Joshi 2

GSEB Sanskrit std 10 chapter 4 - Janardanasya pashchim sandesh - bhashantar with swadhyay

ધોરણ 10 પાઠ 6  - जनार्दनस्य पश्चिम: सन्देशः 

GSEB Sanskrit std 10 chapter 4 -  Janardanasya  pashchim sandesh - bhashantar with swadhyay

ભાષાંતર

 ઘટોત્કચ :- ( પ્રવેશ કરીને ) અરે , આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે . સો અનાર્ય પુત્રોના પિતા .( પાસે જઈને ) પિતામહ ! અભિવાદન કરું છું હું ઘટોત્ક….   ( એમ અડધું કહેતા ) ના , ના , આતો ક્રમભંગ છે . યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું.

ધૃતરાષ્ટ્ર :- આવ , આવ , પુત્ર !

ઘટોત્કચ :- અહા , આપશ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રાયુધે (શ્રીકૃષ્ણે ) કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવસ્થાન આપ પિતામહને કહ્યું છે -

ધૃતરાષ્ટ્ર :- ( આસન પરથી ઉઠીને ) ભગવાન  શ્રીકૃષ્ણે  ( મારે માટે ) શુ આદેશ આપ્યો છે ?

ઘટોત્કચ :- ના , ના , ના. આસન પર બેઠેલા જ આપે શ્રીકૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ.

ધૃતરાષ્ટ્ર :- જેવી ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા  .(બેસી જાય છે. )

ઘટોત્કચ :- પિતામહ ! સાંભળો : હાય , પુત્ર ! અભિમન્યુ ! હાય , પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક ! અરેરે , બેટા ! યદુકુળના અંકુર ! તારી માતાને , મામાને અને મને પણ ત્યજીને પિતામહ ને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે ! હે પિતામહ ! એક પુત્રના વિનાશથી અર્જુનની આવી ખરેખર સ્થિતિ છે તો આપની વળી કેવી થશે ? તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો , જેથી પુત્રશોકથી ઉઠેલો અગ્નિ હવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે !

શકુની :- જો માત્ર વાક્યો બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક - એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો !

ઘટોત્કચ :- આ શકુની બોલે છે ! હે શકુની ! જૂગટાના પાસા છોડીને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જા . 

દુર્યોધન :- અરે ઓ ! (આ તો ) પોતાના સ્વભાવ પર ગયો ! અમે પણ ખરેખર રુદ્રરૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ .

ઘટોત્કચ :- પાપ શાંત થાઓ .( આમના કહેશો ) રાક્ષસો કરતાય આપ બધા જ વધારે ક્રૂર છો ! કેમ કે – 

  નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નથી બાળી નાખતા . તેઓ પોતાના ભાઇની પત્નીના મસ્તક ( વાળ ) પર તેવી રીતે હાથ પણ લગાડતા નથી !

દુર્યોધન :- તમે દૂત તરીકે અહીં આવેલા છો , યુદ્ધ કરવા આવ્યા નથી . સંદેશ લઈને જાવ ; અમે દૂતના હત્યારાઓ નથી .

ઘટોત્કચ :- ( રોષપૂર્વક ) શું દૂત કહીને મને અપમાનિત કરે છે ? ( જો એમ હોય તો- ) રહેવા દો . ના , ના , હું દૂત નથી . ભેગા મળીને ( મારા પર ) પ્રહાર કરો . ( બધા ઉઠી જાય છે. )

 ધૃતરાષ્ટ્ર :- પૌત્ર ! ઘટોત્કચ ! તમે ક્ષમા કરો . મારા વચનોને સમજનાર બનો .

ઘટોત્કચ :- ભલે , ભલે . પિતામહના કહેવાથી હું દૂત છું. અરે, ઓ રાજાઓ ! શ્રી કૃષ્ણ અંતિમ સંદેશ સાંભળો –

         ધર્મનું આચરણ કરો ; પોતાના બાંધવોને ચિંતા કરો ; જે કંઈ તમારી હાર્દિક ઇચ્છા હોય તે બધું અહીં કરી લો , કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ ( અર્જુનના ) રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે .


વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/_vQeKIWmj_M

संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r

Insta - hiteshjoshi_2026


                        સ્વાધ્યાય

1.अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

(1) यदुकुलप्रवालः कः ?

(ग) अभिमन्युः


(2) अभिमन्युः कस्य पुत्रः आसीत् ?

(ग) अर्जुनस्य


(3) अभिमन्योः मातुलः कः ?

(ग) जनार्दनः


(4) 'शान्तं पापम् शान्तं पापम् ।' इति कः वदति ?

(घ) घटोत्कचः


(5) 'वयं दूतघातका: न ।' - इदं वाक्यं केन कथितम् ?

(क) दुर्योधनेन


(6) चक्रायुधः कः ?

(ख) जनार्दनः 


(7)  भवन्तः ......... अपि क्रुरतराः ।

(ख) राक्षसैः


(8) कृतान्त: शब्दस्य कः अर्थ: ?

(ग) यमराजः

Subscribe -Omkar Online Education


2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत ।


(1) घटोत्कचः कस्य सन्देशं नयति ?

    - घटोत्कचः जनादर्नस्य सन्देशं नयति ।


(2) अभिमन्युः कं द्रष्टुं स्वर्गम् अभिगतः ?

   - अभिमन्युः पितामहं (पाण्डुराजं) द्रष्टुं स्वर्गम् अभिगतः ।  


(3) कुत्र सुप्तान् भातॄन् निशाचराः न दहन्ति ?

  -  जतुगृहे सुप्तान् भ्रातॄन् निशाचराः न दहन्ति । 


(4) घटोत्कचः कस्य वचनात् दूतः भवति ?

   - घटोत्कचः पितामहस्य वचनात् दूतः भवति? 


3. कृदन्तानां प्रकारं लिखत ।


(1) श्रोतव्य:  -  विध्यर्थ कृदन्तम्


(3) अभिगतः  - कर्तरि भूत-कृदन्तम्


(2) परित्यज्य  -  सम्बन्धक भूत-कृदन्तम्


(5)  द्रष्टुम्  -  हेत्वर्थ कृदन्तम्


(4) उपसृत्य  -  सम्बन्धक भूत-कृदन्तम् 


(6) काङ्क्षितम्  -  कर्मणि भूत-कृदन्तम्


4. सन्धिविच्छेदं कुरुत ।


(1) घटोत्कचोऽहम्   -  घटोत्कचः  अहम्


(2) शकुनिरेष:  -  शकुनिः  एषः


(3) दूतोऽहमस्मि  -  दूतः अहम् अस्मि


(4) दूत इति  -  दूतः इति


5. समासप्रकारं लिखत ।


(1) कुरुकुलप्रदीपः  -   षष्ठी तत्पुरुष समास


(3) पुत्रशोकसमुत्थितः  - षष्ठी तत्पुरुष, तृतीया तत्पुरुष समास


(2) चक्रायुधः   - बहुव्रीहि समास


(4) धृतराष्ट्र:  -  बहुव्रीहि समास


6. रेखाङ्कितपदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।

       (कस्य, केन, कीदृशाः, कम्, किमर्थम्)


(1) घटोत्कचः पितामहम् अभिवादयति ।

 - घटोत्कच: कम् अभिवादयति ?


(2) त्वं युद्धार्थं न आगतः ।

 - त्वं किमर्थम् न आगतः ?


(3) वयं दूतघातकाः न।

  - वयं कीदृशाः न ?


(4) जनार्दनस्य पश्चिमः सन्देशः श्रोतव्यः ।

  - कस्य पश्चिम: सन्देश : श्रोतव्यः ?


