Joshi 2

GSEB Sanskrit std 11 chapter 1 - vedamrutam - bhashantar with swadhyay

ધોરણ 11 પાઠ - 1  वेदामृतम्  

      વિશ્વસાહિત્યમાં અને જગતનાં પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વેદ છે. ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વેદને અપૌરુષેય માનવામાં આવે છે. અત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓને વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન થયું અને તે રીતે વેદોનો આવિર્ભાવ થયેલો છે.
             આ વેદોમાં સમસ્ત માનવસમાજને માટે ઉપયોગી થઈ રહે, તેવા વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વિધિ એટલે આવાં આવાં કાર્યો કરવાં જોઈએ એવી આજ્ઞા અને નિષેધ એટલે આવાં આવાં કાર્યો ન કરવાં જોઈએ એવી આજ્ઞા. આ ઉપરાંત આ વિધિ-નિષેધનું સક્ષમ રીતે પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય, તે માટેની કેટલીક પ્રાર્થનાઓ પણ છે. ભાવપૂર્ણ પદાવલિ ધરાવતી આ પ્રાર્થનાઓ માનવની આત્મિક શક્તિને વધારે છે. આ પાઠમાં ક્રમશઃ પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ અને ઉદ્ઘોષ – એવાં શીર્ષક હેઠળ પાંચ વેદમંત્રોનો સંગ્રહ છે. 
    પ્રાર્થના શીર્ષકથી આપવામાં આવેલા બે મંત્રોમાં ક્રમશઃ અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના છે. સંજ્ઞાન એવા શીર્ષકથી આપવામાં આવેલા મંત્રમાં સંગઠનનું સંજ્ઞાન લેવાનો ઉપદેશ છે. સંકલ્પ એવા શીર્ષક નીચે આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સંકલ્પના પ્રસ્તુત થઈ છે. જ્યારે ઉદ્ઘોષ એવા શીર્ષક સાથે મૂકવામાં આવેલા છેલ્લા મંત્રમાં આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષણા છે.

ભાષાંતર

१. अभयं मित्रादभयममित्रादभयं ज्ञातादभयं परोक्षात् । 
अभयं नक्तमभयं दिवा नः सर्वा आशा मम मित्रं भवन्तु ॥

     -  અમને મિત્ર તરફથી અભય , શત્રુ તરફથી અભય ,  જાણેલી બાબતથી અભય ,  જે નજરે પડતું નથી તેનાથી અભય , રાત્રે અભય અને દિવસે પણ અભય પ્રાપ્ત થાઓ , સર્વ દિશાઓ મારી મિત્ર થાવ.               

२. अग्ने नमः सु॒पथा राये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् ।
     युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम ॥

-  હે અગ્નિદેવ , અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. અમારાથી જે કુટિલ ,  બંધનકારી એવું પાપ થયેલું હોય તે તમે દૂર કરો. તમારા ઘણા વિસ્તૃત વચનને અમે નમન કરીએ છીએ.

३. स॒मा॒नो मन्त्र॒ समि॑तिः समा॒नी स॑मा॒नं मन॑: स॒ह चि॒त्तमे॑षाम् । 
स॒मा॒नं मन्त्र॑म॒भि म॑न्त्रये वः समा॒नेन॑ वो ह॒विषा॑ जुहोमि ॥

- તમારા સૌના વિચાર એક સરખા થાઓ, તમારી સભા મતભેદ વગરની એક મત થાઓ ,  તમારી વિચારસરણી એકસરખી થાઓ ,  આ બધાનું અંતઃકરણ ઐક્યવાળું થાઓ ,  એક સરખા વિચારને હું માન્ય રાખું છું , એકસમાન હોમદ્રવ્ય વડે હું હોમ કરું છું.

४. सर्हृदयं साम्मन॒स्यमवि॑द्वेषं कृणोमि वः । 
अ॒न्यो अ॒न्यम॒भि ह॑र्यत व॒त्सं जा॒तम॑वा॒घ्न्या ॥

- હું તમને સૌને સમાન હૃદયવાળા , સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે એકબીજાને ચાહતા રહો.

