Joshi 2

GSEB Sanskrit std 9 chapter 7 - Samhati karyasadhika - bhashantar with swadhyay

 ધોરણ 9 પાઠ - 7  संहतिः कार्यसाधिका

Sanskrit std 9 chapter 7 - Sanhati karyasadhika ( संहतिः कार्यसाधिका ) translation with swadhyay
         ભાષાંતર

     ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શીમળાનું ઝાડ હતું. જુદાં જુદાં સ્થાનોએથી આવેલાં પક્ષીઓ ત્યાં રાત્રે રહેતાં. તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. હવે એક વાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક ( વ્યાધને )પારધીને જોયો. તેને જોઈને તેણે વિચાર્યું, ‘આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું ! મને ખબર નથી કે તે ન ઇચ્છેલું શું દેખાડશે.’’ એમ વિચારીને તે વ્યાકુળ થઈ ગયો.

            હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી. અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયાં. પછી તે કબૂતરરાજે ચોખાના દાણાથી લલચાયેલાં કબૂતરોને કહ્યું, ‘‘અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો. હું આમાં  શુભ જોતો નથી. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. આથી બધી રીતે વગર વિચાર્યે કામ ન કરવું જોઈએ, કારણ કે -

          ‘સારી રીતે પચે તેવું અન્ન, ખુબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી – ધનસંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. ( નાશ થતો નથી ).

            આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, ‘‘અરે ! આવું શા માટે કહો છો?' “આપત્તિનો સમય આવી પડે ત્યારે વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ. પણ બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં."

  અને કહેવાયું છે  કે -

                  ‘‘શંકા - કુશંકાઓથી બધું છવાયેલું છે; ખાન-પાન પણ દુર્લભ છે. (તો) પ્રવૃત્તિ ક્યાં કરવી? ખરેખર જીવવું કેવી રીતે?’’

      તેનું તે વચન સાંભળીને બધાં કબૂતરો ત્યાં જાળ ઉપર બેઠાં. પછી તે બધાં જાળથી બંધાઈ ગયાં.

        હવે જાળથી બંધાયેલાં તે બધાં જેના કહેવાથી ત્યાં પડ્યાં હતાં, તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યાં. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, ‘‘વિપત્તિના સમયે વિસ્મય ( નવાઈ પામવી ) જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. બધાં એક મનવાળાં થઈને જાળ લઈને ઊડી જાઓ, કેમ કે – 

        નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલાં તણખલાંઓથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે.’’

     આમ વિચારીને બધાં કબૂતરો જાળ લઈને ઊડ્યાં. પછી તે પારધી જાળને લઈ જનારાં તેમને જોઈને પાછળ દોડ્યો, પરંતુ તેમને બહુ દૂર ગયેલાં જોઈને પારધી પાછો વળ્યો. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો, ‘મારા મિત્ર હિરણ્યક નામના મુષકરાજની પાસે આપણે જઈએ છીએ. તે આપણને બંધનમુક્ત કરશે.’ પછી તે બધાં મૂષકરાજની પાસે ગયાં. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌનાં બંધન કાપ્યાં. ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે પોત - પોતાનાં સ્થળે જતો રહ્યો.


વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/LnBSq5i7vSY

संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r

Insta - hiteshjoshi_2026


                                 સ્વાધ્યાય

प्र. 1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चित्वा लिखत ।

( 1 ) प्रभातकाले वायसः कम् अपश्यत् ?

. कपोतम् 

. व्याधम्  ✓

. वृक्षम् 

. मूषकम् 


( 2 ) गगने कः सपरिवार: व्यसर्पत् ? 

. वायसः 

. पक्षिराज: 

. चित्रग्रीवः

. मयूरः 


( 3 ) विपत्काले किं करणीयम् ? 

