ધોરણ 10 પાઠ 3 स्वस्थवृत्तं समाचर
[ મહાકવિ કાલિદાસે કુમારસંભવમાં પાંચમા સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું છે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન શરીર છે.’ આનો આશય એ છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય, પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો પેલી બધી વસ્તુઓ નકામી છે.
માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના રહે છે. આ ઉપાયોમાં દિનચર્યા પણ એક છે. માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે. આયુર્વેદશાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો અને આધુનિક ચિકિત્સાવિજ્ઞાનના ખ્યાતનામ વિદ્વાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે.
પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે. આ દિનચર્યામાં માત્ર ખાવા-પીવા, ઊઠવાબેસવાની, ચાલવા-સૂવાની બાબતોનો જ સમાવેશ થતો નથી પરંતુ માનવજીવનના ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જનસંગતિ, ગુરુજનો પ્રત્યેનો સાદર વ્યવહાર, વિદ્યાપ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા, સત્યનું પરિપાલન જેવા સદ્ગુણોને પણ દિનચર્યાનાં અંગ માનવામાં આવ્યાં છે. ]
बाल उत्तिष्ठ शय्यातः स्वस्थवृत्तं समाचर ।
स्मर जगद्विधातारं ततः शुद्धं जलं पिब ॥ 1 ॥
- હે બાળક, તું પથારીમાંથી ઊભો થા; સ્વસ્થ આચરણ કર, જગતના વિધાતાને ( ઈશ્વરને ) યાદ કર પછી શુદ્ધ પાણી પી..
शतं पदानि निष्क्रम्य शौचार्थं गच्छ सत्वरम् ।
फेनिलेन करौ कृत्वा शुद्धौ व्यायाममाचर ॥2॥
- સો ડગલા બહાર ચાલીને શૌચક્રિયા માટે તુ જલદીથી જા, સાબુ વડે બંને હાથ સાફ કરીને પછી તું કસરત કર.
तैलं मर्दय काये त्वं ततः स्नानं समाचर ।
यथाविधि जलेनैव वस्त्रं स्वीयं प्रधावय ॥3॥
- તું શરીર ઉપર તેલની માલિશ કર પછી સ્નાન કર, પાણી વડે જ વિધિપૂર્વક વસ્ત્ર બરાબર ધો.
पूर्वाभिमुखमासीनः कुरु सन्ध्याविधिं तथा ।
वन्दस्व पितरौ नित्यं प्रातराशम् अशान च ॥4॥
- પૂર્વ દિશામાં મુખ રાખીને બેઠેલો તું સંધ્યોપાસના કર, તું હંમેશા માતા-પિતાને નમસ્કાર કર અને સવારનો નાસ્તો (ખા) કર.
पाठशालां समं मित्रैः गच्छ पाठं तथा पठ ।
एवं समादिशत् पुत्रं तातः पुत्रहिते रतः ॥ 5 ॥
- મિત્રોની સાથે નિશાળે જા અને પાઠ ભણ, આમ આ રીતે પુત્રના હિતની ઈચ્છા રાખનાર પિતાએ પુત્રને આદેશ આપ્યો .
त्यज दुर्जनसंसर्गं भज साधुसमागमम् ।
कुरु पुण्यमहोरात्रं स्मर नाम हरेः सदा ॥6॥
- તું દુર્જનોનો સંગ છોડ; સજ્જનોની સોબત કર, તું દિવસ-રાત પુણ્ય (સત્કર્મ) કર, હંમેશા ભગવાનના નામનું સ્મરણ કર.
प्रविचार्योत्तरं देयं सहसा न वदेः क्वचित् ।
शत्रोरपि गुणा: ग्राह्या दोषास्त्याज्याः गुरोरपि ॥ 7 ॥
- સરખો વિચાર કરીને જવાબ આપવો ; ક્યારે પણ સહજતાથી ન બોલવું ( વિચાર્યા વગર ન બોલવુ) શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા અને ગુરુના પણ જો દોષો હોય તો એનો ત્યાગ કરવો જોઈએ.
ध्येयं सनातनं ब्रह्म हेयं दुःखमनागतम् ।
कायिकं सुखमादेयं विधेयं जनसेवनम् ॥8॥
- સનાતન પરમેશ્વર નું ધ્યાન કરવું ; જે આવ્યું નથી એવા દુ:ખનો ત્યાગ કરવો શરીર સંબંધી સુખ પ્રાપ્ત કરવું અને લોકોની સેવા કરવી જોઈએ.
