ્તુત છે.
ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે.
अग्निमी॑ळे पु॒रोहि॑तं य॒ज्ञस्य॑ दे॒वमृ॒त्विज॑म् । होता॑रं रत्न॒धात॑मम् ॥1॥
1) યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળાં દેવ, યજ્ઞ કરાવનાર, હોમ-હવન કરનાર, રત્નોને ધારણ કરનાર અગ્નિદેવની હું સ્તુતિ ( પ્રાર્થના ) કરું છું.
अग्ने॑ व्र॒तपते व्र॒तं च॑रिष्यामि॒ तच्छ॑के॒यं तन्मे॑ राध्यताम् । इ॒दम॒हमनृ॑तात् स॒त्यमुषे॑मि ॥2॥
2) હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ ! હું તમારા વ્રતનું પાલન કરીશ. તેની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્યનાં માર્ગથી સત્યના માર્ગે ગતિ કરું છું.
नमः शम्भवाय॑ च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय॑ च॒ नमः शि॒वाय॑ च शि॒वत॑राय च ॥3॥
3 ) કલ્યાણ કે સુખને જમાવનાર એવા અને સુખના દાતા ને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે તેને નમસ્કાર હો , જે શિવ અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો.
यं ब्रह्मा वरुणेन्द्र-रुद्र-मरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः
वेदैः साड्ग–पद-क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ।
ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो
यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः || 4 ||
4 ) જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રૂદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે, સામવેદનું ગાન કરનાર આ ઋષિઓ, જેનું છ વેદાંગો પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદ સહિત વેદો વડે ગાન કરે છે, જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે, જેના અંતને દેવો તેમજ રાક્ષસગણો જાણતા નથી, તે દેવને દિવ્ય રૂપ ધારી પરમેશ્વરને નમસ્કાર હો.
भयानां भयं भीषणं भीषणानां
गतिः प्राणिनां पावनं पावनानाम् ।
महोच्चै: पदानां नियन्तृ त्वमेकं
परेषां परं रक्षकं रक्षकानाम् ॥5॥
5 ) હે ભગવાન , તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણીમાત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનાર નું એકમાત્ર નિયંત્રક છે. ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે.
वयं त्वां स्मरामो वयं त्वां भजामो
वयं त्वां जगत्साक्षिरूपं नमामः ।
सदेकं निधानं निरालम्बमीशम्
भवाम्भोधिपोतं शरण्यं व्रजामः ॥6॥
6 ) અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ, તમે એકમાત્ર સત્યનો ખજાનો છો, તમને કોઈ આધારની જરૂર નથી તેવા ઈશ્વર છો, તમે સંસાર સાગરને પાર ઉતારનાર નૌકા છો, શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ.
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
સ્વાધ્યાય યુટ્યુબ - https://youtu.be/esFf6DrQvu8
ભાષાંતર નો video - https://youtu.be/F-Bykv_PArY
Subscribe my YouTube channel -
omkar Education Education
like & share
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
સ્વાધ્યાય
1. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि लिखत ।
(1) कम् पुरोहितम् ईडे ?
-- अग्निं पुरोहितम् ईडे |
(2) यज्ञस्य देवः कः अस्ति ?
- यज्ञस्य देव: अग्निः अस्ति |
(3) अहं किं चरिष्यामि ?
- अहम् अनृतात् सत्यं प्रति गमनाय व्रतं चरिष्यामि |
(4) दिव्यैः स्तवैः के स्तुवन्ति ?
- ब्रह्मा, वरुणः, इन्द्रः, रुद्रः, मरुतः च दिव्यै : स्तवैः स्तुवन्ति |
(5) वयं कं शरणं व्रजाम: ?
-- वयं निरालम्बमीशं शरणं व्रजामः |
2. प्रकोष्ठात् उचितं पदं चित्वा वाक्यपूर्तिं कुरुत ।
(1) अहं ........ रत्नधातमम् ईळे । अग्निं (अग्निम्, यज्ञम्, पुरोहितम्)
(2) इदम् अहम् उपैमि । सत्यम् (अनृतात्, सत्यम्, व्रतम्)
(3) योगिनः पश्यन्ति । मनसा (ज्ञानेन, चक्षुषा, मनसा)
(4) सुरासुरगणाः देवस्य न विदुः। अन्तं (स्वरूपम्, निवासम्, अन्तम् )
(5) वयं त्वां जगत्साक्षिरूपं ......। नमामः (भजामः, नमामः, स्मरामः )
3. प्रकोष्ठगतं पदं प्रयुज्य अधोलिखितानि वाक्यानि प्रश्नार्थ-स्वरूपे परिवर्तयत ।
1) देवाय नमः ।
- कस्मै नमः ?
(2) साड्ग-पद-क्रमोपनिषदैः वेदैः सामगाः गायन्ति ।
- साङ्ग - पद- क्रमोपनिषदैः वेदैः के गायन्ति ?
(3) योगिनः देवं पश्यन्ति ।
- योगिनः कं पश्यन्ति ?
3.अधोलिखितानां प्रश्नानाम् मातृभाषायाम् उत्तराणि लिखत ।
(1) અગ્નિદેવની કઈ-કઈ વિશેષતાઓ મન્ત્રમાં વર્ણવી છે ?
-- અગ્નિદેવ યજ્ઞના પુરોહિત છે, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશ વાળા છે, હોમ-હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે.
(2) અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે ?
-- અગ્નિથી અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત લેવામાં આવ્યું છે.
(3) યોગીઓ કોનાં દર્શન કરે છે ? કેવી રીતે ?
--યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્યરૂપધારી પરમેશ્વરનાં દર્શન કરે છે.
(4) ભક્ત જેના શરણમાં જાય છે, તે દેવતત્ત્વ કેવું છે
-- ભક્ત જેના શરણમાં જાય છે, તે દેવતત્વ ભયજનક પરિસ્થિતિમાં ભયરૂપ છે, ભયાનક પરિસ્થિતિમાં ભયાનક છે, પ્રાણીમાત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓ માં પાવન છે. ઉચ્ચ પદો નું એકમાત્ર નિયંત્રક છે. ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે.
5. श्लोकपूर्तिं कुरुत ।
(1) अग्निमीळे.........रत्नधातमम् ॥
- अ॒ग्निमी॑ळे पु॒रोहि॑तं य॒ज्ञस्य॑ दे॒वमृ॒त्विज॑म् ।
होता॑रं रत्न॒धात॑मम् ॥ 1 ॥
(2) नमः शंभवाय...... शिवतराय च ॥
- नमः॑ शम्भवाय॑ च मयोभ॒वाय॑ च॒ नमः शङ्कराय॑ च मयस्कराय॑ च नमः शिवाय॑ च शिवत॑राय च ॥2॥
(3) वयं त्वां स्मरामो........ व्रजामः ॥
- वयं त्वां स्मरामो वयं त्वां भजामो
वयं त्वां जगत्साक्षिरूपं नमामः ।
सदेकं निधानं निरालम्बमीशम्
भवाम्भोधिपोतं शरण्यं व्रजामः ॥3॥
6.क -विभागं ख-विभागेन सह यथार्थरीत्या संयोजयत ।
क ख. (જવાબ)
(1) अग्निम् - (2) पुरोहितम्
(2) शिवाय - (1) नम:
(3) दिव्यैः - (5) स्तवैः
(4) अन्तम् - (3) न विदुः
(5) सामगा: - (6) गायन्ति
(6) गति: - (4) प्राणिनाम्