. विस्मयस्य अवलम्बनम् 

. प्रतीकारः 

. पलायनम् 

. धैर्यस्य अवलम्बनम्  ✓


( 4 ) तृणैर्गुणत्वमापन्नैः के बध्यन्ते ? 

. मत्तदन्तिनः

. सिंहाः 

. कपोता: 

. मूषका: 


( 5 ) मूषकराजेन केन कपोतानां बन्धनानि छिन्नानि ? 

. दन्तै:

. मुखेन 

. अस्त्रेन 

. शस्त्रेण 

( 6 ) सः तीक्ष्णै: दन्तैः जालं प्रायतत । 

. छित्त्वा 

. छेदनीयम् 

. छेत्तुम्

. छिन्नम्


 ( 7 ) 'वयम्' इति पदस्य एकवचनं किम् ? 

. अहम्

. त्वम् 

. सः 

. आवाम्


( 8 ) व्याधेन तण्डुलकणान् विकीर्य जालं विस्तीर्णम् । रेखाङ्कितपदस्य समासनाम लिखत ।

. षष्ठी तत्पुरुष

. द्वितीया तत्पुरुष

. द्वन्द्व 

. समाहार द्वन्द्व


( 9 ) विहगाः तत्र न्यवसन्।- 'स्म'-प्रयोगं कुरुत ।

. न्यवसन्ति स्म

. निवसति स्म

. निवसन्ति स्म

. निवसन् स्म 

Subscribe -Omkar Online Education


प्र. 2. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृतभाषायां लिखत ।


( 1 ) तण्डुलकणान् अवलोक्य कपोताः कीदृशाः अभवन् ? 

   - तण्डुलकणान् अवलोक्य कपोता: लुब्धाः अभवन् ।


( 2 ) बद्धाः कपोताः कं तिरस्कुर्वन्ति स्म ?

   – बद्धाः कपोताः यस्य वचनेन जाले समपतन् तं कपोतं तिरस्कुर्वन्ति स्म । 


( 3 ) अल्पानां वस्तूनां संहतिः कीदृशी भवति?

   -  अल्पानां वस्तूनां संहतिः कार्यसाधिका भवति।


( 4 ) जालेन सह उत्पतिताः विहगाः कुत्र गच्छन्ति ?

  -  जालेन सह उत्पतिताः विहगा: हिरण्यकनामकस्य मूषकराजस्य समीपं गच्छन्ति ।


( 5 ) भूतले शङ्काभिः किम् आक्रान्तं भवति? 

 - भूतले दुर्लभं सर्वम् अन्नं पानं च शङ्काभिः आक्रान्तं भवति।


प्र. 3. रेखाङ्कितपदानि आधृत्य प्रश्ननिर्माणं कुरुत ।

(कदा, केन, कस्य, कम्, किं कृत्वा, कुत्र, किम्) 


( 1 ) गोदावरीतीरे विशाल: शाल्मलीतरुः अस्ति । 

 - कुत्र विशाल: शाल्मलीतरुः अस्ति ?


( 2 ) व्याधेन जालं विस्तीर्णम् ।

 - व्याधेन किं विस्तीर्णम् ? 


( 3 ) व्याधेन तण्डुलकणान् विकीर्य जालं विस्तीर्णम् । 

  - व्याधेन किं कृत्वा जालं विस्तीर्णम् ? 


( 4 ) वायसः प्रभातकाले व्याधम् अपश्यत् ।  

   -  वायसः कदा व्याधम् अपश्यत् ?


 (5) चित्रग्रीवस्य मित्रं मूषकराजः अस्ति ।

  -  कस्य मित्रं मूषकराजः अस्ति ?