५. अ॒यं मे॒ हस्तो॒ भग॑वान॒यं मे॒ भग॑वत्तरः । 
अ॒यं मे॑ वि॒श्वभे॑षजो॒ऽयं शि॒वाभि॑मर्शनः ॥

- આ મારો હાથ ઐશ્વર્યશાળી છે, આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે,  આ મારો હાથ બધા રોગોને મટાડવા ની ઔષધિ છે ,  આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે.

વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ -  https://youtu.be/oAyPOM4a0m8

પાઠ ભાષાંતર - https://youtu.be/9lXwckhVcVo

                       સ્વાધ્યાય


1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

(1) आशाः इत्यस्य पदस्य कोऽर्थः ?

(क) श्रद्धा

(ख) विश्वास:

(ग) दिशा: √

(घ) देवता


(2) समानेन वो ...... जुहोमि।

(क) अग्निना

(ख) मनसा

(ग) चित्तेन

(घ) हविषा √


(3) कमिव अन्यो अन्यमभिहर्यत ?

(क) वत्सं जातमिव ✓

(ख) अजामिव

(ग) गामिव

(घ) मित्रमिव


(4) अघ्न्या का भवति ?

क) वत्सा

(ख) गौ: ✓

(ग) माता

(घ) पुत्री


(5) विश्वभेषजः कः अस्ति ?

(क) हस्तौ

(ख) हस्तः ✓

(ग) भगवान् 

(घ) अयम्


2. નીચેનાં વાક્યોને સંદર્ભ સાથે માતૃભાષામાં સમજાવો :

(1) सर्वा आशा मम मित्रं भवन्तु ।

અર્થ : બધી દિશાઓ – (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઉપર તરફની અને નીચે તરફની એમ દસેય દિશાઓ) મારી મિત્ર બનો.

સમજૂતી : આ પંક્તિ વેદામૃતમ્ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 19, સૂક્ત 15ના મંત્ર 6 માંથી લેવામાં આવી છે. માનવીય સદ્ગુણોમાં અભય સૌથી મહત્ત્વપૂર્ણ છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ દૈવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ છે, તેમાં પહેલો ગુણ અભય છે. ભય રહિત માણસ સૌથી વધારે સુખી છે. ધનના ઢગલા કે ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જો ભયપૂર્ણ જીવન જીવતો હોય, તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય? તેથી અહીં વેદમંત્રના ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે.અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈને કેવી રીતે મળી શકે છે, તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવાવી જોઈએ. જો આ પુરુષાર્થ કરવામાં આવે, તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય. 
     અર્થાત્ દશેય દિશાઓ મારી મિત્ર  બનો, એ પંક્તિમાં અભય અવસ્થાની ચરમસીમા છે. જો સર્વ દિશાઓ મિત્ર બની રહે, તો પછી ભયને કોઈ સ્થાન જ રહેતું નથી.


(2) अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्ग्ना ।

અર્થ :- ગાય જેમ જન્મેલાં વાછરડાંને ચાહે છે તેમ તમે બધા એકબીજાને ચાહતા રહો.

સમજૂતી : આ પંક્તિ વેદામૃતમ્ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 3, સૂક્ત 30ના મંત્ર 1 માંથી લેવામાં આવી છે. આ મંત્રના ઋષિ કહે છે કે “હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલાં વાછરડાંને પ્રેમ કરે છે તેમ તમે પરસ્પરને પ્રેમ કરતા રહો.’’આ મંત્રાંશમાં આવતા શબ્દો ‘वत्सं जातमिवाघ्ग्ना’ માં પ્રયોજાયેલ દષ્ટાંત અલંકાર સર્વથા ઉચિત છે. વળી, લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ક્રિયાપદની સાથ તરત જ જોડાયેલો હોય છે, જ્યારે વેદમાં ઉપસર્ગ અને ક્રિયાપદને અલગ અલગ મૂકવામાં આવે છે. આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સહુ માનવોને સમાન હૃદયવાળા – એકસરખી ભાવનાઓવાળા, સમાન મનવાળા – એકસમાન મનોભાવવાળા અને દ્વેષવિહોણા બનાવું છું અને ગાય જેમ પોતાના તરત જન્મેલાં વાછરડાંને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો. 
         આમ, અહીં अनुव्रतः पितुः पुत्रः ……અને सं गच्छध्वं सं वदध्वं… વગેરે મંત્રોની જેમ કૌટુંબિકજીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે.