   Subscribe - Omkar Online Education


7. उदाहरणानुसारं नामरूपस्य परिचयं कारयत ।


उदाहरणम् - वचनात्  :- वचन नपुंसकलिंगम् पञ्चमी एकवचन 


(1) अंशुभिः - अंशु पुंल्लिङ्गम् तृतीया बहुवचनम् 


(2) शकुने: -  शकुनि पुंल्लिङ्गम् पञ्चमी / षष्ठी एकवचनम्


(3) आशया  - आशा स्त्रीलिङ्गम् तृतीया एकवचनम्


(4) पितामहम्  - पितामह पुंल्लिङ्गम् द्वितीया एकवचनम्


(5) राक्षसेभ्य: राक्षस पुंल्लिङ्गम् चतुर्थी पञ्चमी बहुवचनम्


Subscribe  -  Omkar Online Education 


8. धातुरूपाणां परिचयं कारयत ।

 (1) प्रहरध्वम् - प्र हृ आत्मनेपद आज्ञार्थ मध्यम बहुवचन 

(2) दहेत् - दह् परस्मैपद विध्यर्थ अन्य एकवचन 

(3) भवतु - भू परस्मैपद आज्ञार्थ अन्य एकवचन 

(4) समाचर - सम् आ चर् परस्मैपद आज्ञार्थ मध्यम एकवचन 


 Subscribe - Omkar Online Education 


9. कोष्ठगतपदानि प्रयुज्य वाक्यानि रचयत ।


(1) ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા.

 (धृतराष्ट्र कौरव जनक अस् ।)

- धृतराष्ट्र: कौरवाणां जनकः आसीत् ।


(2) ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે

 (घटोत्कच जनार्दन सन्देश आ + नी नय् )

 - घटोत्कच: जनार्दनस्य सन्देशं आनयति ।


(3) અમે દૂતને હણનારા નથી.

  (अस्मद् दूतघातक न ।)

  - वयं दूतघातका: न ।


(4) ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે.

 ( (घटोत्कच धृतराष्ट्र प्र + नम्) 

- घटोत्कचः धृतराष्ट्रं प्रणमति ।


10. मातृभाषायाम् उत्तराणि लिखत ।

(1) ઘટોત્કચ શકુનિને શું સલાહ આપે છે ?

-- ઘટોત્કચ શકુનિને સલાહ આપતા કહે છે કે, “હે શકુનિ! તું જૂગટાના પાસા છોડીને બાણથી યુધ્ધ કરવા યોગ્ય થા.


(2) ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે ?

 - દુર્યોધન લાક્ષગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને સળગાવી દે છે. અને ભાઈની પત્નીને માથાના વાળ થી પકડી ને લાવે છે આમ, રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે. આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાય વધારે ક્રૂર કહે છે.


(3) અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખો.

 - અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતાં કહે છે, “હાય પુત્ર! કુરુકુળના તેજસ્વી દીપક! હાય પુત્ર! યદુકુળના અંકુર! તારી માતાને અને મને છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો.

Subscribe - Omkar Online Education


11. मातृभाषायाम् टिप्पणी लिखत ।

(1) ઘટોત્કચનું પાત્રાલેખન

 -  હિડિંબા રાક્ષસી અને ભીમનો પુત્ર ઘટોત્કચ શ્રીકૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. અહીં ઘટોત્કચની દુર્યોધન અને શકુની સાથેની વાતચીત રોચક છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસપટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વર્તન પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચ અહીં માનવીય વર્તન આચરે છે.


(2) શ્રીકૃષ્ણનો સંદેશ

  -  ઘટોત્કચ શ્રીકૃષ્ણનો સંદેશો લઇને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રીકૃષ્ણનો સંદેશો આપે છે. “હે રાજાઓ! સાંભળો શ્રીકૃષ્ણનો અંતિમ સંદેશ. આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો, સ્વજનોને રક્ષવાની ચિંતા કરો, મનમાં જે ઈચ્છા હોય તે પૃથ્વી પર માણી લો, અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી જશે.”

                                            धन्यवाद:

          जयतु संस्कृतम्            जयतु भारतम्       


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.