 Subscribe-Omkar Online Education


प्र. 4. अधोदत्तानि वाक्यानि घटनाक्रमानुसारं पुनः लिखत ।

( 1 ) अनन्तरं ते सर्वे जालेन बद्धाः अभवन् ।

(2) मूषकराजेन स्वकीयैः तीक्ष्णैः दन्तैः सर्वेषां बन्धनानि छिन्नानि । 

( 3 ) वायसः कृतान्तम् इव द्वितीयम् अटन्तं व्याधम् अपश्यत् ।

( 4 ) तदत्र धैर्यमवलम्ब्य इदानीमेवं क्रियताम् ।

( 5 ) वृद्धानां वचनम् आपत्काले ग्राह्यम् एव ।

( 6 ) इति विचिन्त्य कपोताः सर्वे जालमादाय उत्पतिताः । 

उत्तरम् -

(1) वायसः कृतान्तम् इव द्वितीयम् अटन्तं व्याधम् अपश्यत् ।

(2) वृद्धानां वचनम् आपत्काले ग्राह्यम् एव ।

(3) अनन्तरं ते सर्वे जालेन बद्धाः अभवन् ।

(4) तदत्र धैर्यमवलम्ब्य इदानीमेवं क्रियताम् । 

(5) इति विचिन्त्य कपोताः सर्वे जालमादाय उत्पतिताः । 

(6) मूषकराजेन स्वकीयैः तीक्ष्णैः दन्तैः सर्वेषां बन्धनानि छिन्नानि।


प्र. 5. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत । 

( 1 ) શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું ?

 - : શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું, ‘‘આજે સવારમાં જ અશુભનું દર્શન થયું. મને ખબર નથી કે તેનાથી શું ન ઇચ્છેલું જોવા મળશે?’’


( 2 ) ચોખાના કણથી લોભાયેલાં કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું ? 

- : ચોખાના કણથી લોભાયેલાં કબૂતરોને કબૂતરોના રાજા ચિત્રગ્રીવે કહ્યું, ‘‘અહીં નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો. હું આમાં કલ્યાણ  જોતો નથી. આ ચોખાના દાણાના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે. એટલે વગર વિચાર્યું કામ ન કરવું.' 


( ૩ ) અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો?

  - : અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતાં કહ્યું, ‘‘આમ કેમ કહો છો? આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ, પરંતુ બધે જ આવું વિચારીએ તો ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય. બધું દુર્લભ ખાન-પાન શંકાઓથી છવાયેલું છે. પ્રવૃત્તિ ક્યાં કરવી? કેવી રીતે જીવવું?’’


( 4 ) કબૂતરો કઈ રીતે જાળમાંથી મુક્ત થયાં?

  - : પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ હિરણ્યકની પાસે ગયાં. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધાં કબૂતરોનાં બંધન કાપી નાખ્યાં. આ રીતે કબૂતરો જાળમાંથી મુક્ત થયાં.

Subscribe-Omkar Online Education


प्र. 6. अधोदत्तानां वाक्यानां गुर्जरभाषायाम् अनुवादं कुरुत । 

(1) विविधेभ्य: देशेभ्यः समागताः विहगाः तत्र रात्रौ निवसन्ति ।

- જુદાં જુદાં સ્થાનોથી આવેલાં પક્ષીઓ ત્યાં રાત્રે રહેતાં.

 

( 2 ) चित्रग्रीवनामा कपोतराजः परिवारेण सह गगने व्यसर्पत् ।

- ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો.


( 3 ) तस्य तद्वचनं श्रुत्वा सर्वे कपोताः तत्र जाले उपाविशन् । 

 - તેનું તે વચન સાંભળીને બધાં કબૂતરો ત્યાં જાળ ઉપર બેઠાં.


( 4 ) व्याध: तान् जालापहारकान् अवलोक्य पश्चात् धावति ।

- શિકારી જાળને લઈ જનારાં તેઓને જોઈને પાછળ દોડે છે.


( 5 ) तीक्ष्णै: दन्तैः बन्धनानि छिन्नानि ।

- તીક્ષ્ણ દાંતોથી બંધનો કાપી નાખ્યાં.


       धन्यवाद:

          जयतु संस्कृतम्         जयतु भारतम्       

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.