3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો :

(1) ભક્ત કોના કોનાથી અભયની પ્રાર્થના કરે છે ?

- અગ્નિદેવને પ્રાર્થના કરતાં ભક્ત પોતાના મિત્ર તરફથી, અમિત્ર (શત્રુ) તરફથી, પરિચિત વાતથી, પરોક્ષ વસ્તુથી, રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને અભય પ્રાપ્ત થાઓ એવીપ્રાર્થના કરે છે.


(2) કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે ?

- માનવે પોતાના બધાસાથીઓ સાથે એકસમાન વિચારસરણી રહે, સભામાં કોઈ પણ જાતનો મતભેદ ન થાય, સર્વની પરસ્પર સંમતિ સધાય અને સૌનું અંતઃકરણ ઐક્યવાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની છે. ઋષિ એકસરખા વિચારને માન્ય રાખતાં યજ્ઞ કરે છે.  


(3) પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે ?

- ઋષિ સૌને સમાન હૃદયવાળા, એકસરખા મનોભાવવાળા અને દ્વેષ રહિત બનાવવા માગે છે અને કહે છે કે ગાય જેમ પોતાનાજન્મેલાં વાછરડાંને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે.


(4) માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે ?

 - અથર્વવેદના ઋષિ પોતાના મનોભાવને વૈખરી વાણીથી બહાર કાઢવારૂપ ઉદ્ઘોષણા કરતા હોય તેમ હાથનું મહત્ત્વ જાહેર કરતા કહે છે. માનવીનો હાથ ભાગ્યવાન તથા ઐશ્વર્યશાળી, બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય તેવો તથા કલ્યાણકારી સ્પર્શવાળો છે.

4. સમીક્ષાત્મક નોંધ લખો.

•  समानो मन्त्रः ..... ॥ મંત્રમાં પ્રગટ થતો એકાત્મભાવ.

• ઋગ્વેદના મંડલ 10, સૂક્ત 108માંની ઋચા 3 માં એકાત્મભાવ પ્રગટ થાય છે. પ્રસ્તુત મંત્રના દૃષ્ટા ઋષિ કહે છે કે તમારો બધાનો વિચાર એકસરખો થાઓ; તમારી સભા મતભેદ વિનાની એકમત થાઓ અને તમે નિયત કરેલું કાર્ય એકમતે પાર પડો; તમારી વિચારસરણી એકસરખી થાઓ અને નિર્વિઘ્ને બધી બાબતોમાં સફળતા મળો; સૌનું અંતઃકરણ ઐક્યવાળું થાઓ; એકસમાન વિચારને માન્ય રાખવા હું એકસમાન હવિષ્ય વડે હોમ કરું છું.

            આમ, આ મંત્રમાં सं गच्छध्वं सं वदध्वं… મંત્રની જેમ એકાત્મભાવ પ્રગટ થાય છે, તે સર્વ મનુષ્યોને સંગઠન અને ઐક્યનું બળ પ્રદાન કરે છે. પ્રસ્તુત મંત્રમાં ‘સભા’ અને ‘સિમિત’ના ઉલ્લેખ દ્વારા આવી સભામાં સૌ લોકો એકઠા મળીને, એકતાપૂર્વક ‘સમાન વિચારણા’ કરે એવી પ્રાર્થના કરવામાં આવી છે. જે દર્શાવે છે કે ઋગ્વેદકાલીન પ્રજાએ જીવનપ્રણાલીનો ઉત્તમ વિકાસ કર્યો હતો; અને હંમેશાં સુખશાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી.


5. मन्त्रस्य पूर्ति: विधेया ।


(1) अग्ने नय ....... विधेम ।।
 
 अग्ने नय सुपथा राये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् ।       युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम ।। 


(2) समानो मन्त्र: ...... जुहोमि ॥

   समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्तमेषाम् । 
   समान मन्त्रमभि मन्त्रये वः समानेन वो हविषा जुहोमि ।।

धन्यवाद:

          जयतु संस्कृतम्             जयतु भारतम्       

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.