भाषांतर video - https://youtu.be/H3JgGVyl1Pk
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
Subscribe my YouTube channel - omkar Education Education
સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/bNnOvO3aALM
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
Insta - hiteshjoshi_2026
સ્વાધ્યાય
1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
(1) बाल: किं समाचरेत् ?
(ख) स्वस्थवृत्तम्
(2) किं कृत्वा स्नानं समाचरेत् ?
(ग) तैलमर्दनम्
(3) त्वं मित्रैः ........ पाठशालां गच्छ ।
(ख) समम्
(4) शत्रोरपि गुणा: ...... ।
(क) ग्राह्या:
(5) जनैः किं ध्येयम् ?
(ग) ब्रह्म
(6) कथम् आसीनेन सन्ध्याविधिः करणीयः ।
(घ) पूर्वाभिमुखेन
Subscribe - Omkar Online Education
2. एकवाक्येन संस्कृतभाषयां उत्तरत ।
(1) प्रातःकाले कं स्मरेत् ?
- प्रात: काले जगद्विधातारं स्मरेत् |
(2) कीदृशं जलं पिबेत् ?
- शुद्धं जलं पिबेत् |
(3) कीदृशः तात: पुत्रं समादिशत् ?
- पुत्रहिते रतः तातः पुत्रं समादिशत् ।
(4) कस्य संसर्गं त्यजेत् ?
- दुर्जनस्य संसर्गं त्यजेत् |
(5) किं कृत्वा उत्तरं देयम् ?
- प्रविचार्य उत्तरं देयम् ।
3. पुरुषवचनानुसारं धातुरूपैः रिक्तस्थानानि पूरयत ।
एकवचनम् द्विवचनम् बहुवचनम्
(1) उ. पु. - गच्छानि गच्छाव गच्छाम
म. पु. - गच्छ गच्छतम् गच्छत
अ. पु. - गच्छतु गच्छताम् गच्छन्तु
धातुरूप video - https://youtu.be/88or99B1uPw
(2) उ. पु. - वन्दै वन्दावहै वन्दामहै
म. पु. - वन्दस्व वन्देथाम् वन्दध्वम्
अ. पु. - वन्दताम् वन्देताम् वन्दन्ताम्
4. वचनानुसारं शब्दरूपैः रिक्तस्थानानि पूरयत ।
एकवचनम् द्विवचनम् बहुवचनम्
(1) गुरोः गुरुभ्याम् गुरुभ्यः ।
(2) मित्रेण मित्राभ्याम् मित्रैः ।
(3) काये काययोः कायेषु ।
(4) वस्त्रम् वस्त्रे वस्त्राणि ।
Subscribe - Omkar Online Education
5. मातृभाषायाम् उत्तरत ।
(1) પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો.
--પ્રાતઃકાળે પથારીનો ત્યાગ કરીને સ્વાસ્થ્ય વિશેનો વિચાર કરવો. જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કરીને ચોખ્ખું પાણી પીવું. પછી સો ડગલાં ચાલવું અને શૌચક્રિયા માટે જવું. સાબુથી બંન્ને હાથ સાફ કરીને કસરત કરવી. પછી શરીરે તેલની માલિશ કરીને સ્નાન કરવું. પાણીથી પોતાનું વસ્ત્ર સરખી રીતે ધોવું. ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું અને સંધ્યા ઉપાસના કરવી. માતપિતાને વંદન કરીને સવારનો નાસ્તો કરવો. પછી મિત્રો સાથે શાળાએ જઈને અભ્યાસ કરવો. દુષ્ટોની સંગત છોડી સજજનોની સંગત કરવી. દિવસરાત પુણ્યના કામ કરવા અને હમેશાં પ્રભુને યાદ કરવાં. બરાબર વિચારીને જવાબ આપવો. સમજદાર શત્રુના ગુણોને પણ ગ્રહણ કરવાં અને વડીલના દોષને પણ છોડી દેવા. ઈશ્વરનું ધ્યાન કરવું અને ના આવેલા દૂ:ખનો વિચાર ન કરવો. શરીરસંબંધી સુખ ભોગવવું અને લોકોની સેવા કરવી.
(2) પદ્યમાં વપરાયેલાં વિધ્યર્થનાં રૂપોને વિધ્યર્થ કૃદન્તનાં રૂપોમાં બદલો.
- આ પાઠ ની અંદર એક જ વિધ્યર્થનું રૂપ આપેલું છે. * वदे: - આનું કૃદંતરૂપ - वदनीय , वदितव्य વગેરે...થશે.
धन्यवाद:
जयतु संस्कृतम् जयतु भारतम्